________________
“ઉપદેશ-નર” ૧. ભૂમિની અંદર રહેલી જે શ્રેષ્ઠ મૂર્તિને પ. પૂ. આ. ભ. શ્રી અભયદેવસૂરીએ પ્રગટ કરી, અત્યંત પ્રભાવ વડે સર્વ રીતિએ જાગ્રત આ સ્તંભન (થંભણ) પાર્શ્વનાથ પરમાત્મા જય પામે છે. ૧૦૧૯.
૧. પહેલા શ્રી પાટણમાં ભીમરાજા રાજ્ય કરતો હતો. ત્યારે પ.પૂ.આ.શ્રી જિનેશ્વરસૂરી પૃથ્વી પર પ્રખ્યાત હતા. ૧૦૨૦.
૨. તેઓના પટ્ટમાં શ્રી અભયદેવસૂરી નામના આચાર્ય ભગવંત દીપતા હતા. જેમનાથી ખરતર નામે ગચ્છ પ્રતિષ્ઠાને પામ્યો. ૧૦૨૧.
૩. રાજાઓને પણ માન્ય એવા તે શ્રેષ્ઠ આચાર્ય ભગવંતના દેહમાં પૂર્વકર્મના ઉદયથી કોઢરોગ થયો. ૧૦૨૨.
૪. ત્યાર પછી શક્તિ અલ્પ હોવા છતાં પણ તે ગુરપુંગવોએ શ્રી ગુજરાતમાં શભાણક નગર તરફ વિહાર કર્યો. ૧૦૨૩.
૫. અત્યંત રોગગ્રસ્ત હોવાથી પોતાના આયુષ્યના ક્ષયને વિચારીને “મિચ્છામિ દુક્કડ' દેવા માટે સર્વ શ્રી સંઘને બોલાવ્યો. ૧૦૨૪.
* છે. તે જ રાત્રિમાં સ્વપ્નમાં શાસનદેવતાએ ગુરુભગવંતને કહ્યું - હે પ્રભો ! શું તમે સૂઓ છો કે જાગો છો ? ૧૦૨૫.
૭. મારા જેવા રોગીને નિદ્રા ક્યાંથી હોય?” એ પ્રમાણે કહેતે છતે દેવીએ ગુરુ ભગવંતને કહ્યું તો “ આ સૂત્રની નવ ટીકા રચો ૧૦૨૩.
૮. આચાર્ય ભ. શક્તિનો અભાવ બતાવતે છતે દેવીએ કહ્યું - એ પ્રમાણે વચન ન બોલો, આજે પણ તમે નવ અંગ વડે વૃત્તિ પ્રગટ કરશો. ૧૦૨૭. :
ઉપદેશ સપ્તતિ ૧૩૫