________________
ઉપદેશ-૧૮” ૧. એકાગ્ર ચિત્તવાળા જે સુશ્રાવકો શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજાને વિસ્તારતા કરતા) નથી. તેઓ જિણહ નામનો શ્રાવક જેમ થયો તેમ પંડિતોમાં હસીને પાત્ર થાય છે. ૪૯૯.
૧. ધવલક્કપુરમાં (ધોળકામાં) શ્રી શ્રીમાળી જ્ઞાતિમાં શિરોમણિ કાહાનો પુત્ર જિગહ નામનો શ્રેષ્ઠી અત્યંત ગરીબ હતો. ૫૦૦.
૨. ઘી-કપાસ-તેલ વિગેરે સંપત્તિને વેચીને પોતાનું પેટ ભરનાર તેણે આજીવિકા કરી. પરંતુ તે જિનધર્મથી રહિત હતો. ૫૦૧.
૩. એક વખત અભયદેવસૂરી નામના આચાર્ય ભગવંત પાસે અરિહંત પરમાત્માના ધર્મને સાંભળીને તેણે ભક્તિપૂર્વક ભક્તામર સ્તોત્રને ભર્યું. ૫૦૨.
૪. રોજ ભક્તામર સ્તોત્રને ત્રણ વાર પરાવર્તન કરીને (બોલીને) શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરીને અને ધર્મકાર્ય કરીને તેણે જન્મ સફલ કર્યો. ૧૦૩.
- પ. એક વખત શાખાપુરમાં આવેલા તેને (ભક્તામર સ્તોત્રના) તેત્રીશમા
શ્લોકનું રાત્રિમાં સ્મરણ કર્યું. તેથી ચકેશ્વરી દેવી ખુશ થઈ. ૫૦૪.
-
અને આ કાવ્ય છે -
૧. હે જિનેન્દ્ર ! ધર્મોપદેશની વિધિમાં (ધર્મ વ્યાખ્યાન કરતી વખતે) એ પૂર્વોક્ત પ્રકારની તમારી અતિશયરૂપ સંપદા જે પ્રકારે હતી. તે પ્રકારે અન્ય - દેવોની નથી. કેમ કે પ્રકર્ષે કરીને હણ્યો છે અંધકાર જેણે એવી સૂર્યની જેવી કાંતિ પ્રકાશિત થયેલ પણ ગ્રહોના સમૂહની ક્યાંથી હોય ? ૫૦૫.
૬. વિજયને પ્રદાન કરનાર, વશ કરનાર ઉત્તમ મણિને ગ્રહણ કરો, એ પ્રમાણે કહીને તે (દેવી) અત્તભૂત થઈ. તેણે (જિણd) પણ તેને (મણિને) હાથમાં બાંધ્યો. ૫૦૬.
ઉપદેશ સપ્તતિ ૬૬