Book Title: Tilakamanjiri Part 2
Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad

View full book text
Previous | Next

Page 11
________________ *** संक्षिप्त भावार्थ રાજાએ પૂછવું દંડનાયક વિજયવેગ ! કુશળ છો ને?” “મહારાજા દક્ષિણદડાધિપતિ ખૂબ આનંદમાં છે. આપને પ્રણામ કહેવરાવ્યા છે. ભવદત્ત. ભીમ. ભાનવેગ વગેરે રાજાઓએ પણ પ્રણામ કહેવરાવ્યા છે. આપે દંડનાયક પર મોકલાવેલી દેવતાઈ વીંટી આજ સુધી પોતાની પાસે રાખી હતી અને દક્ષિણને દેશ જિતાયા પછી મને સોંપી હતી. એ વીંટી આપના રત્નકોશાધ્યક્ષ મહોદધિને અર્પણ કરી છે. એ પછી રાજાએ જરા હસીને પૂછ્યું -વિજયવેગ! શું એ વીંટી સેનાપતિને ઉપયોગમાં આવી? એનાથી કંઈ લાભ થયો?” દેવ” એ દેવતાઈ વીંટીએ તો જે કાર્ય કર્યું છે તે કોણ કરી શકે તેમ છે?' વિજયવેગે આભાર સાથે કહ્યું. રાજન” એ દિવ્ય વીંટીનો અદ્દભૂત ચમત્કાર જણાવું. ગયા વર્ષે શરદ્દ ઋતુમાં આપણા શત્રુ કુસુમશેખરને શિક્ષા દંડનાયકે કંડિનપુરથી કાચ્ચીનગરી તરફ પ્રયાણ કર્યું. વિશાળ સેના સાથે ત્યાં આવી, નગરીને ચારેતરફ ઘેરો ઘાલ્યો. કુસુમશેખર સામનો કરી શકે તેમ ન હોવાથી નગરના દરવાજા બંધ કરાવી યુદ્ધની બધી સામગ્રી એકઠી કરી કિલ્લામાં જ ભરાઈ રહ્યો. ગુપ્તચરોથી આ હકીક્ત જાણીને તેમણે નગરના દરવાજો તોડી નાખ્યા અને સેનાધિપતિ અંદર પ્રવેશ કરવા જાય છે ત્યાં જ કુસુમશેખરે અંદરથી પોતાના બચાવની કોશીશ કરવા માંડી. આમ કરતાં કેટલોક સમય પસાર થઈ ગયો. વસંત પંચમી (અનોત્સવતિથિ ની રાતે જ્યારે દંડનાયક પરિવાર સાથે પલંગ પર બેઠા હતા, સંગીત, ગીત, નૃત્ય ચાલી રહ્યું હતું, અને સહુ એમાં તલ્લીન થયા હતા, એટલામાં એકદમ કોલાહલ શબ્દ સંભળાયો. કાચરક અને કાડરાત નામના બે ઘોડેસ્વારોએ આવીને ખબર આપી કે, “દંડનાયક ! કાંચીના ઉત્તરદિશાના દરવાજેથી શત્રુનું સૈન્ય સજ્જ થઈને આ તરફ ધસી રહ્યું છે. આ સાંભળીને દંડનાયક સફાળા થયા અને સન્યને તૈયાર રહેવા રણવાદ્ય વગડાવ્યું. બંને સન્યને વિશાળ મેદાનમાં ભેટો થયો. યુદ્ધ શરૂ થયું. ઘોર સંગ્રામ ખેલાયો. ક્ષત્રિના બે ભાગ તે વીતી ગયા અને ત્રીજા ભાગના પ્રારંભમાં શત્રુના સૈન્યમાંથી એક શુરવીર રાજકુમાર દંડનાયક સામે વેગથી ધસી આવ્યો. બંને વચ્ચે દ્વ યુદ્ધ જામ્યું. દંડનાયક મોટી આફતમાં સપડાયા. ત્યારે મેં સમયસૂચકતાથી આપે મોકલાવેલી દિવ્ય વીંટી તેમની આંગળીમાં પહેરાવી દીધી. એના પ્રભાવથી શત્રનું સૈન્ય તત્કાળ નિદ્રાધીન બન્યું. દંડનાયકસામે ઝઝૂમતો ભડવીર રાજકુમાર પણ ત્યાંને ત્યાં રથમાં સ્થિર બની ગયો. આપણા સૈન્યમાં આનંદ ફેલાઈ ગયો અને આગળ વધવા એ પ્રયત્ન કરવા લાગ્યું. દંડનાયકે આગળ વધતા સૈન્યને સોગન આપી રોકી દઈ તેઓ એકદમ પેલા રાજકુમારના રથ પાસે પહોંચી ગયા. તેની સ્થિતિ અત્યંત કરુણાજનક હતી. આ કોણ છે?' શાથી અહીં આવ્યો ?” તે જાણવા દંડનાયકે તેને ચામર ઢાળતી નારીને પૂછયું. તેણીએ પણ આંખમાંથી ટપકતાં અશ્રુબિંદુ લૂછી નાખી દંડનાયકને કહ્યું હે મહાભાગ! મન્દભાગિની હું શું કહું! કહેવાથી તે કંઈ સજીવન થાય તેમ છે?, છતાં તમારે જાણવાની ઈચ્છા છે તે સાંભળોઃ- સિંહલદ્વીપના અધિપતિ ચંદ્રકેતુ મહારાજાને આ સમરકેતુ નામે યુવરાજ કુમાર છે. કુમારના પિતા ચંદ્રકેતુએ આ નગરીના રાજા કુસુમશેખરને મદદ કરવા આજ્ઞા કરી. તેથી આ કુમાર અહીં કાંચીમાં આવ્યો. અને પાંચ-છ દિવસ રહ્યો. આજે પ્રભાતમાં ગંગારિક પોષાક પહેરી એ કામદેવના મંદિરમાં ગયો અને ત્યાં જ બારણામાં આસન જમાવી બેઠો. દર્શનાર્થે આવતી નગરીની નારીઓને તે સ્નેહપૂર્વક નીહાળતો. સાંજ સુધી બેસી રહ્યો. રાતે પણ કમલ પત્રની પથારી બનાવી ત્યાં સૂઈ ગયો. - કોણ જાણે કેમ એને સૂછ્યું કે તરતજ અડધી રાતે એ પાછો આવ્યો, અને સૈન્યને એકદમ તૈયાર કર્યું. સહુએ ખૂબ સમજાવ્યો છતાં ન માને, સૈન્ય સાથે અહીં આવી તેણે યુદ્ધ શરૂ કર્યું, અને આ હૃદયદ્રાવક કરુણાજનક પરિસ્થિતિમાં મુકાયે. રાત્રિ પૂર્ણ થઈ સૂર્ય ઉદય થયે, શસૈન્યના સૈનિકોની મૂછ વૂળી ગઈ. રાજકુમાર પણ જાગ્રત થયે. અને શત્રુના સકંજામાં સપડાયેલ પોતાની સ્થિતિ જોઈને, ફરીથી તે મૂછિત થઈ ઢળી પડ્યો. થોડીવારે વનને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 190