________________
રાજહૃદય ભાગ-૧૩
કાળમાં તે જ્ઞાનની લબ્ધિ, વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી; તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી; ક્ષેત્ર આત્મા છે, તો પછી અવધિ મન:પર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે ? યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અન્ન જીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે. - જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ , શતા યોગ્ય છે પણ આત્મદષ્ટિએ જોતાં તે સંદેહનો અવકાશ નથી.
૪. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “સમય” છે, રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે, અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે; સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં, જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય તો તેને વિષે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. તે ઉપયોગનું એકસમયવર્તીપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાદિ યોગે ઉપયોગ મૂઢતાદિ ધારણ કરે છે, તેમ જ અસંખ્યાત સમયવર્તીપણું ભજે છે તે કષાયાદિને અભાવે એકસમયવર્તીપણું થાય છે; અર્થાત્ કષાયાદિના યોગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ્ય નહોતું તે કષાયાદિને અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. ઉપયોગનું એકસમયવર્તીપણું, કષાયરહિતપણું થયા પછી થાય છે; માટે એક સમયનું, એક પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનનો સંભવ નથી, અને કષાયરહિતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતો નથી. માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કષાયરહિતપણું જોઈએ, અને જ્યાં અત્યંત કષાયનો અભાવ