________________
પ્રાકૃત ભાષામાં તેના પયયને તે પછી ભાષામાં તેમજ હાલની બેલાતી ગુજરાતી ભાષામાં એમ વંશાવલિ આપી, એ ગે ચાતુર્વર્યના સમયમાં છે તે સાબીત કર્યું છે. આ બે પ્રકરણથી નીમા વણિક મહાજનની સંસ્કૃતિ અને મહત્તા ઉપર સારે પ્રકાશ પડે છે. ને તે સત્ય પુરાવાથી સિદ્ધ કરેલું છે. પ્રકરણ નવમામાં ગોત્રની મહત્તા વિજ્ઞાન દષ્ટિએ બહુજ અસરકારક રીતે વર્ણવી છે. આખા પુસ્તકમાં આ પ્રકરણ નવીજ ભાત પાડે છે. ખાસ આ એક વિશિષ્ટતા છે. દરેક નીમા વણિક મહાજનની વ્યક્તિએ અવશ્ય વાંચવાની જરૂર છે. પ્રકરણ દશમામાં અખિલ હિંદમાં નીમા વણિક મહાજન જ્ઞાતિ કયા ક્યા ગામમાં હાલ વસે છે ને ત્યાં તેમનાં ઘર અને મનુષ્યની સંખ્યા કેટકેટલી છે? તેના આંકડા આપ્યા છે. એટલું જ નહીં પણ તે દરેક ગામમાં ફરશા અને વીશા તથા કાવેજ અને એબી એ કેટલા કેટલા છે તેના આંકડા પણ બતાવ્યા છે. આવા ઉપયોગી પુસ્તકની એક એક નકલ દરેક વ્યક્તિએ પિતાના ઘરમાં વસાવવી એ નૈતિક તેમજ ધાર્મિક ફરજ છે.
પ્રકરણ ૧૧ તથા ૧૩ થી ૧૫ સુધી ચાર પ્રકરણમાં કપડવંજના વિશા નીમા વણિક મહાજનને ખાસ ઉપયોગી હકીક્ત છે. તેઓની, તેમનાં હાલમાં ચાલતાં લાણાની યાદી, ગોત્રોની વહેંચણું તથા વંશાવલી, તેમની જૂની તથા હાલની સ્થીતિનું વર્ણન એ બધું જેટલું કપડવંજના નીમા વણિક મહાજનને ઉપયોગી છે તેટલું જ બીજા ગામે વસતા નીમા વણિકને પણ ઉપયોગી છે. કારણકે એ બધી હકીક્ત પિતાને વાસ્તુ અનુકરણીય અને વિચારણીય છે.
| વિક્રમ સંવત ૨૦૦૧ ના કારતક સુદ ૧ થી વિક્રમ સંવત્ની એકત્રીસમી સદી શરૂ થાય ત્યારથી, આખી દુનિઓમાં અને ખાસ ભારતખંડમાં અણધાર્યા બનાવે એટલી ત્વરિત ગતિએ બન્યાં કરે છે કે તેને આપણે “અજાયબીઓ કહીએ તે ચાલે. આ બધી અજાયબીઓથી હાલની પ્રજા વાકેફ છે જેથી તેના પિષ્ટપેષણની જરૂર નથી. તા. ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૭ એટલે વિ. સં. ૨૦૦૩ માં હિંદમાં વગર લડાઈએ સ્વરાજ્ય મળ્યું. તેના આનંદમાં કહો કે પ્રજાની ઐક્યતા સાધવાની ધગશમાં કહે ગમે તે કારણ હેય પણ પ્રાંતિક સરકારેએ સામાજિક અને ધાર્મિક રૂઢિઓ સુધારવાના બહાને સમાજ, નાત, ગેત્ર, ધર્મ ઈત્યાદિના બંધારણેને નિષ્ક્રિય કરનારા કાયદાઓ સત્વરતા પુર્વક ઘડવા માંડયા. આથી આધુનિક ઉડ્ડખળ કેલવણીથી ઘડાએલા મગજવાળાં કેટલાંક યુવક યુવતિઓનું તે તરફ લક્ષ ખેંચાવા લાગ્યું. આથી સમાજ કે નાતના વિચિક્ષણે આગેવાનોને પિતાની સમાજ કે નાતની ફિકર પિઠી. તેથી પિતાની નાતનાં જન્મસ્થાન, જન્મસમય, કુલદેવદેવી, કુલાચાર ઇત્યાદિ પરંપરાથી ચાલતી આવતી ધાર્મિક અને સામાજિક પદ્ધતિમાં સમયને અનુસરતે યોગ્ય સુધારે કરી તેના સત્ય તત્વેથી પોતાની