________________
વહેંચવું અગર વેચવું હોય તે કઈ રીતે વેચવું તે બધુ પ્રકાશકની મુનસફ્રી ઉપર છે. લેખકે આ પુસ્તક સેવાભાવથી લખ્યું છે. માત્ર એટલી જ ઈચ્છા છે કે આ પુસ્તક અખિલ હિંદ નિવાસી નીમા વણિક મહાજનના દરેક ઘરમાં પ્રવેશ કરે તે ઉપરાંત કુલગુરૂઓના પણ દરેક ઘરમાં પ્રવેશ પામે.
આ પુસ્તકમાં જે કંઈ સારું છે તે મૂળ ઉત્પાદક તથા હાલના સહાયક તથા સલાહકારની તિવ્રબુદ્ધિનું પરિણામ છે. તે ઉપરાંત કેઈને પણ અણગમે કે ઉણપ જણાતી હોય તે તે લેખકની અલ્પ બુદ્ધિનું પરિણામ છે. આ કાર્યમાં જેમ બને તેમ રાગ-દ્વેષ એ જેડકા દુર્ગુણને દૂર રાખવા પ્રયત્ન કર્યો છે. છતાં કેઈપણ વ્યક્તિ કે સમાજ કે જથાને જાણે અજાણે અણગમાનું વિધાન જણાય તે તે માટે લેખક ક્ષમા માગે છે.
આ પુસ્તકમાં કેટલીક જગાએ પુનરૂક્તિને દોષ જણાય છે, તે થવાનાં અનેક કારણે છે. (૧) પુવાપર સંબંધ બતાવી વર્ણન શરૂ કરવાની શૈલીને લીધે પ્રથમ લખેલી બીના પાછળથી લખવામાં લાવવી પડે છે. (૨) કેટલીક બાબતે એવી છે કે સત્ય અર્થના જ્ઞાનના અભાવે મૂળ વસ્તુ ઘણું સૈકાથી ભૂલાઈ જવાને રસ્તે ચઢી છે. તેને વારંવાર લખવાથી એ અજ્ઞાનને પડદો દૂર થાય તે હેતુથી એ વસ્તુની વારંવાર પુનરૂક્તિ કરવી પડી છે. (૩) લેખકની પિતાની કમ આવડે તને લીધે પણ એ દેષ આવવાનો સંભવ છે. આ માટે સમજું વાચક વર્ગની પાસે ક્ષમા યાચના છે. તે હંસ ક્ષીર નીર ન્યાયે ક્ષમા મળશે એ વિશ્વાસ છે.
આ પુસ્તક નીમા વણિક મહાજન જ્ઞાતિને માટે લખાયું છે. આગળ લખાઈ ગયું છે તેમ આ સંગ્રહને પુસ્તક સ્વરૂપ આપનાર એટલે પુસ્તકના પિતા તરિકે ગણીએ તો વાડીલાલ મનસુખભાઈ પરીખ છે. તેમના ઉત્તેજનથી પ્રેરાઇ લેખકે, સંશોધકે અને સુધારકે માત્ર સેવા ભાવથી કામ કર્યું છે. શુભ આશયનું ફળ તેની ઈચ્છા કરીએ અગર ના કરીએ તે પણ સારું ફળ આવે એ કર્મને હવભાવ છે. પ્રથમ માત્ર કપડવંજની નાત પૂરતુજ પુસ્તક લખવાનું કે છપાવવાનું હતું. પરંતુ તેમાં રહેલી ઉચ્ચભાવના અને મrષા જ આરાબી સારવાર સુરિશ્વર જેવા ત્યાગ મૂર્તિના આશિર્વાદથી બહુ વિપૂલ સામગ્રી મળવા લાગી અને તેથી માત્ર કપડવંજનાજ નહીં, ગુજરાતના જ નહીં, પરંતુ લગભગ અખિલ હિંદના નીમા વણિક મહાજનની જ્ઞાતિને ઈતિહાસ, જે પૂરા અંધારામાં ગંધાઈ રહ્યો હતે તે અંધકારને પડદો દુર થઈ કંઈક પ્રકાશ આવ્યો અને આ એપવંતી જ્ઞાતિનાં ઉજમાલાં ભવિષ્યની આશા કિરણની ઝાંખી થઈ
આ બધે જશ ખફ જોઈએ તે શ્રીયુત વાડીલાલ મનસુખભાઈ પરીખને " ફાળે જાય છે. આ પુસ્તકને છપાવી તેને ગ્ય કમતે વેચવાની ફરજ હવે કપડ