________________
નિવેદન.
આ પુસ્તકના દરેક પ્રકરણની શરૂઆતમાં સમજ પડવા જેવી સમજુતી આપી પૂર્વાપર સંબંધ જોડીને પછીજ મૂળ વિષયનું લખાણ શરૂ કર્યું છે, છતાં એક રિવાજ તરિકે પુસ્તકની અંદર આવેલા વિષયે સંબંધી કંઈક વધારે સ્પષ્ટતા કરી અજવાળું પાડવું જોઈએ, તે રિવાજને ભંગ કરવાનું કંઈ કારણ નથી. આ કઈ મનુષ્યનું જીવન ચરિત્ર નથી. કેઈ સિદ્ધાંતનું પ્રતિપાદન નથી. માત્ર fથમા વાળિ ઉર્ફે નીમા વણિક મહાજનની જ્ઞાતિને ઇતિહાસ છે. (૧) જીની હસ્ત લિખિત પ્રતોમાંથી (૨) દેવાલયના શિલાલેખેથી (૩) બીજી નાતનાં અને દેવસ્થાનોની હકીકત વાળાં છાપેલાં પુસ્તકમાંથી () મધ્ય ભારત દશા નીમા વાણિઆની પ્રવાસ કમિટિએ છપાવેલા રિપોર્ટ ઉપરથી (૫) બોમ્બે ગેઝેટિઅરના મુંબઈ સરકારે છપાવેલા “ગુજરાત સર્વ સંગ્રહ” નામના પુસ્તકમાંથી તથા (૬) “કપડવંજ શહેરનું વર્ણન” એ નામના છપાવેલા પુસ્તકમાંથી, એમ જ્યાં જ્યાંથી આ નીમા વણિક મહાજનની વાત સંબંધીની હકીકત મળી આવી ત્યાં ત્યાંથી મેળવી એક જગાએ એકઠી કરેલી હકીકતને આ સંગ્રહ છે. આ સ્થળે ઉપરોક્ત ગ્રંથકર્તાઓને આભાર માનવાની રજા માગું છું. - આ ઈતિહાસમાં આખિલ હિંદ નિવાસી શા અને વિજ્ઞા ઉપભેદે સહિતના સમસ્ત નીમા વણિક મહાજન જ્ઞાતિને અતિ ઉપયોગી હકીકતને સંગ્રહ છે. એમાં વણિકની નાતનું મૂળ જન્મ સ્થાન, જન્મ સમય, તેને અડસટ્ટો, તેમના ગૃહસ્થાશ્રમના ધર્મ સંબંધીનું જ્ઞાન, તેમની નાતનું તથા ગોત્રનાં નામ, તે પડવાને સમય તથા તેના કારણે તેમજ તેમના કુળદેવ, કુળદેવી. કુળાચાર તથા તે સંબંધીની વિધિ કરાવનાર ને તે ઉપર દેખરેખ રાખનાર કુળગુરૂ વિગેરેનાં વર્ણન, ઈત્યાદિ મળી શકી તેટલી પ્રમાણભૂત સાચીતિઓ સાથેની હકીકત આપેલી છે. જે દરેક નીમા વણિકને જાણવાની અને તેને તાત્વિક વિચાર કરી તેને હાર્દિક સન્માન પૂર્વક અપનાવી તેનાં યજન, પૂજન, સેવા વિધિ જાણું લઈ તેને અમલમાં મૂકવાની આ કટોકટીના સમયે ખાસ જરૂર છે.
આ પુસ્તકના પ્રકરણ ૭ થી ૧૦ સુધીના ચાર પ્રકરણ ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. નીમા વણિક મહાજનની જાત બ્રાહ્મણોની જાત જેટલીજ પુરાતની, સંયમી, જુની સંસ્કૃતિ અને વંશની વિશુદ્ધિની સંરક્ષક વૃત્તિ વાળી હેઈ, બ્રાહ્મણોના જેટલાજ સમાજમાં માન પામવાને હકકદાર છે. તે પ્રકરણ સાતમા નિયમા વૈરવા વાળા પ્રકરણમાં મળી શકી તેટલી સત્ય હકીકતથી સાબીત કર્યું : છે. તે ઉપરાંત પ્રકરરા ૮ મા ગેત્રેના નામના મૂળ સંસ્કૃત શબ્દો અને પછી