________________
શ્રી વીરપ્રભુના પૂર્વ માતાપિતાને સંબધ. (૧૧) ગૌતમ ગણધરે જાણતા છતાં પણ ભવ્ય જીવોને પ્રતિબંધ પમાડવા માટે વિનયથી શ્રી વીર પ્રભુને પૂછયું. “હે જિનવરંદ્ર! તમને જોઈને આકુલ વ્યાકુલ ચિત્તવાલી, વૃદ્ધાવસ્થાવાલી અને સતી એવી આ દેવાનંદાના સ્તને કેમ કરે છે?” પ્રભુએ કહ્યું.
હે ઈંદ્રભૂતિ ! નિશ્ચ એ સર્વ મેહનું વિલસિત છે” ગતમે કહ્યું. “એ શી રીતે ? જિનેશ્વરે સર્વ વાત કરવાનો આરંભ કર્યો. શ્રીવીર પ્રભુ, મૈતમને કહે છે કે
પૂર્વે આ પ્રશ્ન ભરતચક્રતિએ શ્રી આદિનાથને પૂછયે હતું કે “હે સ્વામિન્ ! આ પષદામાં કઈ એવો છે કે જે ભવિષ્યકાલમાં જિનેશ્વર થવાનું હોય? ” શ્રી રાષભદેવ પ્રભુએ કહ્યું. “હે ભરત ! સભામાં એ કઈ જીવ નથી જે આવતા કાલમાં જિનેશ્વર થાય. પરંતુ સભાની બહાર ત્યારે પુત્ર મરીચિ જે ત્રિદંડી થઈ રહેલો છે તે આ ચોવીશીમાં ત્રણ જગતને પૂજ્ય એ શ્રી વર્ધમાન નામે ચોવીસમે જિનેશ્વર થશે. વલી તે મહાવિદેહ ક્ષેત્રની સૂકા નગરીમાં પ્રિય મિત્ર નામે ચકવતિ અને આ ભરતક્ષેત્રમાં આદ્ય ત્રિપૃષ્ટ નામે વાસુદેવ થવાને છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી અત્યંત હર્ષ પામેલ ભરત, જિનેશ્વરને પ્રણામ કરી તુરત પરિવાર સહિત મરીચિને વંદન કરવા ગયા. ત્યાં તેણે મરીચિને કહ્યું “હે મરીચિ ! તું મૂકા નગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી થવાનું છે ને આ ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ટ નામે પહેલે વાસુદેવ થવાને છે એ હેતુથી નહિ પરંતુ તે છેવટે આ ભરતક્ષેત્રમાં ચોવીશ વીર નામે તીર્થકર થવાનું છે માટે ભક્તિથી તને વંદન કરું છું.” ભરત ચક્રવતી મરીચિને આ પ્રમાણે કહી અને તેની ત્રણ પ્રદક્ષિણા પૂર્વક ભક્તિથી વંદના કરી પોતાની વિનીતા નગરી પ્રત્યે ગયે. પાછલ જેને અભિમાનને સમૂહ ઉત્પન્ન થયે છે એ મરીચિ ભુજામ્હાલન કરીને મોહથી પિતાના મુખવડે આ પ્રમાણે કહે છતે બહુ નાચા લાગ્યા. “અહો ! યુગદીશ હારા પિતામહ (દાદા) છે. ભરત ચક્રવતી જેવા હારા પિતા છે. હું પણ સર્વે વિષ્ણુને પણ મુખ્ય વિષ્ણુ થઈશ અર્થાત્ ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ થવાને છું. ખરેખર અમારા કુલમાં સર્વે પદાર્થો મોટાઈનાજ આવી મલ્યા છે માટે લોકમાં નિરંતર અમારું કુલ સર્વોત્તમ છે.” આ પ્રમાણે અત્યંત કુલમદ કરતા એવા મેહને વશ થએલા તે મરીચિએ બહુ દઢ એવું નીચ ગોત્ર કમ ઉપાર્જન કર્યું. પછી મરીચિ, ભવ્યજીવને બેધ પમાડી ઉત્તમ સાધુઓ પાસે મેકલવા લાગે. કોઈ પૂછે ત્યારે તે કહેતે કે હારી પાસે નિર્મલ ધર્મ નથી. કેઈ એક દિવસે તે મરીચિને કાંઈ વ્યાધિ થઈ આવ્યું. સર્વ વિરક્ત એવા સાધુઓથી પણ સહાય વિના નિરંતર ચારિત્ર પાળી શકાતું નથી એમ માની વિચાર કરવા લાગ્યો કે “હારાથી સહાય વિના આ દુષ્કર એવું તપસ્વીપણું પાળી શકાશે નહીં. માટે હું એક વિનય શિષ્ય કરીશ.” એકદા મરીચિ નિરોગી થશે એટલે કપિલ નામને કઈ પુરૂષ તેને ધર્મ પૂછવા લાગ્યું. તેથી તે તેની આગલ યતિધર્મનું વર્ણન કરવા લાગ્યું. તે ધર્મ સાંભલીને પછી પ્રતિબધ પામેલા કપિલે કહ્યું કે “તે ધર્મ મને