________________
M
(૧૦)
શ્રીષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. હવે દીર્ધકાલે પ્રાપ્ત થએલા રાજ્યવાલા અને રસમાં લુબ્ધ થએલા મનવાલા મૂઢ કંડરિકે બહુ સરસ આહારે ભક્ષણ કર્યા જેથી તેને અજીર્ણ થયું. આવા વૃથા દુઃખરૂ૫ સમુદ્રમાં મગ્ન થએલા તે ભૂપતિએ, પોતાના અજીર્ણની ચિકિત્સા માટે તત્કાલ શ્રેષ્ઠ મંત્રિઓને બોલાવ્યા પરંતુ “આ સંયમ ત્યજી દેનારાનું મુખ જેવાથી આપણને પાપ થાય” એમ ધારીને પ્રધાનાદિ કઈ પુરૂષ તેની પાસે ગયા નહીં, કુંડરિક રાજા વિચાર કરે છે કે “હાર આપેલ ગ્રાસ ભેગવવાથી સુખી થએલા આ પ્રધાનાદિ સેવકે હારી પાસે આવતા નથી તેમ મહારૂં કહેલું કરતા પણ નથી જેથી સવારે એ દુને કુટુંબ સહિત પકડીને હારી નાખીશ.” આ પ્રમાણે વૃદ્ધિ પામતા રદ્ર ધ્યાન રૂપ મહા સમુદ્રમાં મગ્ન થએ તે ઘાઢ વેદનાથી પરાભવ પામતે છતે મૃત્યુ પામીને સાતમી નરક પ્રત્યે ગયે. જેમ નિર્ધન માણસ દ્રવ્યને ભંડાર મલવાથી હર્ષ પામે તેમ અત્યંત સંવેગના રંગથી પૂર્ણ એવો તે પુંડરિક દીક્ષાની પ્રાપ્તિથી બહુ સંતોષ પામવા લાગ્યા. અત્યંત સુકમાલ છે હાથ પગનાં તલીયાં જેમનાં તેમજ પુષ્ટ શરીરવાલા, માર્ગમાં કાંટા અને કાંકરાની પીડાને સહન કરતા વલી સુધા તૃષાના પરિષહને સહન કરવા પૂર્વક પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિમાં પ્રીતિવાલા, અનશન ગ્રહણ કરવાથી બહુ પીડા પામેલા અને અતિ વૃદ્ધિ પામતા શુભ પરિણામવાલા તે પુંડરિક રાજર્ષિ થડા કાલમાં મૃત્યુ પામીને તુરત સર્વાર્થસિદ્ધ નામના વિમાન પ્રત્યે ગયા. શ્રી પુંડરિક રાજાનું દર્શન અને શુદ્ધ ચારિત્રનું પાલન સાંભલીને બીજા ભવ્ય પુરૂષોએ પણ શુદ્ધ ચારિત્ર પાલવું.
" इति ऋषिमंडल वृत्तौ द्वितीयखंडे श्रीपुंडरिक-कुंडरिक कथा." ।
वीरजिणपुष्वपिअरो देवाणंदा य उसमदत्तो अ॥ . ફારસંવિવો હોઉ સિવ પત્તા / ૬૪ .
શ્રી વીર પ્રભુના પૂર્વના માતા પિતા દેવાનંદા અને ઋષભદત્ત એ બન્ને દીક્ષા લઈ, એકાદશાંગીના જાણ થઈ મોક્ષ સુખ પામ્યા. છે ૬૪
એકદા શ્રી મહાવીર જિનેશ્વર, પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા બ્રાહ્મણ કુંડ ગામને વિષે સમવસર્યો. તે વખતે ત્યાં દેવતાઓએ ઉત્તમ એવી સમવસરણની રચના કરી. મનુષ્ય, દેવતા, ભુવનપતિ, સાધુ અને સાધ્વીથી સર્વ સભા ભરપુર ભરાઈ. દેવાનંદા સહિત ઋષભદત્ત પણ ત્યાં આવ્યા. વિશ્વમાં અતિશાયિ રૂપાલા, મહા સુખરૂપ જલ સમૂહના કૂવા રૂપ, અને ચાર પ્રકારના જિનધર્મને ઉપદેશ કરતા એવા ભગવાનને જોઈ પુત્રના પ્રેમથી અતિ હર્ષ પામેલી અને રોમાંચ થએલી શરીરવાલી દેવાનદાની વૃદ્ધાવસ્થા છતાં પણ તેના સ્તને ઝરવા લાગ્યા. દેવાનંદાની આવી અવસ્થા જોઈ