________________
સગ - ૧ ] . પરંતુ પિતાની ઈચ્છાથી પિતાજીને પસંદ વસ્તુની સિદ્ધિ કરનાર પુત્ર તું એક જ છે. રાજાએ ભીષ્મની ખૂબ જ પ્રશંસા કરી, અને દીર્ધાયુના આશિર્વાદ આપ્યા, શુભ મુહૂર્ત શાંતનુરાજાએ સત્યવતી સાથે લગ્ન કર્યા. સત્યવતીમાં આસક્ત રાજા શાંતનુ ત્રણ પ્રકારના પુરૂષાર્થમાં “કામ” પુરૂષાર્થની વધારે ઉપાસના કરવા લાગ્યા. સત્યવતીએ બાલસૂર્યની જેમ તેજસ્વી પુત્રને જન્મ આપે. જેનું નામ ચિત્રાંગદ રાખવામાં આવ્યું ત્યારબાદ કેટલાક સમયે વિચિત્રવીર્ય નામના બીજા પુત્રને જન્મ આપ્યું. ભીષ્મ પિતાના બંને નાના ભાઈ એ ઉપર હેત ધરાવતા હતા, બંનેની બાળકીડાઓ જોઈને ખૂબ આનંદ પામતા હતા. રાજા શાંતનુ ધર્મારાધન કરતાં કરતાં સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. ભીમે વિધિપૂર્વક પિતાની ઉત્તરક્રિયા કરી, ખરેખર! ભીષ્મ જેવા પુત્ર પિતાને સુખરૂપ જ હોય છે.
ભીમે બાળક ચિત્રાંગદને રાજ્ય ઉપર બેસાડ, મહાન આત્માએ પિતાની લીધેલી પ્રતિજ્ઞાના પાલનમાં કોઈ દિવસ પાછા પડતાં નથી. ગ્રીષ્મઋતુની સમાન ભીમે પિતાના ભાઈને તમામ પ્રકારનું શિક્ષણ આપ્યું. ચિત્રાંગદ શત્રુઓના હૃદયમાં શલ્યની જેમ ખુંચવા લાગ્યો. એક વખત ચિત્રાંગદ એકલે જ યુદ્ધ કરવા માટે નીકળ્યો, નિલાંગદ નામના રાજાએ યુદ્ધમાં ચિત્રાંગદને મારી નાખે. ભીષ્મને ખબર પડી ત્યારે નિલાંગદને મારી ભાઈના મૃત્યુને બદલે લીધે. બધુવત્સલ ભીમે ફરીથી નાના