________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
શાસનસેવાના અંગે કઈ ગુણીજનનું ચરિત્ર લખાઈ બહાર પાડવામાં હું નિમિત્ત કારણ થાઉં તે સારૂં, એવા વિચારથી કેટલાક પ્રશ્નો તૈયાર કરી, તે છપાવી તેવા પ્રકારનું સાહિત્ય ભેગુ કરવાની શરૂવાત પણ કરેલી હતી.
સંવત ૧૯૭૬ ના ઉહાળાની શરૂવાતમાં, વિશેષે કરી મહારા ઉપર ઉપકાર કરવાના ઉદ્દેશથી, પરોપકારી, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય મેહનસુરીજી મહેસાણાથી વિહાર કરી વડોદરે પધાર્યા હતા. તેમની સાથે તેમના મૂખ્ય શિષ્ય પન્યાસજી મહારાજ શ્રી પ્રતાપવિજયજી, મુનિ ઉદયવિજયજી, અને નવીન દીક્ષિત મુનિ ધર્મવિજયજી હતા.
વ્યાખ્યાનના વખત શિવાય ખાસ વખત કાઢીને શ્રીમદ્ ઉમાસ્વાતી વાચકકૃત શ્રી તત્વાર્થસૂત્ર, જેના ઉપર શ્રી સિદ્ધસેન સૂરીએ ઘણુંજ સારી વિસ્તારવાળી ટીકા સંસ્કૃત ભાષામાં કરેલી છે, તે ગ્રંથ સંભળાવવા તથા સમજાવવાને તેઓશ્રીએ કૃપા કરી. તેને લાભ બીજા કેટલાક જીજ્ઞાસુબંધુઓ પણ લેતા હતા.
ચેમાસા માટે સુરત વિગેરે સ્થળના સંઘ તરફથી વિનંતી છતાં, ખાસ ઉપકારાર્થે જ તેઓશ્રીનું ચાતુર્માસ તે સાલમાં વડોદરામાં થયું. વ્યાખ્યાનમાં શ્રી સ્થાનાંગસૂત્રનું વાંચન ચાલતું હતું. ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી તેઓશ્રી અત્રેજ બીરાજતા હતા.
સંવત ૧૯૭૭ના માગસર સુદ ૧. તા. ૧૧-૧ર-૧૦ ની પાછલી રાત્રે જાગૃત થતાં, લોકોત્તર મહાપુરૂષ ભગવંત મહાવીર પ્રભુનું ચરિત્ર ગુજરાતી ભાષામાં લખવાના વિચાર ઉદ્ભવ્યા. જેમનું જીવન પરમશુદ્ધ છે, જેમનું બળ, વીર્ય, પરાક્રમ, ચરિત્ર, ઉત્તમોત્તમ અને અનુકરણીય છે, એવા તીર્થંકર પ્રભુનું ચરિત્ર લખવાના વિચારે એ ઘણું જેર કર્યું. તૂર્ત તે વિચારે નોટબુકમાં ટાંકી રાખ્યા. તે વિચારની શરૂવાત કરતાં આ પ્રમાણે ટાંચણ કર્યું છે.
ભગવંત શ્રી મહાવીરચરિત્ર ગુજરાતી ભાષામાં લખવાને
For Private and Personal Use Only