________________
વડીલ મિશ્રિલાલજીએ પૂ. શ્રી કનકસૂરિજી કચ્છ વાગડના ઉધ્ધારક તરીકે જાણીતા હતા, તેમની પાસે દીક્ષિત થવાનું નક્કી કર્યું.
આમ વડીલ, અક્ષયરાજ, પત્ની, બે બાળકો પછી જાણે લાઈન લાગી. સાળો ભત્રીજો સાતની મંડળી જામી.
ફલોદી નગરી ધન્ય થઈ ગઈ. એક સાથે સાત સાધકો સંયમમાર્ગે જઈ રહ્યા હતા. અતિભવ્ય આયોજન સાથે સાત દિવસ ઉત્સવરંગે સાત સાધકો સંયમ માર્ગે વળ્યા. ધન્ય તે ધરા.
ખૂબ જ ભવ્ય રીતે પ્રસંગ ઉજવાયો. સંયમને માર્ગે પ્રયાણ પછી પ્રમાદ કેવો? અક્ષયરાજ હવે કલાપૂર્ણ સાધુ થયા. શાસ્ત્રાભ્યાસ કરી, વિનયયુક્ત કલાપૂર્ણ ગુરુજનોની વૈયાવચ્ચ પણ કરતા. તેમની યોગ્યતાને કારણે થોડાજ વખતમાં તેમને અનુક્રમે પન્યાસપદવી પછી આચાર્યપદવી આપવામાં આવી.
તેઓએ કચ્છવાગડને પોતાની સાધના ભૂમિ તરીકે સ્વીકારી હતી. ત્રીસ વર્ષ સુધી તે જ પ્રદેશમાં વિચર્યા. કચ્છની પ્રજામાં જૈનધર્મનો બોધ પ્રસાર કરી પ્રજાને યોગ્ય માર્ગે વાળી. કચ્છની પ્રજા આજે પણ તેમને દિવ્યપુરુષ તરીકે જાણે છે. તેઓ પોતાની પાછળ જાહેર થતી ચમત્કારની વાત ને ગૌણ કરી દેતા, તેવી જાહેરાતો થવા ન દેતા.
લગભગ ત્રીસેક વર્ષ પહેલા કચ્છમાં સમાચાર મળ્યા કે આચાર્ય રજનીશ કચ્છમાં પોતાનું ભવ્ય સ્થાન કરવા માંગે છે તે સમયે આ. રજનીશના કુંડલીની જાગૃતિ કરવા વિગેરેના સમાચાર દેશ વ્યાપી થયા હતા તેના કેટલાક દૂષણો જાણી, આચાર્યશ્રીએ સંઘના આગેવાનોને એકઠા કરી સમજાવ્યા કે આ. રજનીશનો કચ્છમાં પગપેસારો થશે તો કચ્છની પ્રજા તેમનાથી ભરમાઈ જશે, દૂષણો પેદા થશે, ગમે તેમ કરી આ. રજનીશને કચ્છમાં આવતા રોકો.
ગામ આગેવાનો તે વખતના મંત્રીઓને મળ્યા અને આ. રજનીશના પ્રવેશનો પ્રતિબંધ જાહેર થયો. આમ તેઓ ભાવિના સંકેતને સમજી લેતા હતા.
ત્રીસ વર્ષે કચ્છની બહાર નીકળ્યા અને અમદાવાદ સંમેલનમાં આવ્યા ત્યાર પછી મદ્રાસ-ચેન્નાઈ, બેંગલોર, હૈદરાબાદ વિગેરે શહેરોમાં
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો