________________
ઉત્સવ
વખાણ કરતાં થાકતી નહતી.
રાજ્યના લાડિલા મહામંત્રી અભયકુમારનું નામ તો કોઈની જીભ પરથી ખસતું જ નહોતું.
મંદિરમાં પૂજન અને ઘંટાર ચાલી રહ્યાં હતાં. ભિક્ષુકને અન્ન, વસ્ત્ર અને દ્રવ્યનાં દાન આપીને સંતોષવામાં આવતાં હતાં. સંતોષ પામીને સહદયના અપાતા આશિર્વાદના પ્રભાવે તપતું રાજગૃહનું તેજસ્વી રાજ આજે હર્ષઘેલું બની ગયું હતું.
સૂર્યોદયને એકાદ ઘટિકા વીતિ હશે ! રાજગૃહી નગરીની રાજસભા ભરાઈ હતી.
મગધ દેશની રાજલક્ષ્મીના ગૌરવને સંપૂર્ણ પણે વ્યકત કરતા શિલ્પકલાના આદર્શ રૂ૫ અને અત્યંત સુશોભિત વિશાળ સભાભવનમાં મહારાજા બિમ્બિાસાર પોતાનાં બહુ મૂલ્યવાન વસ્ત્રાલંકાર, રાજચિન્હ અને હીરક વલય રૂ૫ રાજ મુગટ ધારણ કરીને રત્નજડિત સુવર્ણમય સિંહાસન પર બિરાજ્યા હતા. તેમની જમણી બાજુએ રાજ્યના સ્તંભ સમા બુદ્ધિપ્રધાન મહામાત્ય અભયકુમાર પોતાનો પ્રભાવ પાડતા પોતાના આસનને શોભાવી રહ્યા હતા.
તે ઉપરાંત અન્ય મંત્રીઓ, દેશાધિપતિઓ, નાયકે, સાધિવિગ્રહો, મહાસાંધિવિગ્રહ અને અક્ષ પટલિકોનાં આસનો પણ ભરાયેલાં હતાં. ૧ મહારાજ શ્રેણિકનું બીજું નામ. ૨ આ અધિકારી પ્રાન્તના મંત્રીના હાથ નીચે રહેતા અને પ્રાંતના સ્થળે રહીને
વહીવટ ચલાવતો તે મંત્રીને વિશ્વાસુ માણસ ગણાતે. ૩ દૂરના પ્રાંત કે પ્રદેશમાં જે સૈન્ય રાખવામાં આવતું, તેને ઉપરી નાયક
કહેવાત. દરજજો દેશાધિપતિ જેટલો જ હતો. ૪ પર રાજ્યમાં જે પ્રતિનિધિ (એલચી) રહે, તે સાંધિવિગ્રહક કહેવાતે
પર રાજ્યો સાથે રાજ્ય વ્યવહાર તેની મારફતે ચાલ. યુદધના સમયમાં તે સંદેશવાહકનું કામ કરતે.