________________
ચાલે એમ નથી, અને સધબળ તૂટતાં આપણી અધોગતિનાં પગરણ મડાયાં. આજે આપણે આઝાદ થયા છીએ. મે એટલે આપણી સામાજિક પ્રગતિમાં આડે આવનાર પરદેશી સરકાર હવે આપણે ત્યાં રહી નથી. મહાત્મા ગાંધીએ ચિંધેલા રસ્તે આપણા સમાજનું નવઘડતર કરવાના આજે સુઅવસર છે. અનેકાનેક જ્ઞાતિઓમાં વહેંચાઈ ગયેલા આપણે સૌએ વિકાસને પથે જવાનુ છે. આ સોગમાં જ્ઞાતિ અને જ્ઞાતિજના વિશે ગાંધીજીએ ધણું માર્ગદર્શન કર્યું છે. તેમના એ બાબતાના વિચારાના સારરૂપ નીચેના કરો તેમના જ શબ્દોમાં અત્રે નેધવે યોગ્ય માનું છું.
1 '
1:
‘પ્રત્યેક ધર્માં પ્રેમીને મારી વિનયપૂર્વક સલાહ છે કે, તેણે જ્ઞાતિઓની નાના પ્રકારની ખટપટામાં ન પડતાં પોતાના કર્તવ્યમાં પરાયણ રહેવું. કભ્ય પોતાના ધર્મનુ ને દેશનુ રક્ષણ કરવાનુ છે. ધનુ રક્ષણ નાનકડી જ્ઞાતિનુ અયેાગ્ય રક્ષણ કરવામાં નથી, પણ ધાર્મિક આચરણમાં છે. ધર્મનુ રક્ષણ એટલે હિંદુ માત્રનું. હિંદું માત્રનું રક્ષણ, પોતે ચારિત્રવાન ખનવામાં જ રહેલુ છે. ચારિત્રવાન બનવું એટલે સત્ય, બ્રહ્મચર્ય, અહિંસાદિ વ્રતો પાળવાં, નિર્ભય બનવું~એટલે કે મનુષ્યમાત્રના ભય છોડવા, થ્થિર ઉપર શ્રદ્ધા રાખવી, તેનાથી ડરવું. તે આપણાં સર્વ કર્મોના, સર્વ વિચારાના સાક્ષી છે, એમ જાણી મેલા વિચારો કરતાં પણ કે પવુ, જીવમાત્રને સહાય કરવી. પરધર્મી ને પણ મિત્ર ગણવા, પરોપકારમાં પેતાના ઢાળ ગાળવા ઇઇ. પેટા જ્ઞાતિની હયાતી હાલ તા જ ક્ષતન્ય ગણાય, જે તેઓનુ સમગ્ર કામ એકદરે ધર્મને અને દેશને પોષનારૂ હાય. જે જ્ઞાતિ આખા જગતના ઉપયોગ પાતાને સારૂ કરે તેને નાશ હોય. જે જ્ઞાતિ પોતાને ઉપયાંગ જગતના કલ્યાણને અર્થે થવા દે તે ભલે જીવા” (જુએ મહાત્મા ગાંધીજી કૃત વર્ણવ્યવસ્થા; પહેલી આવૃત્તિ; પાનું ૧૩૫-૩૬ ).
અંતમાં આજે કપડવ જતે છેલ્લા દશકાથી તન, મન અને ધનથી મદદ કરનાર, કપડવ જી. એને કામધંધે વળગાડવામાં પૂરેપૂરા મદદરૂપ થનાર, ઉચ્ચ કેળવણી લેવાની ધગશવાળાને અને વધુ કેળવણી માટે પરદેશ જવાની ઈચ્છાવાળાએને યોગ્ય ઉત્તેજન આપી મદદરૂપ થનારું, સેવાભાવી એ જૈન ભાઇઓને અત્રે મારે ઉલ્લેખ કરવો જોઇએ. એક તેા જયંત મેટલ વર્ક સુવાળા સ્વ. શ્રી. ચિમનલાલ ડાહ્યાભાઈ અને બીજા મુ. શ્રી. વાડીલાલ પારેખ. આ ભાઇઓની સખાવત કેઈ કપડવ થી અજાણી નથી. સ્વ. ચિમનલાલનું અકાળે અવસાન થયું તે કપડવ ંજ માટે એક મોટી કમનસીખી થઈ છે. મુ. શ્રી. વાડીલાલ પારેખ સાથે કામ કરવાનેા મને એક કરતાં વધારે વખત મેાકેા મળ્યો છે. કપડવંજની જાહેર સંસ્થાઓમાં જવાબદાર હોદ્દેદારા તરીકે સાથે કામ કરવાના પ્રસંગેા પણ મને પ્રાપ્ત થયા છે. આજે ૬૬ વર્ષની પાકટ ઉમરે પણ નાત, જાત કે કેમના ભેદભાવ વિના સૌ કપાવ જીઓની યથાશકિત સેવા કરવાની તેમની ધગશ જેવી અને તેવી કાયમ છે. આપણા વહાલા વતન કડવંજની સેવા માટે પ્રભુ તેમને દીર્ઘાયુ બક્ષા અને પુણ્યભૂમિ કપડવજને તેમની દરે* પ્રકારની સેવાા મળતો રહેા એ જ પ્રાર્થના.
પુણ્યભૂમિ કપડવંજને। જય હો !
સેવાસંધ કપડવ જ 'ત': ૫-૫-૧૯૫૩,
શાન્તિલાલ જીવણલાલ ગાંધી