________________
હા.
અને તે ભગવાનના ગુણોનું ઉત્કીર્તન = સ્તવન નિર્જરાનું કારણ બને છે અને એથી તે ઉત્કીર્તન મંગલ છે એ વાત સ્પષ્ટ જ છે.
જેમ તપ નિર્જરાનું કારણ બનતું હોવાથી એ મંગલ તરીકે પ્રસિદ્ધ જ છે. તેની જેમ અહીં સ્તવન પણ નિર્જરાનું કારણ બનતું હોવાથી એ મંગલ તરીકે સ્પષ્ટ જ છે અને મંગલરૂપ ઉત્કીર્તન જ અહીં ગાથામાં કહેલું હોવાથી અમે અવતરણિકામાં કશું ખોટું કહ્યું નથી.
રૂતિ' શબ્દ ઉત્તરની સમાપ્તિનો સૂચક છે. વિશેષાર્થ (૧) અહીં તથ' શબ્દથી ‘ઉત્કીર્તન' શબ્દ સમજવાનો છે. નહીં કે અર્થ. કેમકે “અર્થ' શબ્દ બહુવ્રીહિ સમાસને લીધે “ગાથા” શબ્દનું વિશેષણ બની ગયો હોવાથી સ્ત્રીલિંગમાં છે. જ્યારે તસ્થ’ પુલ્લિંગ રૂપ છે.
(૨) “તસ્થ' શબ્દ “નિર્નરહેતુતા' તથા પંતી' બંનેય પદ સાથે જોડવાનો છે અને એ બન્ને સાથે જોડતી વખતે “ષષ્ઠી' “તા'નો લોપ કરીને અર્થ કરવાનો છે.
ટીકાર્ય : ગતિ:.. (પ્રભુ) જગત = ભુવન (ઉર્ધ્વ-અધો-તિરસ્કૃલોક રૂપ ત્રણ ભુવન)ના મસ્તકને વિષે મણિ રૂપ છે અર્થાત્ મહાનાગ = વિશિષ્ટ મણિધર નાગની ફણા ઉપર રહેલ મણિ જેમ પ્રધાન = શ્રેષ્ઠ વસ્તુ ગણાય તેમ (ભગવાન પણ) જગતના મસ્તકને વિષે મણિરૂપ છે. એટલે કે જગતને વિષે પ્રધાન છે એવો અર્થ સમજવો. (બાકી જગતનું મસ્તક ક્યા હોવાનું? પણ નાગના મણિની સાથે સરખામણી કરવા આ રીતે લખેલ છે.)
(આ પ્રમાણેના તાત્પર્યના આધારે વૂડામણિ = “પ્રધાન' આવો અર્થ જાણવો.)
(પ્રશ્ન : “ભૂત' શબ્દનો અર્થ તો ‘થયેલો' વિગેરે થાય કેમકે એ ભૂતકૃદત છે. જ્યારે તમે અહીં ‘રૂપ” એમ અર્થ કર્યો છે. તો એ કેવી રીતે બરાબર ગણાય?)
ઉત્તર ઃ અહીં “ભૂત' શબ્દ ઉપમાને કહેનારો છે. અર્થાત્ એ ભૂતકૃદંતના પ્રત્યય વાળો શબ્દ ન સમજતાં સ્વતંત્ર એક ઉપમાવાચક શબ્દ જાણવો અને એવું હોવાથી અમે અહીં “રૂપ” એમ ઉપમાગર્ભિત અર્થ કર્યો છે.
(“નવૂડામળિમૂત:' આ “પૂડામણૂિકો” ગાથા શબ્દનું પ્રતીક સ્વરૂપ છે. ગાથાના શબ્દો ટીકામાં બે રીતે ઉતારવામાં આવતાં હોય છે : (૧) તે શબ્દના સમાસ-અર્થો વિગેરે બધું કર્યા બાદ ઉતારે અને (૨) પહેલા શબ્દ ઉતારીને પછી તેના અર્થો, સમાસો વિગેરે ખોલે. આ ગ્રંથમાં બંને પદ્ધતિ વપરાયેલી છે. તેમાં અત્યારે પ્રથમ શ્લોકમાં સામાન્યથી પદ્ધતિનં.૧ પ્રમાણે સમજવું.)
અને... આ વિશેષણ દ્વારા (ભગવાનનું) લોકોમાં ઉત્તમપણુ છે અર્થાત્ પ્રભુ એ લોકોમાં ઉત્તમ-શ્રેષ્ઠ છે' એમ (ગ્રંથકારશ્રીએ) કહી દીધું (કેમકે જગતને વિષે પ્રધાન વ્યક્તિ તે જ હોઈ શકે