________________
જોવામાં હેતુ બને છે તેમ.) અને આવા હેતુરૂપ હોવાથી એઓ ચક્ષુ જેવા છે.
(પ્રશ્ન : ‘સ્રોત્યિ’ અને ‘ત્રિભુવનસ્ય ચક્ષુઃ' આ બંનેય વિશેષણો આગળ ક્યાંય ‘વ’ વિગેરે ઉપમા વાચક શબ્દો લખેલા નથી. છતાં તમે અર્થ ‘વ’ વિગેરે હોય એ રીતે કર્યો છે. તો એ કેવી રીતે ચાલી શકે ?)
ઉત્તર ઃ ૫૬ = જે શબ્દ જેના માટે વપરાતો હોય તે વ્યક્તિથી ભિન્ન એવો વ્યક્તિ એને ‘૫૨’ કહેવાય અને એવા ‘૫૨’ માટે વપરાયેલ ધ્વનિ = શબ્દોને વિષે ‘વ’ વિગેરે ઉપમા વાચી શબ્દો ન હોય તો પણ તેનો અર્થ ત્યાં જાણી જ લેવાનો હોય છે.
(પ્રશ્ન ઃ એટલું સ્પષ્ટ સમજાયુ નહિં. દૃષ્ટાંતથી સમજાવો.)
ઉત્તર : જુઓ, ‘સિંદ્દો માળવ:' આ પ્રમાણે એક ન્યાય છે. આ ન્યાય વડે = દૃષ્ટાન્ત વડે આ જ વાત સ્પષ્ટ રીતે જણાઈ જાય એમ છે. તે આ પ્રમાણે – ‘માણવક નામનો વ્યક્તિ (પરાક્રમ વિગેરેને આધારે) સિંહ જેવો છે.’ એ વાત આ દૃષ્ટાંત દ્વારા કહેવી છે. હવે અહીં ‘માણવક’ એ ‘સિંહ’ શબ્દથી વાચ્ય સિંહ પદાર્થથી પર = ભિન્ન છે. છતાં અમુક સમાનતાને લઈને એ સિંહ શબ્દ માણવક માટે વપરાયેલો છે. હવે જો ત્યાં ‘વ’ વિગેરેનો અભાવ હોવાને લીધે ‘સિંહ માણવક' એમ અર્થ કરીએ તો એ સંગત ન થાય એથી ‘માણવક સિંહ જેવો છે’ એ પ્રમાણે ‘વ’ શબ્દનો અર્થ ત્યાં સમજવો જ પડે. એમ અહીં પણ ‘પ્રભુ લોકાદિત્ય’ અને ‘પ્રભુ ત્રણભુવનના ચક્ષુ' એ સીધેસીધો અર્થ સંગત થાય એમ નથી. માટે ત્યાં પણ ‘ડ્વ’ વિગેરેનો અર્થ સમજવો જ પડે. એટલે કે પ્રભુ લોકને પ્રકાશિત કરવાં માટે સૂર્ય સમાન છે અને ત્રણ ભુવનના જીવો માટે દેશના દ્વારા ચક્ષુ સમાન છે. એથી ઉપ૨ અમે જે અર્થ કર્યો એ બરાબર છે.
(પ્રશ્ન : પ્રભુ કેવા ચક્ષુ સમાન છે ?)
ઉત્તર : મ્... પ્રભુ એક = અસહાય = જેને કોઈ સહાયની જરૂર નથી એવા ભાવ ચક્ષુ સમાન છે. (પ્રશ્ન : આવું વિશેષણ મૂકવાની જરૂર શી પડી? )
ઉત્તર ઃ લોકિક ચક્ષુરિન્દ્રિયને આંખનો ડોળો - કીકી રૂપ દ્રવ્ય આંખના સહાયની જરૂર પડે અને એ દ્રવ્ય આંખ વડે જોવામાં અનેક સ્થળે સ્પષ્ટ પણે બાધા = તકલીફ દેખાય જ છે. (જેમકે ઃ અંધારામાં એ જોઈ ન શકે, દૂર રહેલી વસ્તુ જોઈ ન શકે વિગેરે. જ્યારે કેવળજ્ઞાની પ્રભુ લોકોત્તર આંખ છે. અને એ સહાયનિરપેક્ષ હોવાથી એમને વસ્તુ અંધારામાં હોય કે અજવાળામાં. દૂર હોય કે નજીક જોવામાં કશી જ તકલીફ પડતી નથી અને એવા પ્રભુની દેશનાના શ્રવણથી ત્રણભુવનના લોકોને પણ બાધા વગરનુ જ્ઞાન થશે.) માટે પ્રભુને અહીં ‘એક = અદ્વિતીય ચક્ષુ સમાન' તરીકે કહ્યા છે.
(પ્રશ્ન : તમે ‘' શબ્દને ‘ચક્ષુ’ ના વિશેષણ તરીકે બતાડેલ છે. પણ એ બરાબર નથી. કેમકે ગાથામાં ‘’ શબ્દ પુલિંગમાં બતાડ્યો છે અને ‘ચક્ષુ’ શબ્દ તો નપુસંકલિંગ છે ?)
ઉત્તર ઃ ગાથામાં જે ‘’ શબ્દનો પુલિંગમાં નિર્દેશ કર્યો છે એ નિર્દેશ વળી પ્રાકૃત હોવાને લીધે થયો છે. (અર્થાત્ પ્રાકૃતમાં લિંગનો વ્યત્યય - ફેરફાર થઈ શકે છે.) માટે પુલિંગ હોવા છતાંય ‘ચક્ષુ’ના