________________
અવતરણિકા અને બીજી વાત -
ગાથાર્થ ઃ (૧) વધ (૨) બંધન (૩) મારણ (૪) સેધના... આમાંથી કોણ પરિગ્રહમાં નથી? (અર્થાત્ બધી જ બાબત પરિગ્રહમાં છે.) તો પણ જો પરિગ્રહ કરાય છે તો નિશે યતિધર્મ પ્રપંચ જ છે.. /પ૧ના
ટીકાર્ય ઃ (૧) વધ = લાકડી વિ. વડે તાડન = મારવું. (૨) બન્ધન = દોરડા વિ. વડે બંધન. (૩) મારણ = પ્રાણોનો ત્યાગ કરાવવો. (૪) સેધના = અનેક પ્રકારની કદર્થના = શારીરિક - માનસિક તકલીફો. અહીં દ્વન્દ સમાસ કરવાનો છે. તે આ પ્રમાણે : वधश्च बन्धनञ्च मारणञ्च सेधना च इति वधबन्धनमारणसेधनाः ।
આ બધામાંથી પરિગ્રહમાં = દ્વિપદ વિગેરેના સંગ્રહમાં કોણ નથી? તે તું કહે.. અહીં કહેવાનો ભાવ એ છે કે ઉપરોક્ત સર્વ બાબતો પરિગ્રહમાં છે. (અહીં ટીકા પંક્તિમાં તા:, વા:, યા:, વિ. સ્ત્રીવાચક પદો છે તે ઉપરોક્ત દ્વન્દ્રસમાસના સૂચક છે. સમાસ સ્ત્રી નામે પૂર્ણ થતો હોવાથી સ્ત્રીવાચક પદોથી આખો સમાસ જણાવાયો છે. ટીકાર્યમાં સરળતા માટે તે સ્ત્રીવાચક પદોનો અનુવાદ કર્યો નથી. તે જાણવું)
તેથી જો આ પ્રમાણે પણ = પરિગ્રહમાં વધાદિ છે એ પ્રમાણે પણ સ્થિતે = નક્કી થયે છતે પ્રતિનિતિય = સાધુઓવડે પણ પરિગ્રહ કરાય તો... (આગળ અન્વય થશે) ગાથામાંનો વિય શબ્દ એવકાર = “જ' કાર અર્થમાં છે, અને એ “જકારનો સંબંધ આગળ પ્રપન્ન વિ' ઠેકાણે કરાશે. . (આગળનો અન્વય શરૂ) (..તો) તેને લીધે = પરિગ્રહ કરવાને લીધે સાધુધર્મ નિશ્ચિત પ્રપંચ જ = વિડમ્બના જ (થઈ પડે) છે. (અર્થાત્ ફોગટ કષ્ટ જ છે કે જેનું કોઈ ફળ મળનાર નથી.)
(હવે, ગાથામાંના નનું શબ્દનો અન્વય અલગ રીતે કરીને ટીકાકારશ્રી બીજી રીતે ગાથાના ચોથા ચરણની વ્યાખ્યા કરે છે. આ વ્યાખ્યામાં નવું શબ્દના બંને અક્ષર છૂટા પાડી અન્વય કરાશે.)
અથવા
તેને લીધે = પરિગ્રહ કરણને લીધે યતિધર્મ નથી. એટલે કે પરિગ્રહના સન્નિધાન = હાજરીને લીધે યતિધર્મ નિવર્તિત છે = દૂર થયેલો છે. તેથી તેનો = યતિધર્મનો અભાવ જ છે. આ પ્રમાણે હું વિચારું છું.
(પ્રશ્ન : “આ પ્રમાણે હું વિચારું છું.” એવું ગાથામાં ક્યાં લખ્યું છે?).
ઉત્તર : “આ પ્રમાણે હું વિચારું છું.” આ નુ શબ્દનો અર્થ છે. અર્થાત્ નું શબ્દ આ પ્રમાણે વિતર્ક = વિચારણામાં વપરાયેલ છે.
પ્રશ્ન : ગુરુજી! પરિગ્રહથી યુક્ત સાધુમાં યતિધર્મનો અભાવ છે એમ આપ વિતર્ક કરો છો તો છે શું? અર્થાત્ તેનામાં દેખાતાં સાધુવેષ, ક્રિયાઓ વિગેરેને શું કહેશો?
ઉત્તર : શિષ્ય! પરિગ્રહવાન્ સાધુના વેષ, સાધ્વાચાર યતિધર્મ તો નથી પણ પ્રપંચ જ છે. એટલે કે