________________
કે માન એ હાથી છે. (અને એના ૫૨ બેઠેલા એવા મને નીચે ઉતરવાનું મારા બહેનો કહી રહ્યા છે) (! શબ્દ અવ્યય છે અને એ મૂંઝવણવાળી વાત પોતાના ઊહાપોહથી જ સૂલટાઈ જાય ત્યારે આશ્ચર્ય સૂચક રૂપે સામાન્યથી વપરાય છે. અમુક સ્થળે ખેદ વિગેરે દર્શાવવા માટે પણ વપરાય છે.)
કેવલી એવા નાના ભાઈઓને નહીં વંદન કરવારૂપ દુષ્ટ વિચાર કરનાર એવા મને ધિક્કાર હો ! ખરેખર તે બધા ભગવંતો વંદન કરવા યોગ્ય છે (લાવ) હું વંદન કરવા માટે જઉ' આ પ્રમાણે વિચારીને એમને પગની સાથે કેવલજ્ઞાનને પણ ઉપાડી દીધું. (અર્થાત્ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લીધું.) (અહીં વાર્તા પૂર્ણ થઈ. હવે નિષ્કર્ષ કહે છે કે :)
જો એમને ગર્વ ન કર્યો હોત તો પહેલેથી જ (એક વર્ષ પૂર્વે જ) કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું હોત (કેમકે એમનામાં એટલો બધો પ્રચંડ વૈરાગ્ય હતો પણ એક અહંકારને લીધે એમને આટલું સહન કરવું પડ્યું) માટે ધર્મ મદવડે થતો નથી’ એ વાત નક્કી થઈ. ।। ૨૪ ।।
વિશેષાર્થ : (૧) પ્રશ્ન ઃ ગાથામાં ‘નવિ’ શબ્દ છે એનું સંસ્કૃતમાં ‘નાપિ’ થાય હવે ટીકાકારશ્રીએ ‘ન’ નો અર્થ કર્યો છે પણ ‘પિ’ નો અર્થ તો કર્યો જ નથી?
ઉત્તર ઃ ટીકામાં ‘પિ = નૈવ' આ પ્રમાણે જે ખોલ્યું છે તેમાં ‘વ્’ એ જ ‘પિ’ નો અર્થ જાણવો કેમકે અવ્યયો આ રીતે અનેક અર્થમાં વપરાતા હોય છે. માટે કોઈ વિરોધ ન કરવો.
(૨) આ વાર્તામાં એક નાનકડો મતાંતર છે. તે આ પ્રમાણે ઃ પ્રચલિત વાર્તામાં એવું સાંભળ્યું છે કે બાહુબલીજીએ ભરતજીને મારવા મુષ્ટિ ઉગામેલી હતી પછી વિચાર પલટાઈ જતાં એ મુષ્ટિ નિષ્ફળ ન જાય માટે લોચ કરી દીધો. જ્યારે અહિં તો વિચાર દરમ્યાન હાથમાં દંડ છે, એથી મુષ્ટિની નિષ્ફળતાનો અવસર અહિં રહેતો નથી.
999
समदश्च न गुरूपदेशयोग्यस्तथा न स्वार्थसाधक इत्याह
नियगमइविगप्पियचितिएण सच्छंदबुद्धिरइएण | તો પારત્તહિયં, નીરફ ગુરુનુવણ્યેળ ।। ૨ ।।
नियगमइ० गाहा : निजकमतिविकल्पितचिन्तितेनेति, विकल्पितं स्थूलालोचनं, चिन्तितं सूक्ष्मालोचनम्। ततश्च गुरूपदेशाभावान्निजकमत्याऽऽत्मीयबुद्ध्या विकल्पितचिन्तिते यस्य स तथा तेन, अत एव स्वच्छन्दबुद्धिरचितेन स्वतन्त्रमतिचेष्टितेनेत्यर्थः, कुतः परत्रहितं क्रियते ? न कुतश्चिदुपायाभावात् । केनेत्याह-उपदेशमर्हतीत्युपदेश्यः, ततोऽन्योऽनुपदेश्यः, गुरोरनुपदेश्यो गुर्वनुपदेश्यः, તેન, ગુરુર્મના શિષ્યળેતિ શેષઃ ।। ૨ ।।
અવતરણિકા : (અહંકા૨ વડે ધર્મ નથી થતો માટે) અહંકાર સહિતનો વ્યક્તિ ગુરુના ઉપદેશને યોગ્ય નથી અને તે સ્વાર્થ = આત્મહિતનો સાધક (પણ) નથી બની શકતો. માટે કહે છે કે :
૫૯