________________
ટીકાર્થ : ઘાણીઓ વડે પીડા કરાયેલા એવા પણ સ્કંદક નામના આચાર્યના શિષ્યો ગુસ્સે ન જ થયા... અને ઉપસર્ગ ક૨ના૨ને વિષે પ્રગટ થઈ છે દયા જેઓને એવા થયા... અહીં ચ શબ્દથી વિર્ભૂતળી નાતા:। આટલી વાત જણાવી છે. ૩૫સર્પારિદ્દિ આ પદ પ્રસ્તુતના આધારે જણાય છે.
આ પ્રમાણે બીજા પણ, જણાયેલા છે તત્ત્વોના રહસ્યો જેઓ વડે એવા જે પંડિતો હોય છે, તેઓ સહન કરે. એટલે કે તેઓ પ્રાણના નાશમાં પણ માર્ગથી ચલિત થતાં નથી. આ ગાથાનો સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તારથી અર્થ કથાનકથી જાણવા યોગ્ય છે - તે આ છે ઃ
શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાના પુત્ર સ્કન્દકની બહેન પુરન્દરયશા કુમ્ભકારકટક નામના નગરમાં રહેતા દંડકી રાજા સાથે પરણાવાઈ. એક વખત કોઈક કાર્ય ઉત્પન્ન થયે છતે દંડકી રાજા વડે પાલક નામનો દૂત જિતશત્રુ રાજા પાસે મોકલાયો... અને ધર્મની ચર્ચામાં નાસ્તિકમતની સ્થાપના કરતો તે અરિહંતના આગમોથી પવિત્ર બુદ્ધિવાળા સ્કન્દકકુમારવડે જીતાયો. ઉત્પન્ન થયેલ ક્રોધવાળો તે (= પાલક) પોતાના સ્થાને = કુંભા૨કટક નગરે ગયો. ઉત્પન્ન થયેલ વૈરાગ્યવાળો ૫૦૦ પુરુષોથી પરિવરેલો – યુક્ત સ્કંદક પણ મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષિત થયો. ભગવાન વડે પણ ગ્રહણ કરાયો છે શાસ્ત્રોનો સાર જેના વડે એવો તે જ = સ્કંદક જ તેઓનો = ૫૦૦નો આચાર્ય કરાયો... એક વખત તેમના વડે મુનિસુવ્રત સ્વામી પૂછાયા કહેવાયા કે “બહેન વિ. ને પ્રતિબોધ ક૨વા માટે કુમ્ભકારકટક જાઉં છું.’’
=
=
ભગવાને કહ્યું ‘‘ત્યાં તમારા પર પ્રાણાન્તિક = મરણાન્ત ઉપસર્ગ આવશે.’’
તે બોલ્યો ‘“અમે આરાધકો થઈશું કે નહીં?''
ભગવાન વડે કહેવાયું ‘તમને છોડીને (બધા આરાધક થશે.)’’
ત્યારબાદ ‘‘જો આ બધા મારી સહાયતાથી આરાધના કરશે = આરાધક બનશે (તો) મા૨ા વડે શું નથી મેળવાયું ? (એટલે કે મેં બધું જ પ્રાપ્ત કર્યું છે)’’ આ પ્રમાણે કહીને તે સ્કન્દકાચાર્ય ગયા અને તેઓના આગમનને સાંભળીને પાલક વડે સાધુઓને યોગ્ય એવા ઉદ્યાનોમાં જાતજાતના શસ્ત્રો દટાવરાવ્યા... આચાર્ય ભગવંત પ્રાપ્તે = નગરમાં આવ્યે છતે નગરજનો સાથે રાજા વન્દન માટે (સાધુઓની વસતીએ જવા) નીકળ્યો.
આચાર્ય ભગવાન વડે પણ દેશના કરાઈ... જીવો પ્રસન્ન કરાયા. ત્યારબાદ પાલકે એકાન્તમાં રાજાને વિનંતી કરી કે “અમારા વડે આપને હિતકારી (વાત) કહેવા યોગ્ય છે. આ = સ્કંદક વળી પાખંડી, પોતાના આચારોથી ભ્રષ્ટ સહસ્ત્રયોધી એવા આ પુરુષોને સહાયરૂપે કરી = પુરુષોની સહાયથી આપના રાજ્યને ગ્રહણ કરવાને ઈચ્છે છે.''
=
રાજાએ કહ્યું, ‘“તું કેવી રીતે જાણે છે ?’’
તેણે કહ્યું “થનારા એવા આપના અપાય = નુકશાનના નાશમાં સાવધાન મનવાળાને આ કેટલું ? (= આ તો રમત છે.) આપ જાતે જ તેઓના નિવાસસ્થાનને દેખો.’’ તેથી કોઈક બહાનાથી અન્ય ઠેકાણે સાધુઓ મોકલાયે છતે જોવાયા છે શસ્ત્રો જેઓ વડે એવા અને પાલકના જાતજાતના