Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
વાસુદેવ બોલ્યો ‘‘કેવી રીતે ?’’
ત્યારબાદ ભગવાન વડે તેમનો = ઢંઢમુનિનો અભિગ્રહ કહેવાયો. વાસુદેવ ખુશ થયો. અને નગરીમાં પ્રવેશતા તેના વડે દુકાનોવાળા માર્ગમાં = રાજમાર્ગમાં ઢંઢમુનિ જોવાયા. હાથી પરથી ઉતરીને વિનયપૂર્વક વંદન કરાયા અને આ જોઈને એક શેઠ વડે ‘આ મુનિ વાસુદેવને પણ માનનીય પૂજનીય છે’’ એ પ્રમાણે વિચારીને તે મુનિ પોતાના ઘરે શ્રેષ્ઠમોદકો વડે પ્રતિલાભિત કરાયા = મોદકો વહોરાવાયા. (મુનિ) ભગવાન પાસે ગયા. ભગવાન પૂછાયા ‘‘શું (મારું) લાભાન્તરાય કર્મ નાશ પામ્યું ?’’
ભગવાન વડે કહેવાયું, “ના.’’
તે બોલ્યા, “મને લાભ = ગોચરીની પ્રાપ્તિ કેવી રીતે થઈ ?’’
=
ભગવાને કહ્યું “કૃષ્ણની ઉપાધિથી = તેણે સમીપ આવી તને વન્દન કર્યા તે કારણે.''
તેથી વિશુદ્ધઅધ્યવસાયવાળા, ‘આ પરલબ્ધિ છે’ એટલે વિધિથી પરઠવતા શુક્લધ્યાન રૂપી અગ્નિથી બળાયું છે ઘાતીકર્મરૂપી ઈન્ધન જેમના વડે એવાને = ઢંઢમુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ।।૩૮।।
XOXOXO
तदेवमयं भगवानाहारेऽप्रतिबद्धस्तथा च स्वार्थसाधको जातः । अत एव सर्वसाधूनामाहारादिप्रतिबन्धं प्रत्यनधिकारितामुपदिशन्नाह
आहारेसु सुहेसु अ, रम्मावसहेसु काणणेसुं च । साहूण नाहिगारो, अहिगारो धम्मकज्जेसु ।। ३९ ।।
–
आहारेसु० गाहा : आहारेषु शुभेषु विशिष्टरसयुक्तेषु चशब्दादुपकरणेषु वस्त्रपात्रादिषु शुभेष्विति प्रत्येकमभिसम्बध्यते, रम्यावसथेषु कमनीयोपाश्रयेषु काननेषु विचित्रोद्यानेषु, चशब्दः समुच्चये, साधूनां नाधिकारस्तदासक्तिं प्रतीति गम्यते । तर्हि क्वाधिकार इत्याह अधिकारो धर्मकार्येषु तपोऽनुष्ठानादिषु तद्धनत्वात्तेषाम् ॥ ३९ ॥
=
અવતરણિકા : તે આ પ્રમાણે આ ભગવાન્ = પૂજ્ય એવા ઢંઢમુનિ આહારમાં અપ્રતિબદ્ધ અનાસક્ત હતા અને તે રીતે (= એટલે જ) સ્વઅર્થના = મોક્ષના સાધક થયા. આ કારણે જ ‘તમામ સાધુઓની આહારાદિની આસક્તિને વિષે અનધિકારિતા છે’ એ વાતને કહેતા ગ્રંથકારશ્રી કહે છે :
ગાથાર્થ ઃ શુભઆહારોમાં, સુંદર ઉપાશ્રયોને વિષે અને સુંદ૨ ઉદ્યાનોને વિષે સાધુઓનો અધિકાર નથી. ધર્મકાર્યોમાં અધિકાર છે. ।।૩૯ ||
ટીકાર્થ : (૧) વિશિષ્ટ રસથી યુક્ત એવા આહારોમાં, હૈં શબ્દથી (૨) વસ્ત્ર - પાત્ર વિગેરે ઉપકરણોમાં,
શુભેવુ પદનો દરેક વિશેષ્ય પદ સાથે વિશેષણ તરીકે અન્વય કરવાનો છે તેથી

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138