________________
क्रिया। तथा अप्रतिस्रावी निश्छिद्रशैलभाजनवत् परकथितात्मगुह्यजलाऽप्रतिस्रवणशीलः, सौम्यो मूर्तिमात्रेणैवाह्लादसम्पादकः, सङ् ग्रहशीलस्तद्गुणानपेक्ष्य शिष्यवस्त्रपात्राद्यादानतत्परः, तथाविधस्य गणवृद्धिहेतुत्वात् । अभिग्रहा द्रव्यादिषु नानारूपा नियमाः तेषु स्वपरविषये मतिस्तद्ग्रहणग्राहणपरिणामो यस्यासौ अभिग्रहमतिकः, अविकत्थनोऽबहुभाषी, अनात्मश्लाघापरो वा, अचपलः स्थिरस्वभाव:, प्रशान्तहृदयः क्रोधाद्यस्पृष्टचित्तः, एवम्भूतो गुरुर्गुणैः सारो भवत्याचार्य इति वर्तते ॥ ९-१० ॥
અવતરણિકા : તે આટલા વડે = અત્યાર સુધીના નિરૂપણો વડે વિનેયને = શિષ્યને (તપ, નિપ્રકંપતા, વિનય વિગેરેનો) ઉપદેશ અપાયો. હવે ગુરુના સ્વરૂપને કહે છે :
ગાથાર્થ : પ્રતિરૂપ = જે અંગો શરીરમાં જ્યાં હોવા જોઈએ તે ત્યાં જ વિશિષ્ટ રીતે રચાયેલા હોય, તેજસ્વી, યુગને વિષે પ્રધાન છે આગમ = શ્રુતજ્ઞાન જેમનું એવા, વળી મધુરવાક્યવાળા, ગંભીર, ધૃતિમાન્ = ધીરજવાળા, અને ઉપદેશમાં તત્પર આચાર્ય (હોય છે. ) ।।૯।।
ગાથાર્થ : અપ્રતિસ્રાવી = કોઈની ગુપ્ત વાત કોઈને પણ નહિ કહેનાર, સૌમ્ય, સંગ્રહશીલ, અભિગ્રહોને વિષે મતિવાળા, અવિકલ્થન = વાચાળ, સ્વપ્રશંસાકારી ન હોય, વળી અચપલ = ચંચળ ન હોય, પ્રશાન્ત હૃદયવાળા, ગુરુ = ગુણો વડે પ્રધાન (એવા આચાર્ય) હોય છે. ।। ૧૦ ।। (આ બંન્ને ગાથામાં બધા વિશેષણો ‘આચાર્ય’ શબ્દના જાણવા.)
ટીકાર્ય : (૧) પ્રતિરુપ: = પ્રતિ = પ્રતિનિયત = ચોક્કસ પ્રકારનું એટલે કે વિશિષ્ટ એવા આંખ, કાન, નાક વિગેરે અવયવોની રચના (એમના શરીરને વિષે) હોવાને લીધે ચોક્કસ પ્રકારનું (અર્થાત્ વિશિષ્ટ) છે રૂપ = શરીરની આકૃતિ જેમની તે પ્રતિરૂપ કહેવાય એટલે કે ચોક્કસ પ્રકારે = વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ અંગ વાળા,
આ ‘પ્રતિરૂપ’ વિશેષણ વડે ગુરુની શરીર સંબંધી સંપત્તિને કહી દીધી.
અથવા તો ‘પ્રતિરૂપ’ શબ્દનો બીજો અર્થ કરે છે ઃ
(આચાર્ય એ) પ્રધાન = શ્રેષ્ઠ એવા (દેશના દક્ષતા, જ્ઞાન, પ્રતિભાસંપન્નતા, પુણ્યશાલિતા વિગેરે) ગુણોના યોગ = સંબંધવાળા હોય છે. એટલે કે આચાર્ય એ શ્રેષ્ઠ ગુણોવાળા હોય છે અને એવું હોવાને લીધે એઓ
તત્ = તીર્થંકર વિગેરે (ગણધર વિ.) વિષયક - બુદ્ધિને ઉત્પન્ન કરનાર છે (અર્થાત્ ‘આ મહાત્મા તો તીર્થંકર વિગેરે જેવા લાગે છે' આવી તીર્થંકર વિગેરે વિષયક બુદ્ધિ એમને જોઈને ઉત્પન્ન થાય છે.) અને એવું હોવાથી તેઓ તીર્થંક૨ વિગેરે ના પ્રતિરૂપ = પ્રતિબિંબ આકાર છે, માટે પ્રતિરૂપ = તીર્થંકર વિગેરે જેવા,
=
(૨) તેનસ્વી = દીપ્તિ-આભાવાળા,
–
(૩) યુન = વર્તમાનકાળ, તેમાં = તે વર્તમાનકાળમાં પ્રધાન એટલે કે શેષ = એમના સિવાયના