________________
गर्वम्, परियच्छइ त्ति पर्यवस्यति जानीते तत्तथा नूनं निश्चितं यथेदं गुणानां माहात्म्यं न ममेति। तथा दिनदीक्षितस्य तदिवसप्रव्रजितस्य द्रमकस्य अभिमुखाऽभ्युत्थितेति शेषः, काऽसौ? आर्या साध्वी, कतमा? आर्यचन्दना, तथा नेच्छत्यासनग्रहणं कर्तुमिति शेषः । स तथाविधो विनय:सर्वाऽऽर्याणां साधुविषयः સમસ્તામ: #ાર્ય તિ || ૨૨-૨૩ ||
અવતરણિકા : તે આ પ્રમાણે (પાંચમી ગાથાથી માંડીને ૧૧મી ગાથા સુધીમાં શિષ્યને વિનયનો ઉપદેશ અપાયો અને “ગુરુ વડે આવા પ્રકારના (૯-૧૦મી ગાથામાં કહેવાયેલા ગુણોવાળા) થવા યોગ્ય છે” (એટલે કે શિષ્યને જે ગુરુનો વિનય કરવાનો હોય છે તે ગુરુ પણ આવા પ્રકારના ગુણોવાળા હોવા જોઈએ.) એ વાત કહેવાઈ.
હવે સાધ્વીજી ભગવંતોને આશ્રયીને વિનયનો ઉપદેશ (ગ્રંથકારશ્રી ૧૨મી ગાથા દ્વારા આપે છે, અને તે = વિનય સાધ્વીજી ભગવંતોવડે આજે દીક્ષા લીધેલા એવા પણ સાધુ ભગવંતોનો કરવા યોગ્ય છે.
અહીં= આ વિષયમાં એટલે કે સાધ્વીજી ભગવંતના સાધુ અંગેના વિનયની જે વાત ચાલે છે તેમાં કથાનક = વાર્તા (આ પ્રમાણે છે) (અહીં વાર્તા એકદમ ટૂંકાણમાં છે અને ટૂંકાણમાં પતાવવા માટે જ સળંગ એક મોટા વાક્યરૂપે પણ ઘણો મોટો વાર્તાનો અંશ લખવામાં આવેલો છે એ વાક્યને અમે ટૂકડા પાડીને, પહેલા ક્રિયાપદ સાથે સીધો અન્વય કરીને પછી બાકીના શબ્દોના અર્થ ખોલવા વિ. પદ્ધતિથી અર્થ ખોલશું. જેથી વાર્તા સ્પષ્ટ સમજાશે. હા! વિભક્તિના અર્થો નહિ છોડવામાં આવે.)
કાંકદી નગરીમાંથી વૈરાગ્યને લીધે કૌશાંબી નગરીમાં આવેલા એવા સેડુવક નામવાળા દરિદ્ર વ્યક્તિવડે આર્યચન્દના = સાધ્વી શ્રી ચંદનબાળાજી જોવાયા. (પ્રશ્ન ઃ તે સાધ્વીજી કેવા હતાં?) (હવે એમના બધા વિશેષણોના અર્થ કરીશું)
ઉત્તર : રાજમાર્ગ પર અવતરેલા (રાજમાર્ગ પરથી જતાં), ગણતરીને ઓળંગી ચૂકેલા = અસંખ્ય એવા સાધ્વી અને શ્રાવિકા લોકના પરિકરવાળા (એમનાથી યુક્ત), રાજા, સામન્ત = ખંડિયો રાજા, શ્રેષ્ઠિ, નગરના લોકો, દેશના લોકો વડે પૂજાતાં (સત્કાર કરાતાં) અને એમના વડે પાછળ પાછળ અનુસરણ કરાતાં છતાં પણ ઉત્સુક = ગર્વ વગરના, સાક્ષાત્ (મૂર્તિમતી) શમ = સમતા રૂપી લક્ષ્મી જ જાણે ન હોય એવાં, વળી શરીરની નિરૂપમતા વડે હસી કાઢેલ છે અમરસુંદરીઓનું = દેવીઓનું સૌંદર્ય જેમને એવા (સાધ્વીજી ચંદનબાળાશ્રીજી સેડુવક નામના દરિદ્ર વડે જોવાયા.)
ત્યારપછી = તે આવા વિશિષ્ટ સાધ્વીજી ભગવંતને જોયા બાદ ઉત્પન્ન થયેલું છે કૌતુક = કુતૂહલ જેને એવા તે દરિદ્ર સેહુવકે કોઈક વૃદ્ધને પૂછ્યું : (‘ગથ’ શબ્દ એ પ્રશ્નનો સૂચક છે એથી હવેની પંક્તિ પ્રશ્નરૂપ” છે એ “થ' શબ્દ જણાવે છે.) આ ભગવતી કોણ છે? ( રૂતિ' શબ્દ પ્રશ્ન પૂરો થયાની જાણકારી આપે છે.) તે વૃદ્ધે કહ્યું :- આ ભગવતી ચંપાનગરીના દધિવાહન' નામના રાજાની દીકરી છે, (જેમનું નામ) વસુમતી છે. (પણ છતાં) પોતાના ગુણોવડે ઉપાર્જન કરાયું છે = મેળવાયું છે “ચંદના' એ પ્રમાણેનું નામ જેમના વડે એવા આ ભગવતી છે (એટલે કે ચંદન જેમ શીતલતા વિગેરે