________________
પ્રશ્ન : કોની જેમ? ઉત્તર : જેમ સુસુમાના ઉદાહરણમાં આ ચિલાતીપુત્ર પ્રતિબોધ પામ્યો. આ ગાથાનો સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તારથી અર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનક આ છે -
રાજગૃહ નગરમાં ધન નામના શેઠ વડે પોતાની દાસીનો પુત્ર (નામે) ચિલાતીપુત્ર પોતાની દીકરી સુંસુમાની સંભાળ માટે કરાયો = રખાયો. (વાર્તા: = જે બાળકને રમાડે, ઊંચકીને ફરે વિ. સંભાળ કરે તે) કરાયેલી ખરાબ ચેષ્ટાવાળો તે ઘરમાંથી નીકાળાયો. પલ્લિમાં ગયો. અતિસાહસિક હોવાના કારણે તેનો = પલ્લીનો અધિપતિ = સ્વામી થયો. એક વખત “તમારું ધન, મારી સુંસુમા” એ પ્રમાણે નક્કી કરીને ઘણાં ચોરોને ભેગા કરીને ધન શેઠના ઘરે ધાડ પાડી, ઘર ચોરાયું = લુંટાયું, ગ્રહણ કરાયેલી સુસુમાવાળો તે ચિલાતીપુત્ર પલ્લી તરફ જવા લાગ્યો. પુત્રના પરિવાર સહિત ધનશેઠ તેની પાછળ લાગ્યો. તેથી (તેણીને) વહન કરવાને = ઊંચકીને દોડવાને અસમર્થ એવા તેના વડે આ બીજાની પણ ન થાઓ” એ પ્રમાણે વિચારીને તલવાર વડે સુસુમાનું માથું કપાયું. (હવે તેની પાછળ દોડવાનું) પ્રયોજન = કારણ ન હોવાથી ધન વિગેરે પાછા ફર્યા. (આગળ) જતાં એવા પણ તેના વડે = ચિલાતી પુત્ર વડે કાર્યોત્સર્ગમાં રહેલા મુનિ જોવાયા અને તલવાર ખેંચીને કહેવાયા “મને ધર્મને કહે” ત્યારબાદ આ પ્રતિબોધ પામશે” એ પ્રમાણે જ્ઞાનથી જાણીને મુનિ વડે કહેવાયું “ઉપશમ વિવેક સંવર'' કરવા યોગ્ય છે. (ર્તવ્ય: પદ મુનિ બોલ્યા નથી પણ સમજવાનું છે તેથી અધ્યાહાર કર્યો છે.) ત્યારબાદ “આ છેતરે નહીં અને કરાયેલા બહુપાશવાળા મારી બીજી કોઈ રીતે શુદ્ધિ નથી (તેથી) આમના વચનને કરું = પાલન કરું' એ પ્રમાણે વિચારીને તેમની નજીકના ભૂમિભાગમાં = જગ્યામાં ગયો. વિચારવા લાગ્યો કે “આમના વડે શું કહેવાયું? આહા! જણાયું કેઃ ઉપશમ ક્રોધ વિગેરેનો કરવા યોગ્ય છે. મારા વડે આ = ઉપશમ ક્રોધાદિના ત્યાગથી (હવે) માવજીવ માટે કરાયો છે. વિવેક એટલે બાહ્યનો ત્યાગ કરવો (તેથી) તલવાર સહિત હાથમાં રહેલું મસ્તક છોડી દીધું. સંવર એટલે દુષ્ટ યોગોનું સંવરણ કરવું = દુષ્ટ યોગોમાંથી પાછા ફરવું” (તેથી) અટકાવાયો છે કાયા અને વાણીનો વિસ્તાર જેના વડે એવો = ખરાબમાં પ્રવૃત્ત વચન કાયાને જેણે રોક્યા છે એવો ચિલાતીપુત્ર મનમાં આ જ ત્રણ પદોને વિચારતો છતો કાયોત્સર્ગ વડે રહ્યો અને લોહીની ગન્ધથી વજૂ જેવા તીક્ષ્ણ મુખવાળી કીડીઓ તેના શરીરને ખાવા માંડી, ચારેબાજુથી ચાલણી જેવો કરાયો. તો પણ “મારા વડે આ શરીર ત્યજાયું છે' એવી બુદ્ધિથી ધ્યાનથી ચલિત ન થયો. ઘણા પાપને બાળીને, અઢી દિવસે ચિલાતીપુત્ર દેવલોકને પામ્યો. ૩૭||
லலல