________________
(આ બે અર્થ જેમ ગુરુ- ગણને આશ્રયીને કર્યા તેમ આગળના ત્રણેય દૃષ્ટાંતમાં પણ સમજી લેવાના અર્થાત્ “જેમ દેવોના સમૂહોને ઈન્દ્ર એ આજ્ઞા આપનાર છે.' વિગેરે અર્થો સમજી લેવા.)
(પ્રશ્ન: ગુરુ એ ગચ્છને આજ્ઞા આપનાર છે. એવું તમે કહ્યું ખરું પણ એનાથી કાંઈ ગુરુની પ્રધાનતા સિદ્ધ થતી નથી. કેમકે ઘણે ઠેકાણે ગુરુ શિષ્યને આજ્ઞા કરવા છતાં ય શિષ્યો એ માનતા નથી હોતા. તો પછી એવા ગુરુની કિંમત શું? કે જે આજ્ઞા કરે ખરા. પણ જેનું પાલન શિષ્યો વિગેરે ન કરે?)
ઉત્તર : માટે “ગુરુ ગચ્છને આજ્ઞા આપનાર છે” એનો ભાવાર્થ બતાડે છે કે ગુરુ એ (વિશિષ્ટ પુણ્ય, વિશિષ્ટ જ્ઞાન, ગુરુદત્ત પદવી, વાત્સલ્ય પરિણામ, દેશના દક્ષતા વિગેરેને લીધે) પ્રાપ્ત કરેલી છે પ્રતિષ્ઠા = લોક માનસમાં વિશિષ્ટ સ્થાન જેમને એવા હોય છે (અર્થાત્ લબ્ધ પ્રતિષ્ઠાવાળા જ ગુરુ બની શકે) અને એવું હોવાથી (શિષ્યો વિગેરેને) આદેશ આપવામાં (આદેશ કરે ત્યારે) અલંઘનીય = નથી ઉલ્લંઘી શકાય વાક્ય = વચન જેમનું એવા હોય છે. (અર્થાત્ ગુરુગુણપૂર્વકના ગુરુનો આદેશ યોગ્ય શિષ્યો ક્યારેય ફગાવે નહિ. એનું પાલન કરે જ. એમાં ગુરુની વિશિષ્ટતા એ શિષ્યોને આજ્ઞા પાલનમાં સહાયક બને છે. માટે આ રીતે અહીં ગુરુની પ્રધાનતા બતાડાઈ).
(પ્રશ્ન : કોની જેમ ગુરુ અલંઘનીય વાક્યવાળા બને?)
ઉત્તર : શક્ર વિગેરે વિગેરે = ચંદ્ર, નરેન્દ્ર) જેમ દેવો વિગેરે (વિગેરે = ગ્રહ, ગણ, તારા, પ્રજા) વડે અલંઘનીય વાક્યવાળા હોય છે. તેમ ગુરુ ભગવંત પણ શિષ્યો વડે અલંઘનીય વાક્યવાળા હોય છે. (અર્થાત્ જ્યારે ઈન્દ્ર વિગેરે આદેશ કરે ત્યારે દેવો વિગેરે એ અવશ્ય માનવું જ પડે અથવા તો ઈન્દ્ર વિગેરે ના પુણ્ય-સ્થાનના પ્રભાવથી તેના આદેશને દેવો વિગેરે આપમેલે માની જ જાય. તેમ અહીં પણ ગુરુ માટે સમજવું.) | ૭ ||
વિશેષાર્થ ઃ (૧) પ્રશ્ન : તમે ટીકાર્યમાં ટીકામાં રહેલ “વહુવનાહ' આ વ્યાકરણના સૂત્રનો અર્થ તો કર્યો નહિ?
ઉત્તર ઃ આ વ્યાકરણના સૂત્રનો અર્થ ટીકાર્ય દરમ્યાન કરવા જતાં મૂળ વાત ફંટાઈ જાય માટે ત્યાં ન કર્યો. બીજુ વળી અમે વ્યાકરણના જાણકાર નથી માટે પણ કર્યો નથી. પણ છતાં પ્રસ્તુત પદાર્થમાં જરાય અધુરપ નહિ અનુભવાય.
(૨) પ્રશ: ‘ગુરુનો અર્થ ‘આચાર્ય' જ કેમ કર્યો? કેમકે ‘ગુરુ તરીકે તો મુનિ વિગેરે પણ હોઈ શકે
ઉત્તર ઃ એવો ખ્યાલ છે કે મૂળ પરંપરામાં સામાન્યથી આચાર્ય ભગવંત જ “ગુરુ” તરીકે બનતાં અને આખો ગચ્છ એમની નિશ્રામાં જ ગણાય, પણ “મુનિ' વિગેરે સાધુ ભગવંતની નિશ્રામાં સામાન્યથી ગચ્છન હોય માટે પ્રધાનતાને આશ્રયીને “ગુરુ તરીકે અહિં “આચાર્ય' દર્શાવાયા છે.
வலை