________________
વિદ્યમાન નથી (આયુષ્યનું) સાતલવરૂપ પ્રમાણ જેઓનું (અનુત્તરદેવોનું) તેઓ અલવસમા કહેવાય. (પ્રશ્ન ઃ કયાં તે દેવોને આયુષ્યનું આટલું માપ ઓછું પડ્યું?). ઉત્તર : યતિતામાં = સાધુપણાને વિષે (તે દેવોને આટલા પ્રમાણવાળુ આયુષ્ય ઓછું પડ્યું) ત્યાં યતિ એટલે કે મુનિ, તેનો ભાવ = યતિતા = મુનિતા = મુનિપણું.
પૂર્વના ભવમાં મુનિપણાને વિષે નથી વિદ્યમાન (ઓછું પડેલ છે) સાતલવરૂપ પ્રમાણ જેટલું આયુષ્ય) જેમને તે “તિતાડનવસતિમ' કહેવાય. તે એવા જે સુરો = દેવો = તિતાડનવસતિમાકુર :.
(પ્રશ્ન ઃ આ કયાં દેવોની તમે વાત કરો છો?)
ઉત્તર : યતિતાડલવસપ્તમા' રૂપે જે (દેવોનું) વિશેષણ છે તે અન્યથાનુપપત્તિને લીધે એટલે કે બીજી કોઈ રીતે ઘટતું નહિ હોવાને લીધે એવા દેવો તરીકે અનુત્તર એવા દેવો જ લેવા પડે. (અર્થાત્ જો વિશેષ તરીકે અનુત્તર દેવો લેવામાં ન આવે તો વિશેષણ સંગત નહિં બને કેમકે વિશેષણ એમના સિવાય બીજે ક્યાંય બંધ બેસે એમ નથી માટે એ વિશેષણને સંગત કરવા માટે વિશેષ્ય તરીકે અનુત્તર દેવો જ લેવા પડશે.)
(પ્રશ્ન : કેમ વિશેષણ બીજી રીતે સંગત નહિં થાય?).
ઉત્તર : કેમકે (યત:) તે દેવો પૂર્વભવમાં મોક્ષની પ્રાપ્તિને યોગ્ય = મોક્ષે જઈ શકે એવા સાધુઓ હતાં. છતાં તે સાધુઓ મોશે નહિં જઈ શકવાનું કારણ એ કે, એમને આયુષ્ય સાત લવ જેટલું ઓછું પડે છે. માટે (ક્ષપકશ્રેણિ ન માંડી શકતાં) તે બધા અનુત્તરવાસી એવા દેવો થાય છે. માટે આવી હકીકત હોવાને લીધે એ યતિતાડલવસપ્તમા' વિશેષણના વિશેષ્ય = સુર તરીકે અનુત્તર એવા દેવો જ લેવાશે,
તેવા અનુત્તર દેવોના જે વિમાનો એટલે કે રહેઠાણ માટેના સ્થાનો = યતિતા.... વિમાનો, તેવા વિમાનોને વિષે વસવાટ છે જેઓનો તે યતિતા. વાસીઓ.
(પ્રશ્ન ઃ તેવા વિમાનોમાં વસનાર કોણ છે?).
ઉત્તર : (કોણ હોય? જેના વિમાનો હોય એમાં એઓનો જ વસવાટ હોય ને? માટે) અનુત્તર દેવો જ અહીં તેવા વિમાનમાં વસનારા તરીકે લેવાના. (ગાથામાં “સતમાં' ને બદલે જે “સપ્તમ' થયેલ છે તે પ્રાકૃતને લીધે જાણવું.).
હવે તે આવા વિશિષ્ટ પ્રકારના, વિશિષ્ટ પ્રકારની શુદ્ધિ તથા પુણ્યના ધારક એવા દેવો પણ જો પડી જાય છે એટલે કે ભ્રષ્ટ થાય છે અર્થાત્ તે દેવલોકમાંથી ઉત્કૃષ્ટપણે પણ ૩૩ સાગરોપમ બાદ આવી જાય છે (આ વાક્યનો અન્વય “વિજ્યમાન શબ્દ સાથે કરવાનો છે જે અમે પછી બતાડશું)
(પ્રશ્ન : કોને સંબોધીને તમે વાત કરી રહ્યા છો?)
ઉત્તર : ગાથામાં જે “સુર” શબ્દ છે એ આ બીજા અર્થમાં દેવ' અર્થવાળો નથી પણ ભલા માણસ' એવા અર્થમાં છે અને એ પુલિંગ એક વચનમાં જ છે અને આ રીતે બોલાય કે હે સુરા! એટલે કે “હે ભલા માણસ' એને સંબોધીને અમે આ પ્રસ્તુત વાત કરી રહ્યા છીએ.