________________
(પ્રશ્ન : હૈયું તો આંતરિક વસ્તુ છે. એમાં થતાં ભાવો કાંઈ ચર્મચક્ષુથી થોડી જાણી શકાય ? તો પછી તમે કેવી રીતે કહો છો કે ‘આશ્ચર્ય સહિતના હૃદયવાળા છતાં તેઓ સાંભળે છે’ ?)
ઉત્તર ઃ (સાંભળતી વખતે) રોમાંચ = રૂંવાટા ઉભા થઈ જવા, વિકસિત આંખ, મુખની પ્રસન્નતા વિગેરે બહા૨ (થતાં) તેના = આશ્ચર્યભાવના કાર્યો (ચર્મચક્ષુથી પણ) દેખી શકાય એવા હોય છે અને એ દેખાતાં હોવાથી અમે ‘આશ્ચર્ય સહિતના હૃદયવાળા છતાં સાંભળે છે' આવું કહ્યું છે.
(પ્રશ્ન : તમે તો વિનયનો ઉપદેશ આપવાનાં હતાં જ્યારે આમાં તો તમે માત્ર ગણધર ભગવંતની નમ્રતા = વિનયનું નિરૂપણ જ કર્યું છે ? એનો ઉપદેશ તો આપ્યો નથી?)
ઉત્તર ઃ (ગાથામાં ભલે સ્પષ્ટ પણે ઉપદેશ નથી અપાયો પણ એ ગાથાના અર્થનો ભાવાર્થ બતાડતાં અમે તમને કહીએ છીએ કેઃ) તે આ = હમણાં જ કહેવાયેલ ગણધર ભગવંતના ચેષ્ટિત = વર્તન (વિનયપૂર્વકના વર્તન)ને અનુસરીને = અનુસારે તે જ પ્રમાણે = વિનયપૂર્વક જ ગુરુભગવંતનું વચન સાંભળવા યોગ્ય છે. (પણ એ વખતે ‘હું વધુ જાણકાર છું’ અથવા ‘મને વધુ આવડે છે' એવો અહંકા બિલકુલ રાખવો નહીં) આ પ્રમાણેનો ભાવ = ભાવાર્થ છે. ।। ૫ ।।
:
વિશેષાર્થ : (૧) પ્રશ્ન : ‘~ાળ’ તથા ‘મુવ’ શબ્દો નપુંસકલિંગ છે. અને બહુવ્રીહિ વગર એ લિંગનો ફેરફાર થઈ શકે નહિ અને બહુવ્રીહિ સામાન્યથી બે શબ્દો હોય ત્યારે થાય છે. તો પછી અહીં તો બીજો શબ્દ નથી છતાં પુલિંગ કેવી રીતે કરેલ છે ?
ઉત્તર ઃ અહીં ‘સ્વરૂપ’ તથા ‘હેતુ’ અર્થવાળો બહુવ્રીહિ સમાસ થયેલો છે. અને એ બાદ ‘સ્વરૂપ’ અર્થમાં તથા ‘હેતુ’ અર્થમાં વ્યાકરણનો કોઈ પુલિંગવાળો ‘જ્ઞ’ પ્રત્યય લાગેલો સંભવે છે માટે પુલિંગરૂપે એ બંને શબ્દો છે.
(૨) પ્રશ્ન ઃ ગાથામાં કે ટીકામાં ક્યાંય ‘ગૌતમ સ્વામી’નો ઉલ્લેખ કર્યો નથી. માત્ર પ્રથમધર: અર્ધવાશિષ્ય: આવો જ ઉલ્લેખ કરેલ છે. તો પછી તમે શી રીતે ‘ગૌતમસ્વામી’ ને જ પ્રથમ ગણધર તરીકે ટીકાર્થમાં કહ્યાં ?
=
ઉત્તર ઃ તમારી વાત સાચી છે કે આ ગાથામાં કે ટીકામાં ક્યાંય ‘પ્રથમ ગણધર તરીકે ગૌતમ સ્વામી જ લેવા' એવો ઉલ્લેખ મળતો નથી. પણ છતાં આ ગાથા ગૌતમસ્વામી માટે પ્રચલિત છે એવો ખ્યાલ છે. માટે અમે ટીકાર્થ પણ એ પ્રમાણે કર્યો છે. બાકી પ્રચલિત વાતને મગજમાં ન લાવતાં માત્ર ટીકાર્થને નજર સમક્ષ રાખતાં આવો અર્થ થાય કે ‘દરેક પરમાત્માના શાસનમાં પ્રથમ ગણધર ભગવંત લોકોને બોધ થાય એ માટે ભગવાનને પ્રશ્નો પૂછતાં અને ભગવાન એનો જવાબ આપતાં’. અને જો વાસ્તવિકતા આ રીતની જ હોય તો અમે જે માત્ર ગૌતમસ્વામીને લઈને ટીકાનો અર્થ કર્યો છે તે વર્તમાન શાસનની અપેક્ષાએ અથવા પ્રચલિત વાતને હિસાબે સમજવો.
ஸ்ஸ்ஸ்
૨૨