Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 134
________________ સપરામશ્વાસૌ રાનીનવાતિÆ કૃતિ સપનામાઽનવાતિ: આવો બે વિશેષણોનો કર્મધારય સમાસ થશે. (પ્રથમ સમાસમાં સપામ એવું રાજકુલ થશે જ્યારે દ્વિતીય સમાસમાં સપરામ એવા ગજસુકુમાલ થશે.) આવા સપરાક્રમરાજકુલવાતિક ગજસુકુમાલ વડે (સોમિલ સસરા વડે) પોતાનું મસ્તક બળાયે છતે તે પ્રકારે = નિષ્કપતાપૂર્વક ઉપસર્ગ કરનારના વિષયવાળી ક્ષમા કરાઈ. જે પ્રકારે (તે) મોક્ષને પામ્યા. આ ગાથાનો અક્ષરાર્થ થયો. = (૩૫૫ર્વોિધરા = ક્ષમા જેને વિષે ક૨વાની હોય તે ક્ષમાનો વિષય બને. પ્રકૃતમાં ક્ષમા ઉપસર્ગ કરનારાને વિષે ક૨વાની છે તેથી ગજસુકુમાલની ક્ષમાનો વિષય તે ઉપસર્ગ ક૨ના૨ બને અને ક્ષમા તે = ઉપસર્ગ ક૨ના૨ રૂપ વિષયવાળી બને. અહીં તા નો અર્થ જ વિહિતા કર્યો. અને ‘૩૫સર્પોિધરા' દ્વારા એનો વિષય જણાવી દીધો. જે ગાથામાં ન લખેલ હોવા છતાં પ્રસ્તુતના આધારે જણાય છે.) (ઉપરોક્ત ગાથાર્થનો) ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે અને તે (કથાનક) આ છે : દ્વારિકાનગરીમાં કૃષ્ણની માતા દેવકીને પોતાના પુત્ર વડે પીવાતા સ્તનવાળી કોઈક સ્ત્રીને જોઈને ઓત્સુક્ષ્ય = કૂતુહુલજન્ય દુઃખ ઉત્પન્ન થયું કે “તે સ્ત્રીઓ ધન્ય છે જેણીઓના પીન સ્તનો દૂધમાં આસક્ત, ભોળા, વિકસિત મુખવાળા, એવા વળી ઉછળતી ડોકવાળા પોતાના પુત્રો વડે પીવાય છે. દુર્ભાગ્યવાળી એવી મને વળી આ = ભાગ્ય (પ્રાપ્ત) ન થયું.’' અને (આ રીતે) દુ:ખી (એવી તેણી) કૃષ્ણ વડે જોવાઈ. તેણે પ્રણામ કરીને કહ્યું કે, “હે માતા ! આ શું છે ?’' તેથી તેણી વડે પોતાના મનની વાત (કૃષ્ણને) કહેવાઈ. “તારા મનોરથો હું પૂર્ણ કરું = કરીશ’' એમ કહીને તેના વડે દેવની આરાધના કરાઈ. (પ્રગટ થયેલ) તે દેવે કહ્યું - ‘સ્વર્ગથી ચ્યવેલ પુત્ર થશે. પરંતુ (તે ભાવી પુત્રનો જીવ) જન્માન્તરમાં અભ્યાસ કરાયેલ શુભ કર્મવાળો છે. (અર્થાત્ સ્વર્ગના ભવથી પહેલાના ભવોમાં આ જીવે શુભકાર્યોનો વિશેષ અભ્યાસ કર્યો છે) તેથી લાંબોકાળ ઘરમાં રહેશે નહીં. (અર્થાત્ સંસાર ત્યાગી સંયમી બનશે.)'' તે સાંભળીને કૃષ્ણ વડે દેવકીને (દેવે કહેલું) કહેવાયું. એણી વડે સ્વીકારાયું. (એટલે કે ‘ભલે પુત્ર સંસાર ત્યાગી સંયમી બનશે તો પણ મારે પુત્ર જોઈએ કેમકે મારે તો દુગ્ધપાન કરાવવાનો મનોરથ પૂરો કરવો છે.’’ એમ કહીને વાત સ્વીકારી લીધી.) ત્યારબાદ હાથીના સ્વપ્નથી સૂચિત ગર્ભ ઉત્પન્ન થયો. ક્રમે કરીને બાળક જન્મ્યો... ‘ગજસુકુમાર’ એ પ્રમાણે (તે બાળકનું) નામ કરાયું. તે યૌવનને પામ્યો (ત્યારે) માતા-પિતા વડે સોમિલ નામે બ્રાહ્મણની પુત્રીને વિષે ઉદ્ઘાહિત કરાયો. = બ્રાહ્મણની પુત્રી સાથે તેનું લગ્ન કરાયું. તે ગજસુકુમાર ઈન્દ્રજાળની જેમ આખા જગતને અસાર માનતો, વૈષયિકસુખને વિડંબનાતુલ્ય (નિરર્થક) માનતો (અને) ઘરને કારાગૃહ જેવું વિચારતો માતા-પિતાના આગ્રહથી તેટલો કાળ = થોડો કાળ (ઘરમાં) રહ્યો. પછી માતા-પિતાને પોતાનો અભિપ્રાય = ઈચ્છા જણાવીને અને વિવિધ ઉપાયો વડે તેમને સમ્ભાવ્ય = સમજાવીને માતા, પત્ની અને કૃષ્ણ વડે રજા અપાયેલ (તે) ભગવાન નેમિનાથના ચરણોમાં પ્રવ્રુજિત થયા. ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષાથી અભ્યસ્ત પરિપક્વ થયે તે ગજસુકુમા૨ મુનિ એક વખત દ્વારિકામાં જ સ્મશાનમાં કાયોત્સર્ગ વડે રહ્યા. કોઈપણ =

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138