________________
पातिताः भूतले, जातः कोलाहलः, तमाकर्ण्य निर्गता भद्रा, दृष्टो मुनिः प्रत्यभिज्ञातश्च। ततो रुद्रदेवादीनुद्दिश्याह-हे दुर्मतयो! यास्यथामुं कदर्थयन्तोऽन्तकसदनं, सोऽयं महाप्रभावः सुरपूजितो मुनिरिति। ततस्तच्चरणपतितास्ते भद्रा च प्राहुः, क्षमस्व महामुने! यदपराद्धमज्ञैरिति। मुनिनोक्तं - न मुनीनां कोपावकाशः, तत्कारिणं यक्षं तोषयतेति। ततस्तोषितस्तैर्यक्षः, प्रतिलाभितो मुनिः, प्रादुर्भूतानि दिव्यानि, किमेतदिति जातकुतूहल: समायातो लोको, विज्ञाय व्यतिकरं राजा च। मुनिदेशनया च प्रतिबुद्धा बहवः प्राणिन इति।
तस्मान्न कुलं प्रधानम्, अपि तु गुणा एव तद्विरहे, तस्याकिञ्चित्करत्वादिति ।। ४३ ॥
અવતરણિકાઃ તત્ર = તેમાં = ઉપરોક્ત વાતમાં એટલે કે “સાધુઓ અજ્ઞોના દુષ્ટચેષ્ટિતને સહન કરે” આ વાતમાં કોઈ એવું વિચારે કે “આવા પ્રકારના સત્કાર્યો કુળવાનો જ કરે, બીજા નહીં તેના પ્રતિ = જે આવું વિચારે છે એની સમક્ષ ગ્રંથકારશ્રી “આમાં = સહન કરવામાં લઘુકર્મતા કારણ છે, કુળ નહીં” આ વાતને કહે છે -
ગાથાર્થ : આમાં કુળ પ્રધાન નથી. શું તે હરિકેશબલનું કુળ હતું? (કે જેના) તપવડે આવર્જિત દેવો પણ જેની સેવા કરે છે. || ૪૩ //
ટીકાર્થઃ સત્ર = ધર્મના વિચારમાં ઉગ્ર વિગેરે કુળો પ્રધાન = મુખ્ય નથી. કારણ કે બળ નામના ચંડાળનું શું કુળ હતું? અર્થાત્ તેનું કુળ અતિનિન્દિત હોવાથી નહોતું.” એવો કહેવાનો આશય છે. (જેમ અલ્પધનવાનો નિર્ધન કહેવાય તેમ અહીં સમજવું)
પ્રશ્નઃ “બલ નામના માતંગનું કુળ નિન્દિત હોવાથી કુળ નહોતું'' એવું જે કહ્યું તેમાં તેનું શું થયું? અર્થાત્ તે નિન્દિતકુળવાળા બલ જોડે એવી કઈ વિશિષ્ટ ઘટના ઘટી છે?
ઉત્તર : શિષ્ય! સાંભળ. ધર્મના વિચારમાં કુળની અપ્રધાનતા બતાવવા જ બલની વાત કરું છું કે જેના અઠ્ઠમ વિગેરે વિકૃષ્ટ તપથી આવર્જિત = હરાયેલા છે હૃદય જેઓના એવા દેવો પણ (મનુષ્યોની વાત જવા દો) જેની સેવા કરે છે તેનું શું કુળ હતું? (ઉત્તમ કુળ ન હોવા છતાં તપ ધર્મથી આવર્જિત દેવો તે મુનિની સેવા કરતાં હતા તેથી જ જણાય છે કે ધર્મ બાબતે કુળ પ્રધાન નથી.)
આ ગાથાનો સામાન્ય અર્થ કહ્યો. વિશેષાર્થ વળી ઉદાહરણ = દૃષ્ટાન્તથી જાણવા યોગ્ય છે, તે ઉદાહરણ આ છે.
બ્રાહ્મણના ભવમાં જાતિમદવડે ઉત્પન્ન કરેલ નીચગોત્રવાળા, તેના વિપાકથી પ્રાપ્ત કરેલ નિન્દ જાતિવાળા બેલ નામના ચંડાલસાધુ વિશિષ્ટતપઆચરણમાં રત (છતાં) વણારસીમાં તિન્દુક ઉદ્યાનમાં ગંડીતિન્દુષ્પક્ષના દેવાલયમાં રહ્યા. અને તેમના ગુણોથી આકર્ષિત મનવાળો, મૂકાયા છે તમામ કાર્યો જેના વડે એવો તે યક્ષ તેમની સેવા કરતો હતો. એક વખત બીજા ઉદ્યાનથી આવેલો તેનો મિત્રયક્ષ તેને કહે છે “મિત્ર! તું કેમ દેખાતો નથી?” (તું મારાવડે કેમ દેખાયેલો નથી?) તે બોલ્યો “આ પૂજ્ય મહર્ષિને પૂજતો રહું છું = તેમની સેવા કરતો રહું છું”