________________
મહાવીર ભગવાનના સમવસરણમાં કોઈક ભીલે મનથી પૂછ્યું. ભગવંતે કહ્યું “ભદ્ર! વાણીથી પૂછ.” તે બોલ્યો “ભગવન્! જા સા સા સા?” (જે તેણી તે તેણી છે?) ભગવાન વડે કહેવાયું “ભદ્ર! જા સા સા સા.'
ભીલ ગયો. ત્યાર પછી લોકોના પ્રતિબોધ માટે ગૌતમસ્વામી બોલ્યા, “આના વડે શું પૂછાયું? અને આપ પૂજ્યવડે શું કહેવાયું?' ત્યારબાદ ભગવાને તેના વૃતાન્ત = પ્રસંગને કહ્યો :
વસન્તપુર નગરમાં અનગસેન નામે સોનીએ સ્ત્રીની આસક્તિને લીધે પોતાના રુપથી ઝાંખી કરાઈ છે અપ્સરાઓ જેણીઓ વડે એવી તરુણ સ્ત્રીઓને ઈચ્છિત દાન આપવા વડે (= આપીને) ૫૦૦ પત્નીઓ ભેગી કરી હતી, એ ભેગી કરીને ઈર્ષાળુ = બીજો કોઈ મારી પત્નીઓને જોઈ ન જાય, લઈ ન જાય વિ. પરિણામોવાળો હોવાને લીધે મહેલમાં રાખીને (તેમનું) રક્ષણ કરતો હતો. અર્થાત્ એ બધાને ક્યાંય જવા દેતો નહોતો. માત્ર મહેલમાં જ રાખતો. અને (રોજ એક પત્ની સાથે ભોગ ભોગવતો હોવાથી ક્રમ પ્રમાણે આવતી) પોતાના પરિભોગવાળી પત્નીને છોડીને અન્યને સંસ્કાર = શણગાર કરવા દેતો નહીં. એક વખત તે ઈચ્છતો ન હોવા છતાં મિત્ર વડે પ્રવર = વિવાહ વિ. પ્રસંગમાં લઈ જવાયો. “આ અવસર છે = પતિ ગેરહાજર છે કોઈ રોકનાર નથી' એમ વિચારીને કરાયા છે નાન, વિલેપન, આભરણ અને વેષ જેણીઓ વડે એવી હાથમાં દર્પણવાળી પત્નીઓ “afહતુF = ક્રીડા કરવાને= શણગારાયેલા પોતાના મુખને જોવાને પ્રવર્તી...
સોની આવ્યો. ગુસ્સે થયો. એકને પકડીને મર્મસ્થાનોમાં મરાઈ. તેણી પ્રાણી વડે વિયોગવાળી થઈ અર્થાત્ મૃત્યુ પામી.. બીજીઓવડે વિચારાયું “આપણને પણ આ પ્રમાણે કરશે ( = મારી નાંખશે) (તેથી) ભયથી એક સાથે તેના ઉપર દર્પણો છોડ્યા (= માર્યા) અને તે સોની મૃત્યુ પામે છતે પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો. “પતિને મારનારીઓની બીજી કોઈ ગતિ નથી ( = જીવવું, ભાગી જવું વિ. કોઈ રસ્તા નથી)' એમ વિચારીને તેણીઓ અગ્નિમાં પ્રવેશી. પતિને મારવારૂપ સામુદાયિક પાપ કરવાનેલીધે બંધાયેલ સામુદાયિક કર્મના કારણે (તેણીઓ) એક જ પલ્લીમાં ચોર તરીકે ઉત્પન્ન થઈ. સૌપ્રથમ હણાયેલી પત્નીનો જીવ તો કોઈક ગામમાં બાળક થયો. સોની વળી અન્ય યોનિઓમાં ( = ભવોમાં) ફરીને તે = બાળકની બહેન તરીકે ઉત્પન્ન થયો. પૂર્વભવના વાસનાના સંસ્કારને લીધે તેણીને મોહ = વિષયની લાલસા અતિ ઉત્કટ હતી. અને તેથી તેણી સતત રડે છે. બાળક વડે કોઈક રીતે ( = અજાણતા) અવાચ્ય દેશમાં સ્પર્શાઈ. તેણી શાંત થઈ. “બહેનને શાંત કરવાનો આ ઉપાય છે' એ પ્રમાણે વિચારીને બાળક વારંવાર સ્પર્શે છે. માતા-પિતા વડે જોવાયો. અટકાવાયો. (છતાં) નહીં અટકતો ઘરમાંથી નીકાળાયો. પલ્લીમાં ગયો.. પલ્લીનો અધિપતિ = સ્વામી થયો. રૂતર = તેની બહેન પણ વધતી એવી પ્રબળ કામ તૃષ્ણાવાળી હોવાથી કોઈક ગામમાં ગઈ. ત્યાં તે ચોરો આવ્યા. તેણી વડે “શું મને નહીં લઈ જાઓ?” આવા વચનવડે પોતાનો આત્મા તેઓને સમર્પિત કરાયો. બધાની પત્ની થઈ, તેના પરની દયાથી તે ચોરો વડે બીજી પણ સ્ત્રી લવાઈ. “આ મારા રતિ = સંસારસેવનમાં વિજ્ઞનું કારણ છે” એમ વિચારીને