Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 115
________________ नेपथ्य-वर्णक-विच्छित्यादिलक्षणो यस्य सोऽन्योन्यरूपवेषः, कोऽसौ ? नटः, स इव परावर्तते परिभ्रमति નવ માત્મતિ / ૪૪ || || ૪૫ / || ૪૬ | અવતરણિકા ઃ બીજી વાત, આ આત્મા નટની જેમ અલગ-અલગ રૂપોવડે ફરે છે = સંસારમાં રખડે છે. તેથી કુળના અભિમાનનો અવકાશ = અવસર જ કયો છે? (અર્થાત્ અભિમાન થવાની કોઈ શક્યતા જ નથી.) ગ્રંથકારશ્રી આ વાતને કહે છે : ગાથાર્થ દેવ, નારક, કીડા, પતંગિયું, મનુષ્ય, રૂપી, કદરૂપી, સુખી, દુઃખી, રાજા, ભિખારી, ચંડાળ, બ્રાહ્મણ, સ્વામી, દાસ, પૂજ્ય, દુર્જન, નિર્ધન, ધનવાન એ પ્રમાણે (ભમે છે) સ્વકર્મની રચના સમાન કરાયેલ ચેષ્ટાવાળો જીવ જુદા-જુદા વેષવાળા નટની જેમ ભમે છે. આમાં = ભ્રમણમાં કોઈ નિયમ નથી... || ૪૪-૪૫-૪૬ // ટીકાર્થ ઃ દેવ, નારક પ્રતીત જ છે = જણાયેલા જ છે = પ્રસિદ્ધ જ છે અહીં અને આગળના બધા રૂતિ શબ્દો ઉપપ્રદર્શનમાં છે = નારક એ પ્રમાણે, પતંગીયું એ પ્રમાણે. આવું જણાવવામાં છે. તથા બધા ર શબ્દો સમુચ્ચય અર્થમાં છે અથવા તો પોતાના અનેક = બીજા ભેદોના સૂચક છે. તેથી દરેક વખતે તેના અર્થ કરવામાં આવશે નહીં એનો ખ્યાલ રાખવો.). | (દેવ, નારક) તથા કૃમિ વિ. કીડા, પતંગીયું, મનુષ્ય (એ પ્રમાણે) આ જીવ ભમે છે. આ પ્રમાણે સર્વત્ર = દરેક પદ સાથે ક્રિયાપદનો અન્વય કરવો. “ટ” અને “પતા ' આ બંને પદો “તિર્યંચ જાતિના ઉપલક્ષણભૂત છે. અર્થાત્ એ બે પદોથી આખી તિર્યંચ જાતિ લઈ લેવી. રૂપી = સુંદર શરીરવાળો, વિરુપી = કદરૂપો, સુખને ભજવાના = પામવાના સ્વભાવવાળો = સુખી, આ પ્રમાણે = દુઃખને ભજવાના સ્વભાવવાળો = દુઃખી તથા રાજા, ભિખારી, ચંડાળ (રૂપે) તથા આ જ જીવ સામ વિ. વેદોને જાણનારો એટલે કે શ્રેષ્ઠ બ્રાહ્મણ (રૂપે ભમે છે). પ્રશ્ન : ગુરુજી! જીવ પદાર્થને જ જણાવનાર પણ પદનું વારંવાર ગ્રહણ કેમ કરવામાં આવ્યું છે? ઉત્તર : શિષ્ય! વારંવાર ઉષ પદનું ગ્રહણ “પર્યાયનો નાશ થયે છતે પણ જીવદ્રવ્યની અનુવૃત્તિ ચાલે છે = સાથે જ રહે છે તે જણાવવા માટે કરાયું છે. કહેવાનો આશય એ છે કે આ એક જીવ અલગ-અલગ રૂપે ભમે છે. (પણ) સર્વ રીતે અન્ય થતો નથી. (એટલે કે પર્યાયો બદલાતા આ જીવ દેવ થયો. મનુષ્ય થયો... એવો વ્યવહાર થાય પણ તેના બદલાતા પર્યાયોમાં રહેલો જીવ તો એક જ હોય છે તે બદલાતો નથી.) તથા સ્વામી = પોતાના વડે જેઓ પોષણ કરાતાં હોય તેની અપેક્ષાએ મુખ્ય વ્યક્તિ (અર્થાત્ તે લોકોનો માલિક, શેઠ વિગેરે. પણ “રાજા” અહિં સ્વામી શબ્દથી લેવાનો નથી કેમકે એ પૂર્વે કહી દીધેલ છે.) દાસ = નોકર, પૂજનીય = ઉપાધ્યાય = અધ્યાપક વિગેરે, દુર્જન, નિદ્રવ્ય = નિર્ધન, ધનવાન (એ રૂપે જીવ પરિભ્રમણ કરે છે.) પ્રશ્ન : ગુરુજી! આમાં = જીવનાં પરિભ્રમણમાં કોઈ નિયમ ખરો? ઉત્તર : શિષ્ય! આ બાબતમાં કોઈપણ નિયમ નથી. એટલે જેમ કેટલાકો માને છે “પુરુષ પુરુષપણાને પામે, પશુઓ પશુપણાને પામે આવો નિયમ = અવશ્યપણું સંભવતો નથી... કારણ કે આવો નિયમ પ્રત્યક્ષ વિ. પ્રમાણથી બાધિત = વિરુદ્ધ છે.

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138