________________
(પ્રશ્ન : “બોલવાનું શક્ય છે?” એવું કઈ બાબતે કહો છો?)
ઉત્તર : (પાંચમો આરો, તીર્થકરો વિગેરેની ગેરહાજરીને લીધે) “રાગ અને ઉપલક્ષણથી દ્રષવાળો વર્તમાનનો ધર્મ છે. અને એવા આ સરાગ ધર્મમાં કોઈ ક્રોધ વિગેરે કષાય વિનાનો છે.' આવું બોલવાને શું શક્ય છે?
કહેવાનો આશય એ છે કે રાગદ્વેષવાળા વર્તમાનકાળના ધર્મમાં કોઈ અકષાયી છે એવું બોલવાને શક્ય નથી જ. | (છતાં) જે મહાત્મા વળી કાન માટે કડવી એવી વાણી રૂપી ઈન્ધનથી પ્રગટ કરાયેલા કષાયોને અત્યંતપણે ધારી રાખે એટલે કે જે કષાયો ઉદયમાં આવ્યા નથી તેનો અનુદય (= ઉદયમાં ન આવે એવા) કરવા દ્વારા અને જે કષાયો ઉદયમાં આવી ગયા છે તેને નિષ્ફળ કરવા દ્વારા નિગ્રહ કરે = મનમાં આવી ગયેલા કષાયોને વચન-કાયામાં ન આવવા દે તે મુનિ છે.
મુનિ: = યથાવસ્થિત = વાસ્તવિક એવા મોક્ષના કારણને જાણે છે તેથી તે મુનિ કહેવાય છે. (હવે અહીં અકષાયપણું એ વાસ્તવિક મોક્ષનું કારણ છે. એથી જે મહાત્મા એ “અકષાયપણું જાળવી રાખે, અને જાળવણી જ્ઞાન વગર શક્ય ન હોવાથી તે “મુનિ' કહેવાય. “મુનિ' શબ્દનો વ્યુત્પત્તિ અર્થ ઘટી જાય છે માટે.)
પ્રશ્ન : ગુરુજી! ગાથામાં મૂકેલ પુન: શબ્દનો અર્થ શું છે?
ઉત્તર : શિષ્ય! ગાથામાં મૂકેલ પુન: શબ્દ વિશેષણ અર્થવાળો છે એટલે કે વિશેષ બાબતને જણાવનારો છે. | (પ્રશ્ન : કયા વિશેષણને = વિશેષ બાબત ને જણાવનાર છે?)
ઉત્તર : “સરાગધર્મમાં પણ વર્તતો એટલે કે અકષાયી ન હોવા છતાં પણ વિવેકથી યુક્ત હોવાથી મુનિ જ છે. અર્થાત્ સકષાયી હોવા છતાં જે વિવેકી છે = કષાયોનો નિગ્રહ કરે છે તે મુનિ જ છે. આટલી વિશેષ બાબત પુન: શબ્દથી સૂચિત જાણવી. (જનું દિકસૂચન ટીકાર્થમાં “વળી અર્થ કરવા દ્વારા કરાયેલ છે.) ૩૪
லலல किमर्थमेते निगृह्यन्ते इत्याशङ्क्यामीषामपायकारितामाह -
कडुयकसायतरुणं, पुष्पं च फलं च दोवि विरसाइं ।
पुप्फेण झाइ कुविओ, फलेण पावं समायरइ ।। ३५ ।। कडुयकसायतरुणं० गाहा : कटुकाश्च ते संयमसुखभङ्गहेतुत्वात्कषायाश्च कटुककषायाः, त एव तरवस्तदुत्तरप्रकृतिशाखादिमत्त्वात् तेषां पुष्पं च फलं च द्वे अपि विरसे कटुके, निम्बादीनां लोकोक्त्या कटुकानामपि पाककाले माधुर्यमुपलभ्यते, न पुनरेतेषामिति भावः। किमेषां पुष्पं ? किं वा फलम्? इत्याशक्य क्रोधमधिकृत्य दर्शयति- पुष्पेण हेतुभूतेन ध्यायति विरुपकं चिन्तयति, कुपितः