________________
અહો! વિષયો અત્યંત ખરાબ અંતવાળા હોય છે. તેથી આ વાત લગ્ન = યોગ્ય જણાય છે = લાગે છે (પ્રશ્ન : કઈ વાત યોગ્ય લાગે છે?)
ઉત્તર : જે વાત (ધર્મશાસ્ત્રમાં) કહેવાયેલી છે કે : “વિષયાસક્ત વ્યક્તિ ગુણોવડે તે રીતે માતા, પિતા, બેન, ભાઈને નથી જોતો જે રીતે એ વિષયોને જુએ છે. (અર્થાત્ વિષયાસક્તને વિષયો એટલા પ્યારા લાગે છે. એની તોલે એને એના માતા, પિતા, વિગેરે પણ એટલા પ્યારા નથી લાગતા માટે પોતાના વિષયસેવનમાં જો એ લોકો ક્યારેક નડતર રૂપ બને તો એ લોકોનું પણ કાસળ કાઢવામાં વિષયાસક્ત વ્યક્તિ વિલંબ ન કરે. માટે “વિષયો દુરન્ત' છે એ વાત તદ્દન યોગ્ય લાગે છે.)
આ પ્રમાણે ઉત્પન્ન થયો છે વૈરાગ્ય જેમને એવા તે બાહુબલીજીએ પોતાના હાથમાં રહેલા) દંડને ધરતી પર નાંખી દીધો. (છેલ્લુ દંડયુદ્ધ હતું માટે “દંડને નાખી દીધોએમ કહ્યું છે.) ત્યારબાદ પાંચમુષ્ટિવાળો લોચ કર્યો, એ પછી દેવવડે રજોહરણ વિગેરે દ્રવ્યલિંગ અપાયું અને બાહુબલીજીએ (ભાવથી) દીક્ષાને સ્વીકારી લીધી.
આ પ્રમાણેના તે પ્રસંગને જોઈને ભરતજી પોતાના આવા ખોટા પગલાને લીધે શરમાઈ ગયા. (પછી) ક્ષમા માંગવી વિગેરે અનેક પ્રકારે બાહુબલીજીને ખુશ કરીને (ખુશ કરવા પ્રયત્ન કરીને) (છેવટે) વન્દન કરીને ભરતજી પોતાને સ્થાને ગયા.
અને આ બાજુ બાહુબલી મહાત્મા વળી હું છદ્મસ્થ હોવાને લીધે કેવલી એવા નાનાભાઈઓને કેવી રીતે વન્દન કરી શકીશ? (ના, મારાથી નાના ભાઈઓને વંદન નહી થાય)” આવા પ્રકારના અભિપ્રાયને લીધે ત્યાં જ રહી ગયા. (જે યુદ્ધભૂમિ પર ઊભા રહીને પ્રવજ્યા સ્વીકારી હતી ત્યાં જ ઊભા રહી ગયા.)
(અને) કાયોત્સર્ગ વડે (પૂર્વક) ઊભા રહેલા એવા એમને એક વર્ષ પસાર કરી દીધો. ઠંડી, પવન અને તાપને લીધે એમનું શરીર દાવાનળમાં બળી ગયેલ હૂંઠા જેવું થઈગયું, (એમના શરીર પર) ચારેબાજુ વેલડીઓ ફેલાઈ ગઈ, તીક્ષ્ણ એવું દર્ભ નામનું ઘાસ ઉગી ગયું, બે પગની વચ્ચે (કીડાઓ વિગેરે વડે કરાયેલ) રાફડાઓ = નાનકડા માટીના પર્વત જેવા ઊભા થઈ ગયા, (એમની દાઢી વિગેરે એટલી હદની વધી ગયેલ કે એ) દાઢી વિગેરે પર પક્ષીઓએ ઈંડાઓ મૂકી દીધા.
ત્યારપછી ભગવાન્ ઋષભદેવે બાહુબલીજીના બહેન એવા બ્રાહ્મી અને સુંદરીજીને આ પ્રમાણે શીખવાડીને તે બાહુબલીજીને પાસે મોકલ્યા.
(પ્રશ્ન : શું શીખવાડીને મોકલ્યા?)
ઉત્તર : “તમારા બંને વડે ત્યાં જઈને આ પ્રમાણે કહેવા યોગ્ય છે કે હે ભાઈ! હાથી પરથી હેઠા ઉતરો'' આ પ્રમાણે શીખવાડીને તેઓને બાહુબલીજી પાસે મોકલ્યા.
ત્યારબાદ ત્યાં જઈને તે બંને બહેનો વડે તે વાત કહેવાઈ (અને એ સાંભળીને) બાહુબલીજીએ વિચાર્યું કે જેને બધા સંગો = સંબંધો મૂકી દીધેલા છે એવા મારે હાથી ક્યાંથી સંભવે? આ! જણાઈ ગયું