Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 123
________________ ધર્મ એટલે સદાચાર.. નીતિ, ન્યાય, નિર્લોભતા, સત્યવચનતા વિગેરે સદાચારોનો વિલોપ = વિશેષથી નાશ... (અર્થની મૂર્છા ન્યાય-નીતિનું દેવાળું કઢાવે એ જગજાહેર જ છે) (આ રીતે સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ બંનેથી ભ્રંશને ગ્રંથકારશ્રીએ જણાવી દીધો.) (૧૦) અરતિ = ચિત્તનો ઉદ્વેગ... મનની અસ્વસ્થતા. આ બધા ય અર્થથી થાય છે.. (પ્રશ્ન : ગુરુજી! અર્થથી શું શું લેવાનું છે? અર્થ એટલે માત્ર ધન કે અન્ય પણ? ઉત્તર : શિષ્ય! અર્થ એટલે માત્ર ધન નહીં. પણ કર્થ પદનો વ્યુત્પત્તિ અર્થ કરીને જેટલી વસ્તુઓનો એમાં સમાવેશ થાય એ બધી લેવી... (પ્રશ્ન: ગુરુજી! અર્થ પદની વ્યુત્પત્તિ શું છે?) ઉત્તર : શિષ્ય! ગર્ણ પદની વ્યુત્પત્તિ દર્શાવતા ટીકાકારશ્રી જણાવે છે કે સ્થતિ = વિવેવિકર્તવ્ય રૂતિ કર્થ: વિવેક વિનાના જીવો વડે જેની ઈચ્છા કરાય, પ્રાર્થના કરાય એ તમામ વસ્તુઓ અર્થ કહેવાય. આવો અર્થ કરવાથી ધન, ધાન્ય, સોનું, ચાંદી, સ્ત્રી વિ. બધી વસ્તુઓ અર્થ કહેવાશે. આ બધા ઉપરોક્ત અનર્થો - અપાયો અર્થથી થાય. આ રીતે અર્થજન્ય અપાયો જણાવવા દ્વારા પરિગ્રહમાં અપાયની કારણતા કહી. (૪૯) லலல किञ्च, प्रस्तुतव्रतविरोधी चायमित्याह - दोससयमूलजालं, पुव्वरिसिविवज्जियं जई वंतं । अत्यं वहसि अणत्यं, कीस अणत्यं तवं चरसि? ॥ ५० ॥ दोससयमूलजालं० गाहा : अर्थं यदि वहसि किं तपश्चरसीति क्रिया। किम्भूतमर्थं ? दुष्यते आत्मा एभिरिति दोषा रागादयः प्राणिवधादयो वा, तेषां शतानि, तेषां मूलं कारणं चासौ जालं च मत्स्यबन्धजालवत् तद् बन्धहेतुत्वाद्दोषशतमूलजालम्। यदि वा दोषशतानि तरोरिव मूलजालं यस्य स तथा तम्। अत एव पूर्वर्षिभिर्वैरस्वाम्यादिभिर्विशेषेण वर्जितः परिहतः पूर्वर्षिविवर्जितस्तम्। पूर्वर्षिग्रहणं चेदानीन्तनाः कर्मकालादिदोषादर्थवहनप्रवणा भूयांसो दृश्यमाना अपि विवेकिना नालम्बनीकर्तव्या इति ज्ञापनार्थम्। यदि वान्तं प्रव्रज्याङ्गीकरणेन त्यक्तमर्थं हिरण्यादिकं वहसि धारयसि, किम्भूतमर्थम्? अनर्थं नरकपाताद्यनर्थहेतुत्वात्, ततो हे दुर्मते! किमित्यनर्थं निष्प्रयोजनं तपोऽनशनादिरूपं चरस्यनुतिष्ठसि? नेदं पौर्वापर्येण घटत इत्यभिप्रायः ॥ ५० ॥ અવતરણિકા અને બીજી વાત એ કે આ અર્થ પ્રસ્તુતવ્રત = સાધુજીવનને વિરોધી છે. (એટલે કે અર્થના ધારણ કરવામાં સાધુજીવન નથી) આ વાતને ગ્રંથકારશ્રી હવેની ગાથામાં જણાવે છે : ગાથાર્થ ઃ જો (૧) તું સેંકડો દોષોનું કારણ (આથી) (૨) પૂર્વર્ષિઓવડે ત્યજાયેલ, (તારા વડે) (૩) વમી દેવાયેલ (૪) અનર્થકારી એવા અર્થને ધારણ કરે છે. તો શું કામ ફોગટ તપને કરે છે? I૫૦ ||

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138