________________
જે લોકોમાં શ્રેષ્ઠ હોય. નગરનો રાજા તે જ થઈ શકે જે લોકોમાં ક્ષાત્રવટની અપેક્ષાએ ચડિયાતો હોય.)
પ્રશ્ન : તમે જે આ “જગતને વિષે પ્રધાન રૂપ' વ્યક્તિ કહો છો તે વ્યક્તિ કોણ છે?
ઉત્તર : વૃષભ (‘વૃષભ' એ પ્રમાણે નામવાળા આ અવસર્પિણીની ચોવીશીના) પ્રથમ તીર્થકર અને વીરપ્રભુ (એ જગતને વિષે પ્રધાન રૂપ છે).
(પ્રશ્ન : તમે અહીં “અને અર્થવાળો ઘ' શબ્દ ક્યાંથી લાવ્યા? ગાથામાં તો નથી લખેલો?)
ઉત્તર : “ઘ' શબ્દ (ગાથામાં) લોપાઈ ગયેલો છે નિર્દેશ-કથન જેનો એવો છે. (અર્થાત્ ગાથામાં સ્પષ્ટ શબ્દ રૂપે ‘વ’ ભલે નથી દેખાતો પણ અર્થને બરાબર સંગત કરવા લોપાઈ ગયેલો “ઘ' શબ્દ અહીં સમજવાનો જ છે. જેમ “T - ગો’ પછી આવતાં “ગ” નો લોપ થવા છતાં લોપાયેલો એવો પણ
ગ' ત્યાં સમજીએ છીએ તેમ.) અને એવું હોવાથી જેમ અહીં “' શબ્દ લુપ્ત નિર્દેશવાળો છે તેમ હવે પછીનાં (આખા ગ્રંથના) વિશેષણોમાં પણ - જ્યાં “' શબ્દની આવશ્યકતા હોય છતાં ગ્રંથકારશ્રીએ લખેલ ન હોય તેવી બાબતોમાં પણ ર’ શબ્દનું લુપ્ત નિર્દેશવાળાપણું સમજી લેવું.
(પ્રશ્ન ઃ તેઓ કેવા છે?).
ઉત્તર : રિત્નો... ત્રણ જગતરૂપી લક્ષ્મીદેવીના (કપાળને વિષે) તિલક સમાન (વિશેષકનો અર્થ તિલક જ છે) પ્રભુ છે. આ વિશેષણ વડે “પ્રભુ ત્રણ ભુવનને શોભાવનાર છે' આ પ્રમાણે (ગ્રંથકારશ્રી) કહે છે.
વિશેષાર્થ (૧) “ફૂડામણિભૂતઃશબ્દનો ટીકાકારશ્રીએ સીધેસીધો અર્થ ન કરતાં એનો ફલિતાર્થ કહ્યો છે. કેમકે એનો શબ્દાર્થ એ સહેલો જ છે. માટે એ શબ્દથી જે તાત્પર્ય કાઢવો હતો એ તાત્પર્ય જ ફલિતાર્થમાં બતાવી દીધો. (શબ્દાર્થ = જગતના મસ્તકને વિષે મણિ જેવા, ફલિતાર્થ = સર્પના મસ્તકને વિષે જેમ મણિ પ્રધાન વસ્તુ ગણાય તેમ પ્રભુ એ લોકમાં પ્રધાન પુરુષ છે.)
(૨) પ્રશ્ન : તમે જે “વુિં.... યોગ્યમ્' આ પંક્તિનો અર્થ કર્યો એમાં “યોગ્યમ્' શબ્દના વિશેષ તરીકે તુર્તનિદ્ધિત્વ'ને કેમ બતાડ્યું?
ઉત્તર : જો વિશેષ્ય તરીકે ' શબ્દ લો તો એ પુલ્લિંગ હોવાથી “વોચ' નું નપુસંકલિંગ ઘટશે નહીં. જ્યારે .... નિર્દિષ્ટત્વ' એ નપુસંકલિંગ શબ્દ જ હોવાથી બધું સંગત થઈ જશે.
(૩) પ્રશ્ન : પ્રભુ ત્રણ ભુવનને શોભાવનાર કેવી રીતે છે?
ઉત્તર : કોઈ ગામ કે નગરમાં વિશિષ્ટ વ્યક્તિ કે વસ્તુ રહેલી હોય તો લોકમાં એમ કહેવાય કે “આ ગામ વિગેરે આ વ્યક્તિ વિગેરેથી શોભી ઉઠેલ છે. તેમ પ્રભુ આ જગતમાં કેવલજ્ઞાનાદિ વિશિષ્ટ ગુણના ધારક વ્યક્તિ તરીકે છે અને એવા વિશિષ્ટ વ્યક્તિ વડે (જેને અહીં આભૂષણની ઉપમા આપવામાં આવી છે તેના વડે) આ જગતુરૂપી લક્ષ્મી શોભી ઉઠે એમાં આશ્ચર્ય શું?