________________
પ્રશ્ન : એ પ્રથમ ગણધર કેવા છે? ઉત્તર : સમાપ્ત એટલે કે નિષ્ઠાને પામેલુ = પૂરું થયેલું છે શ્રુતજ્ઞાન જેનું = સંપૂર્ણ શ્રુતજ્ઞાની (તેઓ છે) (પ્રશ્ન : “માતં શ્રુતજ્ઞાનં યસ્થ સ = સમાપ્તશ્રુતજ્ઞાન:' આ પ્રમાણે બહુવ્રીહિ સમાસ કરીને વાળા' અર્થ વાળો ‘રૂન' પ્રત્યય લગાડ્યા વગર બધું ઘટી શકતું હતું તો પછી શા માટે “રૂન' પ્રત્યય લગાડ્યો છે?).
ઉત્તર : વ્યાકરણમાં કાતિ ગ’ નામનો શબ્દોનો વિભાગ છે. જેમાં અમુક પ્રકારના શબ્દોને અમુક પ્રકારના (પ્રચલિત કરતાં જુદા) નિયમો લગાડીને જુદી રીતના સમાસો વિગેરે કરવામાં આવતા હોય છે. જેમકે એમાં “સર્વધન' વિગેરે શબ્દો છે. હવે આ શબ્દનો બહુવ્રીહિ સમાસ કરી લઈએ તો પણ સર્વધનવાળો = સર્વશન: (વત્ત:) એમ અર્થ મળી જશે (સર્વ નં યસ્થ = સર્વચન:) છતાં આ શબ્દ આકૃતિગણનો હોવાથી “રૂન' પ્રત્યય એ છે સમાસનાં અન્તમાં જે શબ્દના એવો એ શબ્દ બન્યો અર્થાત્ સર્વધની’ એવો શબ્દ તૈયાર થશે. એની જેમ અહીં પણ સમજવું.
(આ મુદ્દો વ્યાકરણનો છે. એથી વ્યાકરણ કરેલાઓને વાંધો નહીં આવે, પણ એ નહીં ભણેલાઓને ન બેસે તો જરાય મૂંઝાવું નહીં. કેમકે પ્રસ્તુત પદાર્થ સાથે એ વિશેષ કશો સંબંધ ધરાવતું નથી.)
આથી = સંપૂર્ણશ્રુતજ્ઞાની હોવાથી તેઓ શ્રુતકેવલી કહેવાય અને શ્રુતકેવલી હોવાથી (ભગવાનને પોતાના વડે પૂછાતાં પદાર્થને પોતે) જાણતા હોવા છતાં પણ (પોતાના સિવાયના) શેષ = બાકીના લોકોને બોધ થાય એ માટે પહેલાં પૂછે છે, અને પૂછ્યા બાદ ભગવાનવડે કહેવાતા તે = પૂર્વે જે સંબંધી પ્રશ્ન કર્યો હતો તે અર્થને (વિસ્મિતહૃદયવાળા છતાં સાંભળે છે.)
પ્રશ્ન : ‘ત' શબ્દનો અર્થ તમે તે = પૂર્વે પૂછાયેલ' એવો કેવી રીતે કર્યો? કેમકે ગાથામાં તો એવો કોઈ શબ્દોલ્લેખ મળતો નથી.
ઉત્તર : તત્’ શબ્દ એ પ્રસ્તુત વાતને વિચારનારો – કહેનારો હોય છે (જેમકે “રામ રાજા હતાં અને તે લક્ષ્મણના ભાઈ હતાં' અહીં પ્રસ્તુતમાં રામને ઉદ્દેશીને વાત ચાલતી હોવાથી તે = રામ લક્ષ્મણના ભાઈ હતાં' એમ જ અર્થ થાય. તેમ અહીં પણ ગણધરે પહેલાં પ્રશ્ન કર્યો છે અને પછી ભગવાન બોલી રહ્યા છે તો હવે એઓ શું બોલે? વિચારતાં સ્પષ્ટ જણાશે કે ગણધર ભગવંતવડે પહેલાં પૂછાયેલ પ્રશ્ન = અર્થ વિષે જ એઓ બોલી રહ્યા છે. માટે “પહેલા પૂછાયેલ એ પ્રસ્તુત છે અને) ‘તત્' શબ્દ પ્રસ્તુતનો પરામર્શી છે માટે “પ્રસ્કૃિષ્ટ' શબ્દ ગાથામાં ન લખ્યો હોવા છતાં સમજી લેવાનો છે.
(પ્રશ્ન ઃ ગણધરભગવંત ભગવાનવડે કહેવાતા તે અર્થને કેવા પ્રકારના થઈને સાંભળે છે?)
ઉત્તર ઃ વિસ્મય પામેલુ = આશ્ચર્ય સહિતનું છે હૃદય = ચિત્ત જેમનું એવા આશ્ચર્ય સાથેના હૃદયવાળા છતાં તેઓ સંપૂર્ણ એવા તે અર્થને સાંભળે છે. (અર્થાત્ જાણે કે નવો જ પદાર્થ સાંભળતા ન હોય એ રીતે સાંભળે છે.).