________________
નથી સ્પર્શાયેલુ ચિત્ત જેમનું એવા, (શિષ્યો વિગેરે ક્યારેક ભૂલ કરી બેસે ત્યારે વાણીમાં ક્રોધ દેખાય પણ ખરો, ઉંચા આસને બેસવું વિગેરે પરિસ્થિતિ વખતે એમનામાં બાહ્યથી અહંકાર દેખાય પણ ખરો છતાં જેમનું ચિત્ત એ બધાને જરાય સ્પર્શતુ ન હોય, અર્થાત્ જીભમાં ક્રોધ ખરો પણ હૃદયમાં એ શિષ્યો વિગેરે પ્રત્યે ભરપૂર વાત્સલ્ય જ હોય વિગેરે દરેક દોષ અંગે વિચારી લેવું.)
આવા પ્રકારના = ઉપર કહેવાયેલા ગુણોવાળા (માટે જ ) ગુરુ = ગુણોવડે પ્રધાન, શ્રેષ્ઠ એવા આચાર્ય હોય છે.
(પ્રશ્ન : ‘આચાર્ય’ શબ્દ તો ગાથામાં લખ્યો નથી તો ક્યાંથી લાવ્યા ?)
ઉત્તર : આગળની ૯મી ગાથામાં જે ‘આચાર્ય’ શબ્દ વપરાયો છે એ આ ગાથામાં પણ વર્તે છે (લેવાનો છે.) ।। ૯-૧૦ ||
વિશેષાર્થ : (૧) છેલ્લા બે વિશેષણોનો જે ભાવાર્થ ટીકાર્થમાં લખ્યો છે તે ‘સ્વભાવ’ અને ‘હૃદય’ શબ્દના આધારે. એ શબ્દો દ્વારા સ્પષ્ટ જણાય છે કે આચાર્યશ્રીની પ્રવૃત્તિમાં પરિસ્થિતિને લીધે ઉતાવળ, ક્રોધ વિગેરે દેખાય પણ ખરું પણ મનથી એઓ દરેક વખતે નિરાળા હોય છે અને આપણા જેવાઓએ એમનું નિરાળાપણુ જાણવું હોય તો સામાન્યથી એઓશ્રીની આગળ પાછળની અવસ્થા નિહાળવી. જે શિષ્ય ૫૨ કારણસર ક્રોધ કર્યો હોય એ જ શિષ્ય સાથે થોડીક ક્ષણો બાદ હળવાશથી વાતો ચાલતી હોય, એ શિષ્યે તરત જ કોઈ સારુ કાર્ય કર્યું હોય તો આચાર્યશ્રીને ખ્યાલ આવતાં અને ઉપબૃહણા કરવા જેવી લાગતા એઓ ઉપબૃહણા કર્યા વગર રહે નહીં આવી વર્તણૂકો એમના હાર્દિક ક્રોધના અભાવને સ્પષ્ટપણે જણાવી દેશે. આ સિવાયના પણ માનાદિના પ્રસંગોમાં આ પ્રમાણે વિચારી લેવું.
(આ વિશેષાર્થમાં ગાથા-ટીકાના શબ્દોને આધારે કેવી રીતે ભાવાર્થ કાઢવો એ જણાવ્યું છે. આ રીતે દરેક સ્થળે લક્ષ્ય કેળવીને શબ્દો તરફ ધ્યાન કેન્દ્રિત કરીને તાત્પર્ય સુધી પહોંચવા પ્રવૃત્ત થવું જોઈએ.) (૨) ‘વમૂત’ શબ્દ આચાર્યના વિશેષણ તરીકે મૂકાયેલો છે એનો અર્થ ઉ૫૨ ટીકાર્થમાં કર્યો એ પ્રમાણે જ કરવો પણ ભૂલે ચૂકે ‘આવા પ્રકારના ગુરુ = ગુણો વડે પ્રધાન' આવો અર્થ ન કરવો કેમકે આ અર્થમાં ‘આવા પ્રકારના’ શબ્દનો અન્વય ‘ગુણો’ સાથે થઈ જાય છે જે ખોટો છે, કારણ કે ‘વત:’ પ્રથમા એક વચનમાં છે જ્યારે ‘JÎ:' તૃતીયા બહુ વચનમાં છે માટે આ ઉપયોગ ખાસ રાખવો.
ஸ்ஸ்ஸ்
किमर्थमियान् गुणगणो गुरोर्मृग्यत इत्याह
कइया वि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउ । આયરિદ્ધિ પવયળ, ધારિકરૂ સંપર્ય સર્જા ।। ।।
कइया० गाहा : कदापि कस्मिन्नपि काले जिनवरेन्द्राः पथं ज्ञानाद्यात्मकं मार्गं दत्त्वा भव्येभ्यः,