________________
अविद्यमानप्रमाणोऽप्रमाणः कर्मबन्धाभावं प्रति नियुक्तिक इत्यर्थः । कस्य ? असंयमपदेषु पृथिव्याद्युपमर्दस्थानेषु वर्तमानस्य पुंसः । स्वपक्षे युक्तिमाह - किं परिवर्तितवेषं कृतान्यनेपथ्यं पुरुषमिति गम्यते, विषं न मारयति खाद्यमानं ? मारयत्येव । तथा सङ्क्लिष्टचित्तविषमसंयमप्रवृत्तं पुरुषं संसारमारेण મારયતિ, ન વેષાં રક્ષતીતિ ભાવ : ।। ૨૦ ||
અવતરણિકા : જે વ્યક્તિ વળી શૈવ (એક મત વિશેષના સંન્યાસીઓ)ની જેમ વેષમાત્રથી જ ખુશ થઈ જાય છે = પોતાને કૃતકૃત્ય માનતો થઈ જાય છે. (પણ ચિત્તશુદ્ધિ તરફ લક્ષ્ય દોરતો નથી.)
(પ્રશ્ન : શેના આધારે એ માત્ર વેષથી પ્રસન્ન થઈ જાય છે ?)
ઉત્તર ઃ ‘આ પરમેશ્વર સંબંધી દીક્ષા પુણ્ય અને પાપ બંનેયના નાશને કરનારી છે' આ પ્રમાણે ના શાસ્ત્રના વચનના આધારે એ આવું = વેષમાત્રથી કૃતકૃત્યતા માને છે.
તેને (વાસ્તવિક તત્ત્વ) શીખવાડવાને માટે ગ્રંથકારશ્રી કહે છે કે :
ગાથાર્થ : અસંયમ સ્થાનોને વિષે વર્તતા = અસંયમનું આચરણ કરતાં એવા સાધુનો વેષ પણ અપ્રમાણ છે. (કર્મક્ષયકારી નથી.) (પોતાની માન્યતામાં યુક્તિ આપતાં કહે છે કેઃ) માત્ર પરિવર્તન કરેલો છે વેષ જેમને એવા વ્યક્તિને ખવાતું એવું વિષ શું મારતું નથી? અર્થાત્ મારે જ છે. ।। ૨૦ ।।
ટીકાર્થ : માત્ર લોકની સમક્ષ દેખાડો એ જ અપ્રમાણ છે એવું નથી પરંતુ વેષ પણ = રજોહરણ વિગેરે રૂપ બાહ્ય વેષ પણ અપ્રમાણ છે.
(‘અપ્રમાણ' શબ્દનો અર્થ કરતાં પહેલાં ‘પ્રમાણ’નો અર્થ કરે છે કે) પ્રમાણ એ પ્રત્યક્ષ પ્રમાણ વિગેરે રૂપ (પાંચ પ્રકારનો) છે. નથી વિદ્યમાન પ્રમાણ જેમાં તે અપ્રમાણ. (‘પ્રમાળ:’ શબ્દ પુલિંગ હોવાથી ‘ન’ બહુવ્રીહિ સમાસ કરીને ‘વેપ’ના વિશેષણ તરીકે બતાડી દીધો.)
(આનો જ ભાવાર્થ બતાડે છે કે ) કર્મબંધના અભાવ રૂપ કાર્ય પ્રત્યે વેષ તદ્દન યુક્તિ વગરનો છે એટલે કે સંવર તથા નિર્જરારૂપ કાર્ય માટે માત્ર વેષ તદ્દન નક્કામો છે.
પ્રશ્ન : કોનો વેષ નક્કામો છે ?
-
ઉત્તર ઃ અસંયમ સ્થાનોને વિષે – પૃથ્વી વિગેરેની હિંસારૂપ (પાપ) સ્થાનોને વિષે વર્તતા = પાપસ્થાનોનું આચરણ કરતાં એવા પુરુષનો વેષ નક્કામો છે.
(પ્રશ્ન : કેમ એવા પુરુષના વેષને તમે નક્કામો કહો છો ?)
ઉત્તર ઃ પોતાના પક્ષ = માન્યતામાં (અસંયમીનો વેષ નક્કામો છે' એવી પોતાની માન્યતાને પુષ્ટ કરવા માટે) યુક્તિને ગ્રંથકારશ્રી કહે છે :
=
પરિવર્તિતવેષં = કરાયેલો છે અન્ય વેષ જેના વડે એવા પુરુષને ખવાતું = ખાઈ લેવામાં આવેલું એવું વિષ = ઝેર શું ન મારે ? અર્થાત્ મારે જ એમાં કોઈ શંકા નથી.
‘પુરુષ’ શબ્દ ગાથામાં નહિ હોવા છતાં પણ ‘રિવર્તિતવેષ’ના વિશેષ્ય તરીકે પ્રસ્તુતના આધારે જણાય છે. (દુષ્ટાંતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે : એક માણસે ઝેર ખાધું પછી એને કદાચ બચવાની
૪૯