________________
હું તેને - ઉદાયી રાજાને મારી નાંખીશ, ખાલી આપે મને સહાય કરવી. આ પ્રમાણે કહીને તે પાટલિપુત્ર નગરીમાં ગયો. ચિરાતું = લાંબા કાળ સુધી પણ નથી મળેલો બીજો ઉપાય જેને એવા તેને આચાર્ય ભગવંતની પાસે સાધુવેષને ગ્રહણ કરી દીધો.
(પ્રશ્ન ઃ તે આચાર્ય કેવા હતાં?)
ઉત્તર : (રાજમહેલમાં સૈનિકો વિગેરે વગે) નથી અટકાવાયેલો પ્રવેશ જેમનો એવા તથા તે = ઉદાયી રાજાને પૂજ્ય હતાં. (માટે એવા આચાર્યની પાસે સાધુવેષ સ્વીકારી લીધો.)
બે પ્રકારની= ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા રૂપ બે પ્રકારની શિક્ષા શીખી લીધી, સાધુઓને પોતાના માયાવી વર્તણૂંકોથી) ખુશ કરી દીધા. અને આ રીતે તે બધા સાધુઓની વચ્ચે બાર વર્ષ સુધી રહ્યો.
આ બાજુ તે ઉદાયી રાજા આઠમ - ચૌદસ વિગેરે (પર્વતિથિઓ)માં પૌષધ કરતાં હતાં. (ત્યારે) આચાર્ય ભગવંત રાત્રીમાં તે રાજાને ધર્મદેશના આપવા માટે જતાં હતાં. (અને સાથે માત્ર એક જ સાધુને લઈ જતાં હતાં.) અને તે માયાવી સાધુ) વચ્ચે વચ્ચે (આઠમ વિ. દિવસો દરમ્યાન) પ્રવર્તતો = મને સાથે લઈ જાઓ” એવી વિનંતિ કરતો હોવા છતાં ય અપરિણત = અપરિપક્વ હોવાને લીધે તેને પૂર્વે = પહેલા નહોતાં લઈ ગયા. ત્યારે – તે અવસરે - તે દિવસે વળી વિકાળવેલા = સંધ્યાકાળમાં જ્યારે ગુરુભગવંત પ્રવૃત્ત થયા = ત્યાં જવા માટે તૈયાર થયા ત્યારે આ માયાવી સાધુ ઝડપથી ઉપસ્થિત થઈ ગયો (પછી ગુરુ મહારાજ પણ એને હવે પરિણત થઈ ગયેલો સમજીને) લઈ ગયા.
ત્યારબાદ ધર્મદેશના વડે રહીને = ધર્મદેશના પૂરી કરીને જ્યારે બંને ગુરુ અને રાજા સૂઈ ગયા ત્યારે સાધુવેષ સ્વીકારતા પૂર્વે જ ગ્રહણ કરી રાખેલ કંકલહ શસ્ત્રને = કંકની = ક્ષત્રિયની લોખંડની નાનકડી છરી જેવા શસ્ત્રને રાજાના ગળામાં મૂકીને (અર્થાત્ એના વડે રાજાનું ગળુ કાપીને) આ માયાવી સાધુ ભાગી ગયો. અને “આ તો મુનિ છે' એ પ્રમાણે વિચારીને રાજાના આરક્ષકો = સૈનિકોએ પણ અટકાવ્યો નહીં.
(હવે આ બાજુ રાજામાંથી નીકળેલ લોહીની ધારા આચાર્ય ભગવંત સુધી લંબાઈ. અને તે) લોહીના સિંચન = ભીનાશને લીધે આચાર્ય ભગવંત જાગી ગયા. (અને કોણે રાજાને માર્યો હશે? એ વિચારથી ચારે બાજુ નજર નાંખી તો તેમણે) સાધુને જોયો નહીં. (એથી વિચાર કરતાં તેમને) “આ સાધુનું વિલસિત = વર્તન છે' એ વાત દેખાઈ = જણાઈ ગઈ. - ત્યારબાદ “પ્રવચનની = શાસનની મલિનતાને ધોવા માટે બીજો કોઈ ઉપાય નથી' એ પ્રમાણે વિચારીને આપી છે સિદ્ધ ભગવંતોને આલોચના જેમને એવા તે આચાર્ય ભગવંતે નમસ્કાર મહામંત્રના આરાધનપૂર્વક ધર્મધ્યાનને પૂરીને = કરીને તે જ છરી (જેના વડે રાજાનો વધ કરવામાં આવ્યો હતો તે જ છરી) પોતાના ગળામાં પણ આપી દીધી. (તેના વડે પોતાનું ગળુ રહેંસી દીધું)
આ બાજુ ઈતર = માયાવી સાધુ વળી ત્યાંથી નાસીને પોતાના રાજા (ઉજ્જયિનીના રાજા) પાસે ગયો. આખો વૃતાન્ત = અહેવાલ કહ્યો. (એ સાંભળીને “સાધુવેષમાં રહીને આવા ધંધા આણે કર્યા' એમ