________________
(વ્યવહિત સંબંધ એટલે ગાથામાં જે શબ્દ જ્યાં લખ્યો હોય ત્યાં તેને ન જોડતાં જે બીજે ઠેકાણે જોડવામાં આવે તે વ્યવહિત સંબંધ કહેવાય.).
આ પ્રમાણે ગાથાનો સમાસ = સંક્ષેપથી અર્થ કહેવાઈ ગયો. વિસ્તારથી અર્થ વળી કથાનક દ્વારા જાણવા યોગ્ય છે. તેમાં પહેલા કથાનકને સૌ પ્રથમ (કહે છે કે :) બ્રહાદત્ત કથા
બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી થઈ ગયો. જેને (ચક્રવર્તીપણાની પ્રાપ્તિ બાદ) જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. (જેમાં એને પોતાના પૂર્વજન્મોનો ભાઈ દેખાયો તેથી તે) પૂર્વજન્મના ભાઈના મેળાપ માટે “જે વ્યક્તિ આ ગાથાના પશ્ચાઈને પૂરશે તેને હું મારું પોતાનું અડધું રાજ્ય આપી દઈશ' આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને આ = હમણાં કહેવાતાં શ્લોકના બે પાદ = ચરણ = પૂર્વાર્ધ સભામાં તેણે કહ્યા. (તે પૂર્વાર્ધ આ પ્રમાણે :) “આપણે બે દાસ, પછી હરણ, પછી હંસ, પછી ચંડાલ અને ત્યારબાદ દેવરૂપે હતાં.”
તે પૂર્વાર્ધને સાંભળીને લોકોએ ચારે બાજુ) બોલવાનું શરુ કરી દીધું.
આ બાજુ એક વખત તે બ્રહ્મદત્તના પૂર્વભવના ભાઈનો જીવ પુરિમતાલ નામના નગરમાંથી ત્યાં જ આવ્યો (બ્રહ્મદત્તની નગરીમાં આવ્યો) અને તે જીવે આ જન્મમાં શ્રેષ્ઠિપુત્ર તરીકે ઉત્પન્ન થઈને દીક્ષા લીધી હતી અને એમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું હતું માટે જ ત્યાં આવ્યો હતો.
અને ત્યાં આવ્યા બાદ આરઘકિ વડે = કૂવામાંથી રહેંટ દ્વારા પાણી કાઢનાર વ્યક્તિ વડે બોલાતા તે શ્લોકના પૂર્વાર્ધને સાંભળીને તે મહાત્માએ (ભાઈના જીવે) કહ્યું = ઉત્તરાર્ધની પૂરતી કરી : આ આપણા બેનો છઠ્ઠો જન્મ (જાતિ) છે (જેમાં) આપણે બંને પરસ્પર જુદા જુદા જન્મ્યા છીએ. (અર્થાત્ અત્યાર સુધી છેલ્લા પાંચ ભવોમાં ભેગા જન્મ્યા પણ આ છઠ્ઠા ભવે જુદા જન્મ્યા છીએ.) - ઈતર = આરઘટિક વળી તે = ઉત્તરાર્ધરૂપ વસ્તુને ગ્રહણ કરીને રાજકુળને વિષે ગયો, અને પ્રભુ = બ્રહ્મદત્ત ચક્રીની આગળ (તેના વડે) સંપૂર્ણ શ્લોક કહેવાયો.
(ત્યારબાદ એ સાંભળીને) સ્નેહનો અતિરેક = અતિશય સ્નેહને લીધે રાજા મૂર્છાને પામ્યો = બેભાન થઈ ગયો. એ જોઈને દોડી આવેલ સેવકોવડે કરાયેલા એવા) ચંદનરસનું સિંચન વિગેરે (પંખો વીંઝવો વિગેરે) (ઉપચારો) વડે (તેને) ચેતના પાછી આવી ગઈ.
(હવે જ્યારે રાજા મૂર્છા પામ્યો ત્યારે રાજાના સેવકોએ પેલા આરઘટિકને મારવાનું શરૂ કર્યું હતું. કેમકે એના વચનને સાંભળ્યા બાદ જ રાજા બેભાન થયો હતો. એથી જ્યારે એને મારતાં હતાં અને
જ્યારે પાછા સભાન થયેલ એવા રાજાએ જાણ્યું ત્યારે) “મારા વડે આ શ્લોક પૂરો કરાયો નથી” આ પ્રમાણે વિલાપ કરતાં = રડતાં રડતાં બોલતાં એવા તેને કદર્શકો પાસેથી = માર મારનાઓ પાસેથી (રાજાએ) છોડાવ્યો, અને પૂછ્યું કે “તો પછી કોણ આ શ્લોકને પૂરો કરનારો છે?' તેણે કહ્યું કે અરઘટ્ટ = રહેંટ = કૂવામાંથી પાણી કાઢવાનું યંત્ર, એની પાસે રહેલા એવા મુનિએ (આ શ્લોક પૂરો કર્યો છે.)
ત્યારબાદ (હાલમાં તે જીવ સાધુ હોવાને લીધે) ભક્તિથી અને (પૂર્વભવોનો ભાઈ હોવાને લીધે)