________________
क्रुद्धः फलेन पापं ताडनमारणादिकं समाचरति - अनुतिष्ठति तदनेनैतेषामुदयः पुष्पं, तत्पूर्विका પ્રવૃત્તિ: નિત્યુત્તે ભવતિ | રૂ //
અવતરણિકા : આ કષાયોનો નિગ્રહ - વિફલીકરણ = અટકાવણી શા માટે કરાય છે? આવી શંકા કરીને ગ્રંથકારશ્રી (હવે) “કષાયો અપાય = નુકશાન કરનારા છે' આ વાતને કહે છે.
ગાથાર્થ : કડવા કષાયો રૂપી વૃક્ષના પુષ્પ અને ફલ બન્ને કડવા છે. ગુસ્સે થયેલ પુષ્પ વડે (ખરાબ) વિચારે છે. ફલ વડે પાપને કરે છે. / ૩૫ ||
ટીકાર્થ : સંયમરૂપી સુખના ભંગનું કારણ હોવાથી કડવા એવા કષાયો, તે કષાયો રૂપી વૃક્ષો. એ વૃક્ષોના પુષ્પ અને ફલ બને પણ કડવા છે.
કહેવાનો આશય એ છે કે લોકોક્તિ = લોકવાયકાથી આવું જાણવા મળે છે કે કડવા એવા પણ લીમડા વિગેરેના પુષ્પ-ફળ પાકે તે સમયે મધુરતાને પામે છે. (પછી ભલે કડવા થઈ જતાં હોય.) પણ આ કષાયો રૂપી વૃક્ષોના પુષ્પ-ફળ તો પાકકાળે પણ મધુરતાને પામતા નથી.
પ્રશ્ન : ગુરુજી! આ કષાયો રૂપી વૃક્ષોનું પુષ્પ કયું છે? અને ફલ કયું છે? ઉત્તર : શિષ્ય! ક્રોધને આશ્રયીને આ પ્રશ્નના ઉત્તર ગ્રંથકારશ્રી જ આપે છે.
ગુસ્સે થયેલો જીવ પુષ્પ વડે ખરાબ વિચારે છે એટલે કે પુષ્ય ખરાબ વિચારોનું કારણ છે અને ફલ ને લીધે કર્કશ બોલવું - મારવું વિગેરે પાપ આચરે છે. એટલે કે ફલ ખરાબ આચરણનું કારણ છે.
(પ્રશઃ ગુરુજી! આપશ્રી ક્રોધના પુષ્પ અને ફલ તરીકે કોને કહો છો તેનો અમને સ્પષ્ટ ખ્યાલ કરાવો ને?)
ઉત્તર : શિષ્ય! તન = તે આ શ્લોકાર્ધ વડે ‘ક્રોધ વિ. નો ઉદય પુષ્ય અને ક્રોધ વિ. પૂર્વકની પ્રવૃત્તિ ફલ છે.” એવો કહેવાનો આશય છે. વિશેષાર્થ ઃ (૧) પ્રશ્ન : કષાયોને વૃક્ષની ઉપમા કેમ આપવામાં આવી છે?
ઉત્તર : કષાયો તેની ઉત્તર પ્રકૃતિરૂપ ડાળીઓવાળા છે તેથી કષાયોને વૃક્ષની ઉપમા આપવામાં આવી છે. કષાય મોહનીયની ૪ શાખા. (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ. આ ચારેયની (૧) અનન્તાનુબન્ધિ (૨) અપ્રત્યાખ્યાનીય (૩) પ્રત્યાખ્યાનીય (૪) સંજ્વલન એમ બીજી ૪-૪ શાખાઓ છે. તેથી કષાયોને વૃક્ષની ઉપમા આપવામાં આવી છે. T૩૫ા
லலல तस्मात्तेषां तद्धेतूनां च शब्दादीनां त्यागः कार्यः, स च विवेकेनैव क्रियते, नान्येनेति दृष्टान्तेनाह
संते वि कोवि उज्झइ, कोवि असंते वि अहिलसइ भोए ।
चयइ परपञ्चएण वि, पभवो दट्टण जह जंबु ।। ३६ ।। संते वि० गाहा : सतोऽपि विद्यमानानपि कश्चिद्विवेकी जम्बुवदुज्झति त्यजति भुज्यन्त इति भोगाः शब्दादयस्तानिति सम्बन्धः कश्चिदविवेकी प्रभववदसतोऽपि अभिलषति वाञ्छति भोगान् ।