________________
ટીકાર્થ : (ક્ષમા સામાન્યથી ઉપસર્ગો સહન કરવા દરમ્યાન રાખવાની હોય છે અને ઉપસર્ગો ઋષભ પ્રભુને ન્હોતાં થયા. એથી ક્ષમાનો ઉપદેશ પ્રભુના દૃષ્ટાન્તથી જે આપવાનો છે. તેમાં પ્રભુ તરીકે વીર જ લેવાના છે. એનો ખુલાસો ગાથાની ટીકા શરૂ કરતાં પહેલાં ટીકાકારશ્રી કરે છે )
ત્યાં = તે બંનેય પ્રભુમાં જે ઋષભપ્રભુ છે તે ઉપસર્ગ વગર વિચર્યા હતાં. આથી તેમના દ્વારા અહીં ક્ષમાનો ઉપદેશ નથી અપાયો.
જ્યારે વીર ભગવાન વડે વળી વિચરતાં છતાં અર્થાત્ જ્યારે છદ્મસ્થરૂપે દીક્ષા બાદ વિચરતાં હતાં ત્યારે કદર્થનાઓ – હેરાનગતિઓ સહન કરાઈ હતી (આ પ્રમાણે અન્વય કરવો હવે એ ‘કદર્થના’ના વિશેષણોનો અર્થ કહીશું.) (પ્રશ્ન - કદર્થનાઓ કેવી હતી?)
1
ઉત્તર ઃ જન્માન્તર = પૂર્વના ભવોમાં ઉત્પન્ન કરાયેલા – બંધાયેલા જે કર્મો, તેના શેષ = બાકી રહી ગયેલા અંશો વડે આવી ચડેલી એવી, વળી દેવ-મનુષ્ય-પશુઓ વડે કરાયેલી એવી, વળી પ્રાકૃત = વિશિષ્ટ સંઘયણાદિ અભાવવાળા સામાન્ય લોક વડે અત્યંત દુઃખેથી સહન કરી શકાય એવી, વળી જીવનના અંત = નાશને કરનારી એવી કદર્થનાઓ (ઉપસર્ગો-પરિષહો) સહન કરાઈ હતી.
અને તેથી = ‘બે પ્રભુમાંથી માત્ર વીર પ્રભુને ઉપસર્ગો વિગેરે સહન કરવા પડ્યાં હતાં' આવી હકીકત હોવાથી (અમે ટીકા માત્ર વીર પ્રભુને આશ્રયીને ખોલીશું.)
‘વિ’ શબ્દ ‘સ્વીકાર’ના અર્થમાં છે અને ‘તાવત્' શબ્દ (તા) ‘ક્રમ’ અર્થ વાળો છે. (માટે બંને અવ્યયોનો અર્થ આ પ્રમાણે થશે કે) આ ક્રમ = પરંપરા સ્વીકારાયેલો છે (કે પ્રભુ વીરે ઘોર કદર્થનાઓ સહન કરી હતી)
(આ આપણી સ્વીકૃતિને ગુજરાતી ભાષાની શૈલીમાં બતાડવી હોય તો નીચે પ્રમાણે બંને અવ્યયોનો અર્થ કરી આગળના અર્થો કરવા.)
દ્દિ જો તાવત્ ખરેખર
ત્રણ ભુવનના સ્વામી (વીર પ્રભુ) અસમાન જનના સંબંધી આવા પ્રકારના જીવનના અંત કરનારા, ઘણા એવા દુષ્ટ વર્તનોને (માર મારવો, ગાળો વિગેરેને) સહન કરતાં હોય, (આ અન્વય પ્રમાણે અર્થ કરી દીધો. હવે એક એક શબ્દનો અર્થ જાણીએ.)
ઘણા =
· અનેક પ્રકારના સ્વરૂપવાળા, (માર ખાવો, શસ્ત્રોના પ્રહારો વેઠવા, ગાળો વિગેરે) અસમાન લોકના = ‘પોતે તીર્થંક૨ હોવાથી વીપ્રભુ સૌથી ઉચ્ચ છે અને એમની અપેક્ષાએ બાકીના બધા લોકો ગુણવત્તા, શક્તિ, રૂપ વિગેરેને આશ્રયીને નીચ = નીચા છે અને એ બધા નીચા હોવાને લીધે (જ) ભગવાનની સમાન કોઈ નથી. માટે અતુલ્ય એવા લોકોના સંબંધી (દુષ્ટ વર્તનો)' આ પ્રમાણે ‘પ્રસવૃશનન’ શબ્દનો ભાવાર્થ જાણવો.
(પ્રશ્ન : અહીંયા ‘લોકોના સંબંધી દુષ્ટ વર્તનો' એવું સીધેસીધુ ન બતાડતાં શા માટે ‘લોક’નું