________________
હવે અહીં વચ્ચે (વંદન પતી ગયા બાદ તરત) તે ચંદનાસાધ્વીજીનું આસન સાધ્વીજી ભગવંતોવડે (તેમને બેસવા માટે) લવાયું, (પણ) એમનાવડે ઈચ્છાયું નહિં અર્થાત્ “સાધુ ભગવંતની સમક્ષ આસન ઉપર બેઠાં નહિં, જો બેસીએ તો એમનો અવિનય કરેલો ગણાય' એમ કહીને સાધ્વીજીઓએ લાવેલ આસનનો અસ્વીકાર કર્યો. અને રચાયું છે હાથનું મુકુલ = સંપુટ જેમના વડે એવા અર્થાત્ હાથ જોડવાપૂર્વક ચંદનાસાધ્વીજીવડે (સંડુવક મહાત્માને) કહેવાયું કે “આપશ્રીના આગમનનું પ્રયોજન શું છે?”
ત્યારબાદ આ સેડુવક મહાત્માએ (આ પ્રમાણે વિચાર્યું કે) : “અહો! આ ધર્મનો (ચરિત્ર વેષનો) પ્રભાવ કેવો છે? કે જે આવા પ્રકારના (પૂર્વે કહેલી વિશિષ્ટતાવાળા, અનેક શિષ્યાઓ વિગેરે પ્રતિભાવાળા) એવા આ સાધ્વીચંદનાજી હોવા છતાં પણ મારા જેવાને પણ (પૂર્વની અવસ્થામાં ગરીબ અને હમણાંનો તાજો દીક્ષિત એવા પણ મને) આ પ્રકારે વર્તે છે (મારો આટલો બધા વિનય કરે છે)” આ પ્રમાણે વિચારીને કહ્યું કે : “આપના ઉદન્તાન્વેષણ માટે = સુખશાતા પૃચ્છામાટે ગુરુભગવંત વડે હું મોકલાયો છું.”
આ પ્રમાણેના આખા પ્રસંગથી સ્થિર થયેલો છે ધર્મ પ્રત્યેનો અભિનિવેશ = સદાગ્રહ જેમનો એવા તે સેડુવક મહાત્મા ઉપાશ્રયમાંથી નીકળ્યા.
વિશેષાર્થ : (૧) શિષ્યસ્ય વિનોપો : આ પંક્તિનો અર્થ “શિષ્યને વિનયનો ઉપદેશ અપાયો' કરવામાં જોકે “જેને આપવાનું હોય તેને ચતુર્થી વિભક્તિ લાગે” આ નિયમ તૂટી જાય છે (‘શિષ્યસ્ય’ શબ્દને છઠી વિભક્તિ હોવાથી) છતાં પણ અર્થ એ પ્રમાણે જ કરીને એ નિયમ સામાન્યથી સમજવો, એકાન્ત નહીં કેમકે ઘણે ઠેકાણે ચતુર્થીની જગ્યાએ ષષ્ઠી વિભક્તિના દૃષ્ટાંતો વાંચવામાં આવ્યા છે અને આગળ ૯મી ગાથાની અવતરણિકામાં પણ “શિષ્યને ઉપદેશ અપાયો’ એ પ્રમાણે જ લખ્યું છે એમાં તો સ્પષ્ટ રીતે આ નિયમ તૂટી ગયેલો દેખાય છે અને પ્રસ્તુતમાં શિષ્યને ઉપદેશ આપવાની વાત ચાલી રહી છે એ પણ જણાય છે માટે ઉપરોક્ત જ અર્થ કરવો.
(૨) પ્રશ્ન : “તતુ' સર્વનામથી હંમેશા અનંતર વસ્તુ-પદ સમજવાના હોય છે. એવો સામાન્યથી નિયમ છે. હવે તમે અહીં “' શબ્દનો અર્થ વિનય કર્યો છે. જ્યારે અનંતર પદ તરીકે વિનયોપવેશ: છે તો પછી તમે કેવી રીતે “સ'નો અર્થ “વિનય' જાણ્યો?
ઉત્તર : પ્રસ્તુત વાત અને આગળ-પાછળના સંદર્ભને જોતાં “'નો અર્થ “વિનય’ કરવો ઉચિત લાગે છે. હવે એ વિનય' અર્થ કેવી રીતે લાવવો? એના માટે “સ' પહેલાં એક પ્રશ્ન ઊભો કરીને એમાં ‘વિનય' શબ્દ આવી જતાં એના ઉત્તરરૂપ “'વાળી પંક્તિમાં રહેલ “'નો “વિનય' વિશેષ્ય સમજી શકાશે. તે પ્રશ્ન આ પ્રમાણે છે :
પ્રશ્ન : તમે સાધુ ભગવંતને જ્યારે વિનયનો ઉપદેશ આપતાં હતાં ત્યારે “એમને ગુરુનો વિનય કરવાનો હોય છે એ વાત કરી હતી. હવે અહીં તમારે જે સાધ્વીજી ભગવંતોને આશ્રયીને વિનયનો ઉપદેશ આપવાનો છે. તો તે વિનય એમને કોનો કરવાનો?
ઉત્તર : અને તે = વિનય સઘળા સાધ્વીજી ભગવંતોવડે સાધુને વિષે કરવા યોગ્ય છે. (આ પ્રમાણે