________________
(૨) જે આત્માઓ એવા છે કે જેઓ મોક્ષગમનને યોગ્ય છે, તમામ પ્રકારની યોગ્યતાવાળા છે, જો એમનું આયુષ્ય માત્ર ૭ લવ વધારે હોત, તો એકાંતે એમનો મોક્ષ થઈ જ જાત.
પણ એ આત્માઓને માત્ર ૭ લવનું આયુષ્ય ઓછું પડ્યું. એટલે તેઓ મોક્ષ ન પામ્યા, પણ આ નિયમ છે કે જે આવા જીવો હોય, તેઓ અવશ્ય પાંચ અનુત્તરવિમાનની પ્રાપ્તિ કરે.
એટલે અનુત્તર વિમાનો માટે એમ બોલી શકાય કે,
આ વિમાનો પ્રાપ્ય છે = મળી શકે છે એવું જે એ વિમાનો માટે નિર્ણય છે, તે કઈ રીતે? તો મોક્ષગમનને યોગ્ય જીવોના આયુષ્યના સાત (લવ) ઓછા હોય, ત્યારે જ એ જીવોને) આ વિમાનો પ્રાપ્ય બને છે.
આ પ્રમાણે સપ્તમારિ શબ્દ તો બની ગયો. પરંતુ સત તરીકે શું લેવાનું? એ તો હજી આવ્યું જ નથી. (આપણે ઉપર ભાવાર્થમાં નવ લઈ લીધા છે, એ તો પદાર્થની સ્પષ્ટતા માટે.) એટલે હવે બીજો સમાસ બતાવે છે કે : નર્વ: સતામાન, નવસતિમનિ... એ પછી ત્રીજો સમાસ નવસતિમનિ ૨ तानि सुरविमानानि च ॥
ફરી સમાસનો ભાવાર્થ સ્પષ્ટ કરી લો કે : આપણે પણ મોક્ષગમનયોગ્ય ખરા, પણ જે જીવો એવા મોક્ષગમન યોગ્ય છે કે જેઓનું આયુષ્ય માત્ર સાત લવ વધારે હોત, તો મોક્ષ જ થાત. એવા જીવો અહીં મોક્ષગમનયોગ્ય તરીકે લેવાના.
અને એમ બોલવાનું કે
આ અનુત્તર વિમાનો એમને જ મળે છે કે જેઓ મોક્ષગમનને યોગ્ય હોવા છતાં જેમનું સાત લવ આયુષ્ય ઓછું હોય.
આમ આ વિમાનોનો પ્રાપ્ય તરીકેનો નિર્ણય એ ઉપર મુજબ નક્કી થયેલો છે.
આ રીતે નવસતીશુવિમાનનિ સુધીનો સમાસ થયો. હવે આગળનો સમાસ કરીએ. તેવા વિમાનોમાં વાસ = સ્થાન = રહેઠાણ,
અને એ વાસ છે જેઓનો તે લવસપ્તમસુરવિમાનવાસી દેવો
તે સુરો = દેવો પણ જો ખરેખર પડી જાય છે એટલે કે પોતાની સ્થિતિ = આયુષ્યનો નાશ થયે છતે (દેવલોકમાંથી) એવી જાય છે અને ત્યાંથી મનુષ્યગતિમાં આવી જાય છે પણ ત્યાં કાયમ માટે સ્થિર રહેતાં નથી) (તો પછી) વિચારતાં એવું લાગે છે કે સંસારમાં બાકીની કઈ વસ્તુ શાશ્વત = નિત્ય હશે?
અર્થાત્ દૃષ્ટાંત માત્ર વડે પણ = સમ ખાવા પૂરતું એક દૃષ્ટાંત પણ આ સંસારમાં એવું નથી કે જેને માટે આપણે કહી શકીએ કે “ના, સંસારની આ વસ્તુ તો નિત્ય છે.” એનો મતલબ એ કે બધું અનિત્ય છે.
અથવા આ ગાથા આ પ્રમાણે બીજી રીતે વ્યાખ્યાન કરાય છે :
(આ બીજા અર્થમાં “કરૂ તા નવસમજુર...' આ શબ્દ આ રીતનો થશે “નફતાનિવરત્તમકુર... યતિતાનંવતમારુ...” હવે સૌ પ્રથમ આનો સમાસ કરવાપૂર્વક અર્થ ખોલે છે.)
માન = માપવું એટલે મા, એટલે કે પરિચ્છેદ = પ્રમાણ, માપ સાત એવું તે માપ = સપ્તમાં