Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 118
________________ અવતરણિકા તૈતિ= તે આ = ઉપરની ત્રણ ગાથામાં જણાવેલ સંસારમાં (જીવની) અસ્થિરતાને વિચારીને વિવેકીઓ મોક્ષની ઈચ્છામાં એકમનવાળા જ થાય છે. ધનવિ.ના લાલચું થતાં નથી. આ વાતને ગ્રંથકારશ્રી દૃષ્ટાન્ત વડે જણાવે છે. ગાથાર્થ : ધનસંચયના સેંકડો કરોડો સહિત (ની) (અર્થાત્ સેંકડો કરોડો ધન સાથે મળતી) ગુણોથી સારી રીતે ભરેલી એવી કન્યામાં પણ વજષિ લુબ્ધ ન થયા. આ સાધુઓની અલોભતા છે. / ૪૭ || ટીકાર્થ : ઘણાં કોટીશત સહિતની = સેંકડો કરોડો સહિતની જે કન્યા તેને વિષે પણ આસક્ત ન થયા. આ પ્રમાણે ક્રિયાપદનો સંબંધ કરવો. પ્રશ્ન : કન્યા જે સેંકડો કરોડો સાથે આવેલી તે સેંકડો કરોડોની સંખ્યા શેની હતી? ઉત્તર : ધનના સમૂહ સંબંધિ રત્નવિ.ની કરોડોની સંખ્યા. એટલે કે સેંકડો કરોડો રત્નાદિ સંપત્તિને લઈને જે કન્યા આવી છે, તેને વિષે પણ આસક્ત ન થયા. આવો અન્વય કરવો (ભાવાર્થ આવો છે – કરોડોપતિ એવી કન્યાને વિષે પણ લુબ્ધ ન થયા.) (પ્રશ્ન ઃ કન્યા કેવી હતી? ઉત્તર ઃ એ બાબત ગ્રંથકારશ્રી જણાવે છે:). રૂપ વિગેરે ગુણોવડે સારી રીતે પૂર્ણ = યુક્ત... એવી કોણ? કન્યા = લગ્ન નહીં કરાયેલ બાળા.. તેને વિષે પણ લુબ્ધ ન થયા.. ગાથામાં ત્રીજા ચરણમાં જે પિ શબ્દ છે તેનો સંબંધ વ્યવહિત = બીજા ચરણના છેડે કરેલો છે. પ્રશ્ન : ગુરુજી! આપે કહ્યું કે કરોડોપતિ, રૂપાદિગુણોવાળી કન્યાને વિષે પણ લુબ્ધ ન થયા. પણ એ લુબ્ધ નહીં થયેલા કોણ છે? ઉત્તર : શિષ્ય! એ વૈરર્ષિ = વજૂસ્વામી છે.. હવે ગુરુજ = ગ્રંથકાર જ શિષ્યને કહે છે. (હે શિષ્ય!) હમણાં જે કહેવાઈ તે અલોભતા સાધુઓની છે. એટલે કે સર્વસાધુઓ વડે આ પ્રમાણે નિર્લોભી થવું જોઈએ. (અહીં નિ: સર્વમિ : નું વિશેષણ છે એ ન ભૂલવું.) આ પ્રમાણે ગાથાનો સંક્ષેપથી અર્થ થયો.... વિસ્તૃત અર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનક આ છે : પાટલીપુત્રમાં વિદ્યા વિગેરે અતિશયોથી = પ્રભાવથી યુક્ત, યુગપ્રધાન, ભગવાન એવા આચાર્ય વૈરર્ષિ = વજૂસ્વામી સમવસર્યા = પધાર્યા. તેમના વંદન માટે નગરજનો સહિત રાજા નીકળ્યો = ગયો. વિદ્યાના બળથી કરાયેલ છે કદરૂપ જેઓ વડે એવા ભગવાન વડે = પૂજ્યવડે પણ ધર્મદેશના શરૂ કરાઈ. ત્યારબાદ તે = ધર્મદેશનાથી આવર્જિત મનવાળા લોકો પરસ્પર બોલ્યા કે “ખરેખર! પૂજ્યનું ગુણોને અનુરૂપ = ઉચિત એવું રૂપ નથી...' દેશના પૂર્ણ થઈ. તે દિવસ પસાર થયો. આ બાજુ તે જ નગરમાં ધનસાર્થવાહની શાળામાં (યાનશાળા વિ. શાળા પદથી વાચ્ય છે તેથી સ્કૂલ ન સમજવી) પહેલેથી રહેલા સાધ્વીજીઓએ પૂજ્યના ગુણોનું વર્ણન કર્યું. તે વર્ણન સાંભળીને અતિ મુગ્ધતા = ભોળપણને લીધે પૂજ્યને વિષે ઉત્પન્ન થયેલ અનુરાગવાળી એવી ધન સાર્થવાહની પુત્રીએ

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138