________________
“મહાત્મન્ ! ગુરુજનવડે આ આદેશ કરાયેલ છે'' આ પ્રમાણે (ગુરુ ભગવંતના નામથી બીજા વડે કહેવાયેલ વાતને)
કરાયેલો છે અંજલિપુટ જેમના વડે એટલે કે ભક્તિના અતિશયથી કરાયેલુ છે (બે) હાથનો મુકુલ = સંપુટ જેમના વડે એવા (મહાત્માઓ વડે) સાંભળવા યોગ્ય છે. ।। ૬ ।।
વિશેષાર્થ : (૧) ટીકામાં ‘મુસ્વતં’નો જે બીજો અર્થ કર્યો તેમાં ‘અન્યેન’ શબ્દ પ્રસ્તુતના આધારે બહારથી લાવેલો જાણવો. અને તે લાવવો પડે એમ છે કેમકે બીજા અર્થમાં ‘મુરૂ’ શબ્દનો અર્થ ‘મોઢું’ ન કરતાં ‘દ્વારા’ (નામથી – બહાનાથી) અર્થ કર્યો છે. એથી પ્રશ્ન ઊભો થાય કે ‘ગુરુના નામથી કોના વડે કહેવાયેલું?’ એના ઉત્તરૂપે ટીકાકારે ‘અન્યન’ શબ્દ લખી દીધો.
OXOXS
किमर्थमेवं गुरुवचः श्रूयते ? इति यो मन्यते तं प्रति तत्प्राधान्यमाह जह सुरगणाण इंदो, गहगणतारागणाण जह चंदो | जह य पयाण नरिंदो, गणस्स वि गुरू तहाणंदो ।। ७ ।।
जह० गाहा : यथेति दृष्टान्तोपन्यासार्थः, सुरगणानाममरसङ्घातानामिन्द्रः शक्रः, तथा ग्रहा मङ्गलादयो, गण्यन्ते अष्टाविंशतिसङ्ख्ययेति गणान्यौचित्याद् नक्षत्राणि, बहुलवचनादल्, ग्रहाश्च गणानि च ताराश्चेति द्वन्द्वः, तासां गणाः समूहास्तेषां यथा चन्द्रः, यथा च प्रजानां नरेन्द्रो, गणस्यापि साधुसंहतिरुपस्य गुरु: आचार्य: तथा, किमित्याह आनन्दयतीत्यानन्दः सन्नायकत्वादाह्लादकः, यदि वाऽऽज्ञां ददातीत्याज्ञादः, अनुस्वारस्यागमिकत्वात्, लब्धप्रतिष्ठत्वादादेशदाने शक्रादिवदमरादिभिरलङ्घनीयवाक्य નૃત્યર્થ: || ૭ ||
અવતરણિકા : પ્રશ્ન : ‘શા માટે આ પ્રમાણે = ભક્તિથી હાથ જોડવાપૂર્વક (વિનયપૂર્વક) ગુરુનું વચન (મહાત્માઓ વડે) સંભળાય છે ? (સ્વીકારાય છે ?) (ન સ્વીકારે તો શું વાંધો આવે ?)
,,
-
આ પ્રમાણે જે શિષ્ય માને છે તે શિષ્ય પ્રત્યે તત્ = ગુરુની પ્રધાનતાને ગ્રંથકારશ્રી બતાડે છે : ગાથાર્થ : જેમ દેવોના સમૂહને ઈન્દ્ર (આનંદ આપનાર છે), જેમ ગ્રહ, ગણ (નક્ષત્ર) અને તારાઓના સમૂહને ચંદ્ર (એ આનંદ આપનાર છે) અને જેમ રાજા એ પ્રજાજનોને (આનંદ આપનાર છે) તેમ ગણ = ગચ્છને પણ ગુરુ એ આનંદ આપનાર છે. (માટે એમનું વચન સ્વીકારવું જોઈએ) ।। ૭ ।।
ટીકાર્ય : ગાથામાં જે ‘યથા’ શબ્દ છે તે દૃષ્ટાંતનો ઉપન્યાસ = કહેવા – જણાવવાના અર્થવાળો છે. (એટલે કે કોઈ પણ દૃષ્ટાંત શરૂ કરતાં પહેલાં આપણે ‘જેમ’ શબ્દ બોલીએ ત્યારબાદ સામાન્યથી દૃષ્ટાંતની શરૂઆત કરીએ તે ‘જેમ’ અર્થવાળો ‘યથા’શબ્દ છે. એથી)
જેમ દેવોના સમૂહને ઈન્દ્ર એટલે કે શક્ર, (આનંદ આપનાર છે)(‘આનંદ’ શબ્દ જે આગળ આવવાનો