________________
પ્રશ્ન : ગુરુજી! આવો નિયમ કઈ રીતે પ્રમાણબાધિત થાય?
ઉત્તર : શિષ્ય! કર્મની વિચિત્રતા = વિભિન્નતાથી સંસારની વિભિન્નતા ઘટે છે તેથી આવો નિયમ પ્રમાણબાધિત છે.
(આ વાતને જરાક વિસ્તારથી સમજીએ -
“ધનવાન સુખસામગ્રીઓ વસાવે, નિર્ધન સુખસામગ્રીઓ ન વસાવે' આ જગજાહેર (= પ્રત્યક્ષ) હકીકત છે. એની જગ્યાએ તમે એમ કહો કે ધનવાન સુખસામગ્રીઓ વસાવે નિર્ધન પણ સુખસામગ્રીઓ વસાવે તો તે પ્રત્યક્ષ વિરુદ્ધ થાય. એમ “ધર્મ કરે તે સુખી બને, અધર્મ કરે તે દુઃખી બને” એ પણ લોકપ્રસિદ્ધ (= પ્રત્યક્ષ) છે. તેની જગ્યાએ “ધર્મ કરે તે સુખી બને, અધર્મ કરે તે ય સુખી બને” આવું કહેવું પ્રત્યક્ષ વિરુદ્ધ થાય. તેની જેમ “મનુષ્ય મનુષ્ય બને” “પશુ પશુ બને” આવો નિયમ કરવો તે ય પ્રત્યક્ષ વિરુદ્ધ થાય. કા. કે, આમાં મનુષ્યમાં જે ધર્મ છે તે અને જે અધર્મી છે તે બંને સુખી બને એવું માનવું પડે જે પ્રત્યક્ષ વિરુદ્ધ છે. આ રીતે “મનુષ્ય મનુષ્ય બને વિ.” નિયમ પણ પ્રત્યક્ષ વિરુદ્ધ બની જાય. કા.કે, આ નિયમ માનવામાં તેના કારણ રૂપ પ્રત્યક્ષ વિરુદ્ધ એવો “ધર્મી અને અધર્મી બને સુખી થાય” નિયમ માનવો પડે. જો કારણ પ્રત્યક્ષ વિરુદ્ધ હોય તો તજ્જન્ય = તેનાથી ઉત્પન્ન થતું કાર્ય પ્રત્યક્ષ વિરુદ્ધ જ થાય. આ રીતે આ નિયમ પ્રત્યક્ષ વિરુદ્ધ થયો. (२) अयं नरकगामी दुराचारसंपन्नत्वात् कालसौकरिकवत्
अयं स्वर्गगामी सदाचारसंपन्नत्वात् साधुवत् આ રીતે અનુમાનથી નરકગામીત્વ અને સ્વર્ગગામીત્વ રૂપ સાધ્યની સિદ્ધિ થઈ શકે = અનુમાન થઈ શકે. मेम अयम् भाविमनुष्यः दयादानादिमध्यमगुणसंपन्नवात्
अयम् भावितिर्यंचः कपटक्रोधाहारलौल्यादिदोषसंपन्नत्वात् આ બે અનુમાનથી વિમનુષ્યત્વ અને માવિતિર્યરત્વ રૂપ સાધ્યની સિદ્ધિ થાય = અનુમાન થઈ શકે.
હવે જો “મનુષ્ય મનુષ્ય બને” વિ. નિયમ માનવામાં આવે તો દયાદાનાદિ ગુણો કે કપટ-ક્રોધાદિ દોષો બંનેને કોઈ એક સાધ્યની સિદ્ધિના હેતુ માનવા પડે અને તેનાથી મનુષ્યત્વાદિ સાધ્યની સિદ્ધિ કરવી પડે છે ઉક્ત અનુમાનોથી વિરુદ્ધ થાય. આ રીતે આ નિયમ અનુમાન પ્રમાણથી બાધિત = વિરુદ્ધ થયો.
(૩) આગમમાં કહેલ મનુષ્યપણાની પ્રાપ્તિના હેતુઓ જેમાં નથી એ વ્યક્તિને પણ ઉક્ત નિયમ માનવામાં મનુષ્યપણાની પ્રાપ્તિ થવાની આપત્તિ આવે. આ રીતે ઉક્તનિયમ આગમવિરુદ્ધ થાય.
આ રીતે ઉપમાન અને અર્થપત્તિ પ્રમાણથી પણ આ નિયમની વિરુદ્ધતા વિચારવી. અહીં માત્ર સામાન્યથી લખેલ છે. બાકી આમાંય હજુ ઘણું વિશેષ વિચારી શકાય એમ છે. જે તર્કરસિકોએ વિચારવું)
(હવે, ટીકાકારશ્રી આગળના સૂત્રના અનુસંધાન માટે પ્રશ્ન કરે છે.) પ્રશ્ન : ગુરુજી! જો જીવના પરિભ્રમણમાં કોઈ નિયમ નથી તો વાસ્તવિકતા શું છે? ઉત્તર : શિષ્ય! સ્વકર્મવિનિવિષ્ટસદશકૃતચેષ્ટાવાળો જીવ પરિભ્રમણ કરે છે. આ રીતે વિશેષણનો