Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 122
________________ અવતરણિકા : પ્રશ્ન ઃ તે સુસાધુઓ શા માટે અંતઃપુરાદિને ઈચ્છતા નથી? ઉત્તર ઃ ભાઈ ! અંતઃપુરાદિનો પરિગ્રહ અપાય = અનર્થનું કારણ છે... (માટે તે સુસાધુઓ તેને ઈચ્છતા નથી.) પરિગ્રહમાં અપાયની = અનર્થની જે કારણતા છે તેને ગ્રન્થકારશ્રી કહે છે : (જેમ દંડ એ ઘટનું કારણ છે.. માટે દંડમાં ઘટની કારણતા રહેલી છે. તેમ પરિગ્રહ એ અનર્થનું કારણ છે. માટે પરિગ્રહમાં અનર્થની કારણતા રહેલી છે. પરિગ્રહમાં રહેલી અનર્થની કારણતા ગ્રન્થકારશ્રી હવેની ગાથામાં કહે છે :) ગાથાર્થ : છેદ, ભેદ, આપત્તિ, આયાસ = શરીરનો વ્યાયામ, ક્લેશ, ભય, વિવાદ, મરણ, ધર્મભ્રંશ, અરતિ આ બધા અર્થથી (= પરિગ્રહથી) (થાય છે.) ૧૪૯૫૫ ટીકાર્થ : (અહીં ગાથામાં કોઈ ક્રિયાપદ દેખાડાયેલ નથી. તેથી મેં ક્રિયાપદ લેવાનું છે. હવે, ગાથાના પદોનો અન્વય આ રીતે થશે.) પોતાના કે બીજાના છેદ વિગેરે બધા (અનર્થો = અપાયો) અર્થથી થાય છે. = (હવે ટીકાકારશ્રી છેદ વિ. તમામનું વર્ણન કરે છે :) તેમાં (૧) છેદ = કાન વિ.નું કાપવું. (૨) ભેદ : કરવત વિ. વડે કાપવું. (આખા શરીરને) અથવા ભેદ = સ્વજનો વિ. સાથે ચિત્તથી વિશ્લેષ. (અહીં ચિત્ત એટલે મન, વિશ્લેષ = ભેદાવું, છૂટું પડવું... સ્વજનો સાથેના મનદુઃખ અર્થથી થાય) (૩) વ્યસન = ચોર વિ. વર્ડ (પોતાનું કે ધનનું) ગ્રહણ થવું. એટલે કે ચોરોની આફત આવી પડે. (અહીં તરાતિમિર્મજ્ઞળમ્ અને આપદ્ આ બંને શબ્દોના અર્થ અલગ-અલગ નથી કરવાના પણ તસ્વર તિમિર્મજ્ઞળનો જ અર્થ આપદ્ કર્યો છે. આ વાત આપણ્ શબ્દ પછીના કૃત્ય: શબ્દથી જણાય છે.) (૪) આયાસ = ત ્= અર્થ = ધન વિ.ના ઉપાર્જન = પ્રાપ્તિ માટે જાતે કરેલો શરીરનો વ્યાયામ = શ્રમ. = (૫) ક્લેશ = અન્ય વડે કરાયેલી વિબાધા = તકલીફ (અપમાન, તિરસ્કાર વિ.) (૬) ભય = ત્રાસ... (માનસિક ક્લેશ) (૭) વિવાદ = કલહ = ગાથામાં જે ચ શબ્દ છે તે સમુચ્ચયમાં છે. (એટલે કે, એ ચ શબ્દ અનર્થવાચી શબ્દોને ભેગા કરવામાં વપરાયો છે.) - ઝઘડો... (૮) મરણ = પ્રાણત્યાગ = ૧૦ પ્રાણોનો ત્યાગ = મૃત્યુ. (૯) ધર્મભ્રંશ = શ્રુત અને ચારિત્ર સ્વરૂપ ધર્મથી ભ્રંશ = અવન = પડી જવું. (શ્રુત એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે ક્રિયા. ધર્મ જ્ઞાન અને ક્રિયારૂપ છે. અર્થની પ્રાપ્તિ કરવા તેને નેવે મૂકવો – ભૂલી જવો તે ધર્મભ્રંશ.) (મુખ્યત્વે સાધુને આશ્રયીને ધર્મભ્રંશની આ વ્યાખ્યા થઈ. હવે ગ્રંથકારશ્રી ગૃહસ્થને મુખ્યલક્ષમાં રાખી ધર્મભ્રંશની વ્યાખ્યા કરતાં જણાવે છે કેઃ) ૧૧૧

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138