________________
છે તે અહીંયા તથા આગળ પણ બધે જોડવાનો છે કેમકે દાર્દાન્તિકમાં જે ક્રિયાપદ સૂચક શબ્દ હોય તે સામાન્યથી દષ્ટાંતમાં પણ સમજવાનો હોય છે.)
તથા = અને ગ્રહો = મંગલ વિગેરે ગ્રહો, (ગણો = ) “૨૮' એ પ્રમાણે સંખ્યા વડે જે ગણાય તે ગણો = નક્ષત્રો.
(પ્રશ્ન ઃ તમે “UT'નો અર્થ “નક્ષત્ર” કેવી રીતે કર્યો? કેમકે ૨૮ સંખ્યાવાળી તો ઘણી વસ્તુઓ હોઈ શકે છે. એથી અહીં “નક્ષત્ર' જ લેવાનો છે એ શી રીતે સમજવું?)
ઉત્તર : “નક્ષત્ર” અર્થ કરવો જ ઉચિત છે માટે. અર્થાત્ અહીં જ્યોતિષીઓના ઈન્દ્ર એવા ચન્દ્રની વાત ચાલી રહી છે. એમાં જ્યોતિષના પ્રકારમાં ગ્રહ, તારા આવી ગયા માત્ર નક્ષત્ર બાકી રહી જાય છે અને સૂર્ય લઈ શકાય એમ નથી કેમકે એ પોતે જ ઈન્દ્ર હોવાથી એનો ઈન્દ્ર એ ચન્દ્ર નથી. વળી નક્ષત્રોની સંખ્યા પણ ૨૮ જ છે અને વ્યુત્પત્તિમાં પણ “૨૮'ની સંખ્યા લીધેલી છે. એથી વ્યુત્પત્તિના આધારે પણ ગણ' શબ્દનો અર્થ “નક્ષત્ર” કરવો ઉચિત છે. માટે અમે એ અર્થ કર્યો છે.
(‘તારા' શબ્દનો અર્થ સ્પષ્ટ હોવાથી એનો અર્થ નહી કરતાં સીધો ત્રણેયનો સમાસ કરે છે.) ગ્રહો, ગણો = નક્ષત્રો અને તારાઓ' આ પ્રમાણે એ ત્રણેયનો દ્વન્દ સમાસ થશે.
અને તે ત્રણેયના સમૂહોને ચન્દ્ર જેમ (આનંદ આપનાર છે.) અને જેમ પ્રજાજનોને રાજા (આનંદ આપનાર છે.) તથા = તેમ ગણને પણ = સાધુઓના સમુદાય સ્વરૂપ ગણને પણ, ગુરુ = આચાર્ય પ્રશ્ન : આચાર્ય ગણને શું કરે? એટલે કહે છે કે –
ઉત્તર : આચાર્ય એ ગણના સુંદર નાયક છે એટલે કે આશ્રિતોને પરમાનંદરૂપ મોક્ષ તરફ લઈ જનાર છે. માટે એ ગણને આનંદ આપનાર છે. (“નાયા' શબ્દમાં “ની' ધાતુ હોવાથી ઉપરોક્ત અર્થ કરેલ છે.)
અથવા તો (ગાથામાં રહેલ ત્રાપો શબ્દનો આનંદ આપનાર' એવો એક અર્થ કર્યો હવે પ્રાકૃતનું સંસ્કૃત અનેક રીતે થઈ શકતું હોવાથી બીજી રીતે ખોલે છે.)
ગાપો = “આજ્ઞાને આપે છે માટે “રાજ્ઞા' અર્થાત્ ગુરુ એ ગણને આજ્ઞા આપનાર = કરનાર છે.
(પ્રશ્ન ઃ આ બીજો અર્થ કરવામાં એક તકલીફ ઊભી થાય છે. કેમકે ગાથામાં જો ‘સાલો’ આવો શબ્દ હોય તો જ્ઞાત્રિ' અર્થ કરી શકાય. પણ અહીં તો ‘મા ’ શબ્દ છે તેથી બીજા અર્થમાં અનુસ્વારનું શું કરશો?)
ઉત્તર ઃ બીજો અર્થ કરતાં ગાથામાં રહેલ “કાપો' શબ્દ ઉપરનો અનુસ્વાર એ અગમિક = કશું નહિં જણાવનાર = નક્કામો સમજવા માટે પ્રાજ્ઞાઃ' અર્થ કરવામાં કોઈ વાંધો નથી. (પ્રાકૃતમાં આવું થઈ શકે છે કે અનુપયોગી એવાં પણ અક્ષરો, અનુસ્વારો વિગેરે કોઈક કારણસર વપરાતા હોય.)