________________
इदमेव लौकिकदृष्टान्तेनाह -
जं आणवेइ राया, पगइओ तं सिरेण इच्छंति ।
इय गुरुजणमुहभणियं कयंजलिउडेहिं सोयव्वं ।। ६ ।। जं आणवेइ० गाहा : यदाज्ञापयति आदिशति राजा प्रभुः, प्रकृतयः पौराद्या लोकास्तदादिष्टं शिरसा उत्तमाङ्गेनेच्छन्ति साभिलाषं गृह्णन्ति इत्यर्थः, इत्यनेनैव क्रमेण, इतिशब्दस्य इयाऽऽदेश: प्राकृतलक्षणात्, गृणाति शास्त्रार्थमिति गुरुः, स चासौ जनश्च, तस्य मुखम्, तेन भणितं यद्वा तन्मुखेन तद्द्वारेणान्येन भणितमुक्तं यथा गुरुजनेनेदमादिष्टमिति तत्कृताञ्जलिपुटैर्भक्त्यतिरेकात् विहितकरमुकुलैः श्रोतव्यमाकर्णनीयमिति ॥ ६ ॥
અવતરણિકા : આ જ વાતને = “વિનય કરવા યોગ્ય છે એ વાતને લૌકિક દૃષ્ટાંતવડે ગ્રંથકારશ્રી કહે = છે :
ગાથાર્થ ઃ રાજા જે આદેશ કરે તે આદેશને પ્રજાજનો મસ્તકવડે ઈચ્છે છે, એમ ગુરૂપી જનના મુખવડે કહેવાયેલ = આદેશ કરાયેલ (એવી વાત) કરાયું છે અંજલિ પુટ જેના વડે (એવા શિષ્યોવડે) સાંભળવા યોગ્ય છે. T૬
ટીકાર્થ જે = ગમે તે વાત અંગે આજ્ઞા કરે = આદેશ કરે (કોણ? = ) રાજા એટલે કે પ્રભુ = સ્વામી, માલિક
નગરજનો વિગેરે રૂપ પ્રજાજનો – લોકો તેને એટલે કે આદેશ કરાયેલ વાતને મસ્તક = ઉત્તમાંગ (શરીરનું ઉત્તમ = ઉપરનું અથવા શ્રેષ્ઠ એવું અંગ = માથુ એના) વડે ઈચ્છે છે. આનો ભાવાર્થ એ છે કે મિત્રાકં = ઈચ્છા પૂર્વક, કમને નહિ એ રીતે ગ્રહણ કરે છે.
એમ = આ જ ક્રમ વડે અર્થાત્ જેમ પ્રજાજનો રાજાના આદેશને સહર્ષ સ્વીકારે છે તે જ રીતે (પ્રશ્ન ઃ ગાથામાં તો “રૂય’ શબ્દ છે એનો તમે “રૂતિ’ કેવી રીતે કરી દીધો?).
ઉત્તર : તિ' શબ્દનો જે ય’ એ પ્રમાણે ગાથામાં આદેશ થયો છે તે પ્રાકૃતના લક્ષણને લીધે. (અર્થાત્ પ્રાકૃતના નિયમોના આધારે તિ' નો “ફય’ આદેશ થાય છે. માટે અહીં ફય’ શબ્દનો અર્થ કરતી વખતે તિ' પ્રમાણે અર્થ કર્યો)
(હવે પાછા મૂળ વાત પર આવીએ. “આ જ ક્રમ વડે') મુહ = શાસ્ત્રના અર્થને જે કહે (ગૃતિ) તે ગુરુ, ગુરુ રૂપી જન = ગુરુજન, તેમના મુખ વડે કહેવાયેલ = સાક્ષાત્ ગુરુ વડે આદેશ કરાયેલ (વાતને) અથવા તો તેમના = ગુરુજનના મુખ વડે એટલે કે તેમના દ્વારા (તેમના નામથી) બીજા વડે કહેવાયેલ જેમ કે :