Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 105
________________ (૩) વિશિષ્ટ સુંદર ઉપાશ્રયોમાં (૪) વિશિષ્ટ એવા જાત જાતના બગીચાઓમાં (તેની આસક્તિ પ્રતિ = રાગ કરવાનો) સાધુઓને અધિકાર = સત્તા નથી. પ્રશ્ન : ગુરુજી ! સાધુઓને આહા૨, ઉપકરણ, વસતિ, ઉદ્યાન વિગેરેને વિષે માલિકીપણું તો હોતું જ નથી એટલે કે માલિકીપણાનો અધિકાર તો તેઓને છે જ નહીં તો અહીં ગ્રંથકારશ્રીએ કઈ બાબતે અનધિકાર જણાવ્યો છે ? ઉત્તર ઃ શિષ્ય ! સાધુઓને આહારાદિને વિષે રાગ ક૨વાનો અનધિકા૨ = અસત્તા જણાવી છે. આ બાબત મૂળસૂત્રમાં નથી દર્શાવી છતાં પ્રસ્તુતના આધારે જણાય છે. પ્રશ્ન : ગુરુજી ! તો પછી સાધુઓને શેમાં અધિકાર છે ? ઉત્તર : શિષ્ય ! સાધુઓને તપ કરવો વિ. ને વિષે અધિકા૨ છે. કારણકે, સાધુઓ તપ-જ્ઞાન આદિ ધર્મકાર્યોરૂપી ધનવાળા છે. એટલે કે તેની માલિકીવાળા છે તેથી તેઓને તેનો અધિકાર છે. જેમ બહિર્જગતમાં બોલાય છે કે “આ ગાડીવાળો, બંગલાવાળો, ધનવાળો છે'' એનો મતલબ એ કે એના એ ગાડીબંગલા કે ધનનું એણે જે કરવું હોય તે કરી શકે. તેના વિષેની સર્વસત્તા તેની. તે રીતે અહીં પણ સમજવું. વિશેષાર્થ : (૧) ગાથામાં જે બીજો = શબ્દ છે તે ત્રણે પદોના સમુચ્ચયમાં છે. ஸ்ஸ்ஸ் कथमेतद् गम्यते इत्याह - साहू कंतारमहाभएसु अवि जणवए वि मुइअम्मि । અવિ તે સરીપીડ, સદંતિ ન નયંતિ ય વિસ્તું ॥ ૪૦ ॥ साहू कंतारमहा० गाहा : साधवः कान्तारमहाभययोरपि, कान्तारेऽटव्यां महाभये च राजविज्वरादौ वर्तमाना नलान्ति न गृह्णन्ति चशब्दाद् गृहीतमपि कथञ्चिन्न परिभुञ्जते विरुद्धमनेषणीयं भक्तोपध्यादिकमिति सम्बन्धः । क्वेव इत्याह- जनपदे इव, मुदिते ऋद्धिंस्तिमिते निर्भये वर्तमानाः, अपि सम्भाव्यते एतत्, भगवन्तः शरीरपीडां कायबाधां सहन्ते तितिक्षन्ति, अतो निश्चीयते न तेषामाहारादिषु प्रतिबन्धोऽपि तु धर्मकार्येष्वेव । शरीरपीडाग्रहणं च मानसपीडासद्भावे यतनया गृह्ण-तामपि भगवदाज्ञाकारित्वान्न तेषु प्रतिबन्ध इति ज्ञापनार्थमिति ॥ ४० ॥ અવતરણિકા : આ = સાધુઓને તપાદિમાં અધિકાર છે બીજામાં નહીં આ કેવી રીતે જણાય ? ગાથાર્થ : સાધુઓ સમૃદ્ધ એવા રાજ્યની જેમ જંગલ અને મહાભયોમાં પણ અનેષણીય ગ્રહણ કરતાં નથી. ઉલટું તેઓ શરીરની પીડાને સહન કરે છે. ।। ૪૦ II ટીકાર્થ : સાધુઓ જંગલમાં અને રાજયુદ્ધ વિ. મહાભયોમાં પણ રહેલા ગ્રહણ કરતાં નથી... કોઈપણ રીતે ગ્રહણ કરાઈ ગયું હોય તો પણ વાપરતા નથી. આ બાબત = શબ્દથી જણાવાઈ છે. (પ્રશ્ન : કઈ વસ્તુ ગ્રહણ કરતાં નથી?)

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138